વેકેશન-1

એપ્રિલ 2, 2008 at 6:29 એ એમ (am) Leave a comment

hand-made-flowers.jpg
ગુજરાતમાં દસમા ધોરણની પરીક્ષાઓ પૂરી થઈ અને વિદ્યાર્થીઓ થોડો થાક ઉતારી નવરા પડ્યા.હવે શું કરવું તેનું ચિંતન કરવા લાગ્ય અહીં એક સાચો પ્રસંગ લખું છું કદાચ તે ઘણા બધાને કંઈક દિશા સૂચવી શકે તો….
હું એક છોકરીને ઓળખું છું.નામ તેનું શીતલ.ખૂબ જ પ્રેમાળ,મિલનસાર સ્વભાવ.દસમા ધોરણની પરીક્ષાઓ પતી અને થાક ખાઈને નવરી પડી એટલે તેને થયું હું કાંઈક શીખું.મારી જોડે વાત થઈ.મેં તેનો વિચાર પૂછ્યો.તે કહે;”મારે કોમ્પુટર શીખવું છે.આમ તો મારે સ્કૂલમાં કોમ્પુટર ભણવાના એક વિષય તરીકે હોય છે જ પણ બીજા બધા વિષયો પર ધ્યાન આપવાનું હોવાથી અને સ્કૂલમાં તેની પૂરતી પ્રેક્ટીસ થતી ન હોવાથી હું પ્રાઈવેટ ક્લાસમાં જોડાવ માંગું છું.”
મને થયું વિચાર તો સારો છે.પણ ઘરમાં માત્ર તેના પિતા જ કમાય અને તે કમાણી પણ પૂરતી નહીં.બિચારા રેલ્વેમાં ખલાસીની નોકરી કરે.દાહોદથી બરોડા રોજ અપડાઉન કરે.શીતલનો  ભાઈ ૧૧ મા ધોરણમાં સાયન્સમાં અભ્યાસ કરે તેના પ્રાઈવેટ કોચીંગની ફી,બંને ભાઈબહેનાની સ્કૂલની ફી(અંગ્રેજી માધ્યમની સારી સ્કૂલામાં ભણે)અભ્યાસ માટેના જાતજાતના પ્રોજેક્ટ્સ પાછળના ખર્ચા,પુસ્તકો,નોટબોક્સ,ગાઈડો ,પેપરસેટ્સ,એસાઈન્મેન્ટના પુસ્તકો,…૧૧ મા ધોરણમાં જ બારમાના ટ્યુશન ચાલુ થઈ જાય એટલે તેની ફીની વ્યવસ્થા,સંયુક્ત કુટુંબમાં રહે,દાદા,દાદી,કાકા,કાકી,બે એપરિણીત ફોઈ અને દાદીને બાયપાસ સર્જરી કરાવેલી,તીવ્ર ડાયાબીટીસની બિમારી,દાદાને પણ ડાયાબીટીસ એટલે પુષ્કળ કૌટુમ્બિક જવાબદારીઓ…..મમ્મી આખો દિવસ આટલા બધા સભ્યોનાં ઘરકામમાં સતત પરોવાયેલી રહે.
મને થયું “આ છોકરી બોલી તો દે છે કે મારે કોમ્યુટર શીખવું છે.પણ શું આ જ એક શીખવાની વસ્તુ છે? આ ઉંમરે જો શીખવું જ હોય અને સારી રીતે વેકેશનનો સમય પસાર કરવો હોય તો બીજા વિકલ્પો નથી?”
મેં કહ્યું,”મમ્મી આખું વર્ષ તમારી બધી જરૂરિયાતો પૂરી પાડવામાં જરા પણ આરામ લીધા વગર સતત કામ કર્યા કરે છે.વેકેશનમાં તેને કહી શકાય કે ઘરની આસપાસનો મોટો બગીચો છે તેની સફાઈમાં,,કપડા ધોવામાં,પાણી ભરવામાં,વાસણ સાફ કરવામાં હું મદદ કરીશ.મને થોડું રસોઈકામ પણ શીખવાડૉ.ફોઈને ખૂબ સરસ ભરતકામ,સીલાઈકામ આવડે છે. તે પહેલા થોડો સમય પોલિટેકનિક કોલેજમાં માર્ગદર્શક શિક્ષિકા તરીકે પણ જતા હતા.તો તેમની પાસેથી આ વિષેની તાલીમ કેમ ના લેવી?આ છોકરી ખૂબ સુંદર ચિત્રો દોરે છે.તે થાકે ત્યારે ચિત્રો દોરી મનને પ્રફુલ્લિત રાખી શકે છે.”
અત્યારના બાળકોમાંથી મોટા ભાગાનાની આ સમસ્યા છે.બધાના મા-બાપને આવા વધારાના ખર્ચા પોસાતા નથી છતાં બિચારા દેવું કરીને પણ બાળકોની ઈચ્છાઓ પૂરી કરે છે.શું આવા સમયે બાળકોએ પણ થોડો વિચાર કરીને માંગણી ના કરવી જોઈએ?
અહી એક બીજો કિસ્સો લખું છું.
મારા જ ઘરમા કામવાળા બહેન રહે છે.તેમના દીકરા
 સંજયે પણ દસમા ધોરણની પરીક્ષા આપી.તેને નવા કપડા સીવડાવવા હતા.અમે કહ્યું”તું થોડું કામ કરી લે અને તારી પોતાની કમાણીમાંથી તારો આખા વર્ષનો ખર્ચો કાઢ.છોકરો ખૂબ સમજુ,લગ્નગાળો ચાલે છે એટલે તેણે તેના એક મિત્ર વિજય પાસે સ્પીકરો, ઓડીઓ સીડી વિગેરે છે તેનો ઉપયોગ કરી ગામડામાં લગ્ન સમયે વગાડાતા મ્યુઝીકના કોન્ટ્રાક્ટ લેવા માંડ્યા.બંને મિત્રો સંપીને કામ કરે.હું જોઉં છું કે તે છેલ્લા એક અઠવાડીયાથી રોજ લગ્નમાં મ્યુઝીક વગાડવા જાય છે…..મને ખાત્રી છે કે તે આ લગ્નગાળાની સીઝનમાં કમાઈને પોતાનો આખા વર્ષના ખર્ચ નાટેની રકમ એકઠી કરી લેશે…સંજય અને વિજયને આપણે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે……
મેં અને મારા પતિએ નક્કી કર્યું છે કે તેનું આ કામ પૂરું થાય પછી તેને કાર ડ્રાઈવીંગ શીખવા મોકલવો.તેની ફી અમે ભરીશું.જેનામાં કામ કરવાની ધગશ છે,પોતાની જવાબદારી સમજે છે તેને કોઈ નવો માર્ગ શું કામ ના બતાવવો.તેની પાસે એક વ્યવસાયની તક ખુલ્લી થાય.ઝડપથી પગભર થઈ પોતાના માતાપિતાને મદદ કરી શકે….

આહીં એક ઉત્તમ નમૂનો પણ છે જ…ચિત્ર કૃત્રિમ પુષ્પોનું મૂક્યું છે.અલબત્ત તે ઈન્ટરનેટ પરથી ડાઊનલોડ કરેલું છે.પણ જ્યારે હું શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી ત્યારની વાત યાદ આવી ગઈ.એક છોકરીના પિતા ગુજરી ગયા હતા.મા અભણ, બીજાનાં ઘરનાં કામ કરીને ત્રણ બાળકોને ઉછેરતી હતી.આ છોકરીને આવા પુષ્પો બનાવતા શીખવ્યા હતા.વેકેશનમાં તે આવા ઘણા પુષ્પો બનાવતી અને તે વેચીને પોતાનો આખા વર્ષનો કર્ચો કાઢતી હતી.
આશા રાખું કે આ લખાણ ઘણાને સાચો રસ્તો બતાવી શકશે……
આપના વિચારો આવકાર્ય છે….

Advertisements

Entry filed under: ડાયરીનું એક પાનું.

એક બહેનીએ ગાયેલું હાલરડું. ડાયનોસોર પાર્ક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: