બાળશિક્ષણની રીત્-1

માર્ચ 25, 2008 at 1:13 પી એમ(pm) 3 comments

મા-બાપ અને બાળક વચ્ચેના વાર્તાલાપને આવરી લેતા નિત્યક્રમને પ્રોત્સાહિત કરો

આપના બાળકને આપની નજીક રાખવા માટે તેની સાથે ભાવનાત્મક જોડાણ વિકસાવવું જરૂરી બને છે. આ માટે તેની સાથે ચાલવા જવું-સાથે સાયકલ ચલાવવા જવું -પાર્કમાં સાથે જવું-સાથે ફરવા જવા જેવા કાર્યક્રમ બનાવો. આ વખતે તેની સાથે થતો વાર્તાલાપ તેને અપાર હૂંફ આપશે. મારા માતા પિતા મારે સાથે જ છે તેવી અનૂભુતિ તેને એક અનોખું બળ પૂરું પાડશે.

આ ચિત્રમાં પિતાપુત્ર સાયકલ સફરની સાથે સાથે  કુદરતને પણ ભરપૂર માણી શકે છે. આ સમયે પિતા પુત્રને પરોક્ષરીતે અનેક વનસ્પતિની-પ્રાણીઓની માહિતી આપી શકે.

અહીં એક ઉદાહરણ આપવાનું મન થાય છે.વાત તો ગામડાના એક નાનકડા બાળકની છે…

તેને પોતાના પિતા માટે અનહદ માન છે. તેના પિતા સાથે વગડામાંથી લાકડા વીણવા જાય.આ સમયે તે અભણ પિતા તેને જુદાજુદા ઝાડવાઓની ઓળખ આપે.આમ કરવાથી તે છોકરો અનેક વનસ્પતિને ઓળખી શકતો. અમારા ઘરના એક વડીલને હાથે સોજા આવી અયા હતા અને હાથનું હલનચલન બંધ થઈ ગયું હતું તેની દવા માટે અમારે રગતરોહીડો નામની વનસ્પતિની જરૂર હતી તે છોકરો તરત જ બોલ્યો અરે આનું ઝાડતો અહીં નજીકમાં જ છે. હું તેનાં પાંદડા લાવી આપીશ. અને સાચે જ તે દોડીને થેલી ભરીને પાંદડા લઈ આવ્યો. અમે તેને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને તેનો આભાર માન્યો. તે બોલ્યો આ તો કાંઈ નથી મારા બાપા તો ઢગલાબંધ ઝાડવા-છોડવાને ઓળખે છે…..

Advertisements

Entry filed under: બાળશિક્ષણની રીતો.

બાળશિક્ષણની રીતો વાર ચક્ર

3 ટિપ્પણીઓ Add your own

 • 1. પ્રવિણ શ્રીમાળી  |  સપ્ટેમ્બર 8, 2009 પર 5:24 એ એમ (am)

  I like this.

  ખુબ જ સરસ, બાળક અને માતા-પિતા વચ્ચે લાગણીસેતુ હંમેશા બની રહે તે જરુરી છે અને કંટાળ્યાં વગર તેના દરેક સવાલોનો તેને સંતોષકારક અને સરળ રીતે સમજી શકે તેવો જવાબ આપવો જોઈએ!
  બાળક એટલે સાહજિક રીતે જ નવું નવું જાણવા માટે ની જિજ્ઞાસા હોય જ એટલે તે વારંવાર સવાલો કરે, કેટલાંક સવાલને તમે કદાચ ફાલતું બકવાશ ગણી કંટાળીને ઉડાઉ જવાબ પણ આપી દો. પરંતુ એવું થવું જોઈએ નહીં.

  જવાબ આપો
 • 2. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  માર્ચ 7, 2011 પર 12:57 પી એમ(pm)

  ખુબજ સરસ

  આપે સરસ રીતે બ્લોગ સજાવેલ છે.

  જવાબ આપો
 • 3. Dipti Patel  |  માર્ચ 31, 2011 પર 11:22 એ એમ (am)

  It is very nice. I want to know more about how to treat with children in this very very burdanable teaching system. As u know, there is a too much syllabus in English Medium Schools. Even they can not get time to play

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: