મસાલેદાર બટેટીઓ..(બેબી પોટેટોઝ)

April 7, 2008 at 11:52 am 4 comments

 

ઘણી સ્કુલો એવી છે કે જેમાં બાળકોને સવારનો નાસ્તો અને દૂધ,બપોરનું ભોજન અને સાંજનો નાસ્તો તથા જ્યુસની વ્યવસ્થા હોય છે.પરંતુ કેટલીક સ્કુલોમાં આવી વ્યવસ્થા નથી હોતી.આ વખતે બાળકોને રોજ લન્ચબોક્સમાં શું આપવું તે આજની માતાઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે.
આ વિભાગમાં આપણે બાળકોને ગમે તેવા અને ભાવે તેવા પોષક નાસ્તાઓની વાત કરીશું.


સામગ્રી
7-8 છાલ ઉતારેલા નાના બટાકા(બટેટીઓ-બેબી પોટેટોઝ્)
1/2 છાલ ઉતારીને છુંદેલા કાંદા
1/2 ચમચી જીરાનો પાવડર
1/2 ચમચી ધાણાનો પાવડર
2 ચમચા જાડું દહીં(યોગર્ટ)
1-2 ચમચી મરચાનો પાવડર
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચો લીંબુનો રસ
તેલ
મીઠું

બનાવવાની રીત-
બધા જ બટાકામાં ફોર્ક(કાંટા)થી નાના કાણા પાડો અથવા છરીથી નાના નાના કાપા પાડો.
કાંદાને પાણી નાંખ્યા વગર બારીક વાટી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ અને તેલ સિવાયની બધી જ સામગ્રી બટાકા પર નાંખી,ચમચાથી બરાબર હલાવો(દહીં ખૂબ ઘટ્ટ જ રાખો જેથી આખું મિશ્રણ ઘટ્ટ જ રહે.હલાવવાથી બધા જ બટાકા પર જાડું કોટીંગ થઈ જશે.આ બટાકાને આમ જ લગભગ એક કલાક માટે મૂકી રાખો.હવે નોન સ્ટીક તવામાં તેલ મૂકી મસાલા સાથેના બટાકા તેમાં નાંખી દો. તવા પર ઢાંક ઢાંકી,ધીમા તાપે ચઢવા દો.(જો ઓવન હોય તો ૧૫ મિનિટ પછી ઓવનમાં મૂકો)
 ઓવન ના હોય તો તવામાં જ બરાબર બફાઈ જાય અને તે બદામી રંગના થાય ત્યાં સુધી રહેવા દો.
જો તમારી પાસે ઓવન હોય તો તેને પહેલેથી ૩૫૦ ફે. પર ૫ મિનિટ માટે તપવાદઈ,બેકીંગ માટેના વાસણમાં તેલ લગાવી બટાકા તેમાં નાંખી અને લગભગ ૧૦ થી ૧૫ મિનિટ માટે બફાવા દો.બટાકા પરનું કોટીંગ બદામી રંગનું થાય ત્યારે બહાર કાઢો.
આ બટાકા પર  લીંબુનો રસ છાંટી,ગરમ ગરમ પીરસો.

બાળક જો બહુ મસાલેદાર ખાઈ શકતું ન હોય તો માત્ર મીઠુ,એકદમ ઓછું મરચું અને કાંદા અને લસણની ખૂબ ઓછી પેસ્ટ વાપરવી.જૈન આઈટમ બનાવવી હોય તો કાંદા-લસણ ના વાપરવાને ખાંડ થોડી વધુ વાપરવી.

માપ-બે વ્યક્તિને માટે પૂરતા છે.
બનાવવા માટે લાગતો સમય-30 મિનિટ
નોંધ-
ગુજરાતી બાળકોને ખાટ્ટા-મીઠા બટાકા ભાવે છે.આથી તેમને માટે જે મસાલો તૈયાર કરો તેમા એક ચમચી ગળેલી ખાંડ નાંખવી.

 

 

 

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

ગણિત ગમ્મત-૧ એકાગ્રતા

4 Comments Add your own

 • 1. Vishnu Nimavet  |  April 7, 2008 at 2:19 pm

  Masaledar batata, mouth watering. I have given your receipe to my wife to prepare it. Let us see how she make it.

  Reply
 • 2. rajeshwari  |  April 7, 2008 at 5:33 pm

  Vishnubhai,
  You will definately enjoy it. For all, it is really very very pleasurable to remember childhood.A cute,tender child remains in evry person .Wish you all the best.

  Reply
 • 3. Niraj  |  April 8, 2008 at 9:20 am

  આન્ટી હું તો ખાવા જ આવું ને?

  Reply
 • 4. rajeshwari  |  April 8, 2008 at 10:37 am

  નીરજભાઈ,
  જરૂર આવો..હું દાહોદમાં જ છું.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

April 2008
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: