એક બહેનીએ ગાયેલું હાલરડું.

માર્ચ 26, 2008 at 12:50 પી એમ(pm) 2 comments

imagecradle.jpg

એક બહેનીએ ગાયેલું હાલરડું.
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને,
મ્હારા મ્હીયરની મ્હોરતી કુંજમાં;
મ્હારો વીરો ટહુકતો મોર,
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને.
મ્હારા મહીયરના માનસરોવરે,
મ્હારો વીરો બાળેરો રાજહંસ;
મ્હારા તાતજીનાં તપતાં તપ તેજમાં,
મ્હારો વીરો ઉગમતો ભાણ;
મ્હારી માતાનાં ઉ ઉછરંગમાં,
મ્હારો વીરો અષાઢી બીજ ચંદ;
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને,
મ્હારા દાદાજીની ડહેલીએ ને ડાયરે,
મ્હારો વીરો લાડીલો બાળરાજ;
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને,
મ્હારાં દાદીજીને હીર દોર હીંચકે;
વીરો પેઢીનું પોઢેલું પૂણ્ય;
હું તો મહીયરના આંબલાની મંજરી,
મ્હારો વીરો આંબલીઆનો મ્હોર;
વીરો સુખડાં દુખડાંની મ્હારે છાંય છે,
વીરો વસમી વેળાની ન્હારે બહાંય છે;
વીરો દુબળા દહાડાની મ્હારે સહાય છે.
મ્હારા અંતરનો ઠામ,
મ્હારી વાતનો વિરામ,
મ્હારાં આંસુ લુછનાર,
મ્હારું કુશળ પૂછનાર.
વારૂં ઓવારૂં વ્હાલા વીરને,
માડીજાયા રે મ્હારા વીરને;
ંબિકા અનંત તેને રક્ષજો,
જીવજો ઝાઝેરું વીર;
મ્હારા હૈયાનું હીર.
માડીજાયા તે મ્હારા વીરને.
ચાંદા સૂરજ તપો ત્યાં લગી,
તપજો મહીયરના મ્હેલ;
વધજો વીરાની વેલ,
માડીજાયા તે મ્હારા વીરને.
–અંબાલાલ પટેલ( અંબાકા)

Advertisements

Entry filed under: હાલરડાં.

વાર ચક્ર વેકેશન-1

2 ટિપ્પણીઓ Add your own

 • 1. ashwin  |  માર્ચ 30, 2008 પર 7:48 એ એમ (am)

  aatisundar ane aadhbhoot..!
  so nice…!
  pl. keep it up, we are here to listen and chew it.. so nice.
  ~ ashwinahir@gmail.com

  જવાબ આપો
 • 2. nilsm doshi  |  ઓક્ટોબર 23, 2009 પર 11:48 એ એમ (am)

  આજે બધા હાલરડા એકી સાથે વાંચ્યા..મજા આવી. સ્ટોકમાં વધારે હોય તો જરૂર મૂકશો…

  આભાર..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: