વેકેશન-૨

એપ્રિલ 9, 2008 at 9:16 પી એમ(pm) Leave a comment

કિરણભાઈ પુસ્તકોનાં ઘણા શોખીન.શહેરની લગભગ બધી જ લાયબ્રેરીનાં સભ્ય.નવરા પડે કે તરત જ પુસ્તક લઈને વાંચવા બેસી જાય.જાતજાતનાં વિષયોનાં પુસ્તકો વાંચે.બીજા કોઈ શોખ નહીં.ક્યાંય જો સારું પુસ્તક જોવે અને તેમના બજેટમાં આવતું  હોય તો તરત ખરીદી લે.પોતે કોલેજમાં પ્રોફેસર એટલે કોલેજની લાયબ્રેરીનો તો છૂટથી ઉપયોગ કર જ.ઘરમાં જાતજાતનાં વિષયોનાં હજારો પુસ્તકો.માળિયા અને કબાટો પુસ્તકોથી છવાયેલા.તેમનાં પત્ની નેહાબહેન આખો દિવસ કકળાટ કર્યા કરે.”માસ્તરના ઘરમાં પુસ્તકોનાં ઢગલે ઢગલા.હું તો આ કબાટો અને માળિયા તથા પુસ્તકો ઉપરની ધૂળ સાફ કરી કરીને થાકી જાઉં છું.” તે બોલે તો ખરા પણ પોતે ય સારા પુસ્તકો જુએ તો ખરીદી લે.આખરે તો પોતે પણ સ્કૂલમાં ટીચર જ હતા ને?ઘણીવાર કિરણભાઈ અચાનક કહે,”નેહા,કાલે મારે કોલેજમાં થોડા વિદ્યાર્થીઓને ચર્ચાસભા માટે તૈયાર કરવાના છે.તેનાં વિષયો આવા છે.”એમ કરીને ચાર-પાંચ વિષયો કહે અને બોલે,”તને યાદ છે આ વિષય પર પેલા લેખકે ખૂબ સરસ પુસ્તક લખ્યું છે.આપણે બને જણાએ તે વાંચેલું છે.તે પુસ્તક ક્યાં છે?મને શોધી આપીશ?”નેહાબહેનનો આખો દિવસ તે પુસ્તક શોધવામાં નીકળી જાય.તેમના બાળકો વિનીત અને ઉષ્મા….તેમને પણ પુસ્તકો બહુ જ ગમે.નવરા પડે એટલે કબાટૉ  ખોલે અને પુસ્તકો આઘાપાછા કરી એક્-બે સારા પુસ્તકો કાઢી, વાંચે.ફરી તે પુસ્તકો આડઆવળા મૂકી દે.નેહાબહેન ગોઠવી ગોઠવીને થાકી જાય.દિવાળીની રજાઓમાં અને ઉનાળાના વેકેશનમાં સફાઈનો કાર્યક્રમ ચાલે.ખાસ્સા પંદરેક દિવસનો  જ પુસ્તકોની વચ્ચે દટાયેલા હોય.પુસ્તકો જોતા જાય બોલતા જાય;” અરે,જુઓ તો ખરા આમાં કેટલું સરસ લખ્યું છે…”પંદરેક દિવસ બાદ બધા પુસ્તકો પાછા કબટોમાં ને માળિયામાં મૂકાય.
આ વેકેશનમાં નેહાબહેને નક્કી કર્યું કે બધા જ પુસ્તકોને બ્રાઉન પેપરના પૂંઠા ચઢાવી દેવા અને દરેક પર કાળી શાહીથી નામ લખવા. તથા બધાજ પુસ્તકોને સમાવતું રજીસ્ટર બનાવવું જેથી જરૂર હોય ત્યારે શોધાશોધી ના કરવી પડે અને ઘરના બધા જ સભ્યો માટે નિયમ બનાવવો કે જે વ્યક્તિ જ્યાંથી પુસ્તક લે ત્યાં જ યોગ્ય રીતે પાછું મૂકે.કામ ઘણું કપરું અને સમય માંગી લે તેવું હતું પણ આ વખતે નેહાબહેન મક્કમ હતા.તેમને ઘરની લાયબ્રેરી વ્યવસ્થિત કરવી હતી.ઉનાળાનું લાંબું વેકેશન હતું એટલે બપોરે બીજું કાંઈ કામ થઈ ના શકે.તો પછી લાયબ્રેરીનું કામ શા માટે ના કરવું?
તેમણે વિનીત અને ઉષ્માને કામ સોંપ્યું,”તમારે ગુજરાતી,અંગ્રેજી,હિન્દી,સંસ્કૃત અને અન્ય ભાષાનાં પુસ્તકો..એમ થપ્પા કરવાના.”છોકરાંઓને તો મઝા પડી ગઈ.ફટાફટ કામ શરૂ થયું.નેહાબહેને કિરણ ભાઈને કહ્યું’તમે હવે વિષય પ્રમાણે પુસ્તકો અલગ પાડતા જાઓ.ઈતિહાસ,સાહિત્ય,કલા,જ્યોતિષશસ્ત્ર,પાકશસ્ત્ર,ભૂગોળ,વિજ્ઞાન,ગણિત….”તેમણે પણ કામ શરૂ કરી દીધું.નેહા બહેન બ્રાઉન પેપરેનો થપ્પો લઈ આવ્યા અને તેમણે પૂંઠા ચઢાવવાનું કામ શરૂ કરી દીધું.દસ પુસ્તકોને પૂંઠા ચઢે એટલે કાળી શાહીથી પુસ્તકની ઉપર અને તેની ધાર પર પુસ્તકનું નામ અને લેખકનું નામ લખે.કામ તો ધમધોકાર ચાલવા લાગ્યું.

ઘરનાં બધા જ સભ્યોનું ટાઈમટેબલ બની ગયું.સવારે બધાએ સાત વાગે ઉઠી જવાનું.ચા-દૂધ-નાસ્તો પતાવી, કિરણભાઈ છાપું વાંચી લે પછી નાહીધોઈને બજારનું કામકાજ કરી આવે.૧૨ વાગે ઘેર પાછા આવે.નેહાબહેન નાહીધોઈ,પૂજાપાઠ કરી રસોડું સંભાળે અને કામવાળી પાસે કામ કરાવી લે.વિનીત અને ઉષ્મા બગીચામાં છોડવાને પાણી પીવડાવી,નાહી ધોઈને થોડી સંગીતની પ્રેક્ટીસ કરી લે. વિનીત તબલા વગાડે અને ઉષ્મા સિતાર…પછી બંને મમ્મી-પપ્પાએ તેમને માટે કાઢેલા પુસ્તકો વાંચે.બાર વાગે બધા જ જમવા બેસી જાય.જમીને થોડો સમય વીસેક મિનિટ વામકુક્ષી કરે.પછી બધો રસાલો ઉપરના માળે જાય અને પુસ્તકોનું કામકાજ શરૂ થાય.બપોરે ત્રણેક વાગે બધાને શરબત કે ચા અને હળવો નાસ્તો  મળે. કામ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલે.પછી વિનીત અને ઉષ્મા સ્વીમીંગ માટે અને ત્યારબાદ રમવા જાય. નેહાબહેન છાપા વાંચે,ઘરનું બીજું કામકાજ પતાવે.શાકભાજી ખરીદી,મંદિરે દર્શન કરી પાછા આવે અને રસોઈનું કામ કરે.રાત્રે આઠ વાગે બધા જમી લે અને ફરી પુસ્તકોને પૂંઠા ચઢાવે.બધાના સહિયારા પ્રયત્નોથી એક મહિનામાં લાયબ્રેરી ટનાટન તૈયાર થઈ ગઈ.રજીસ્ટર પણ બની ગયું.વિનીતતો નવાઈ પામીને બોલ્યો,”પપ્પા,તમે જોયું?આપણા ઘરમાં ૨૨,૦૫૨  પુસ્તકો છે અને ૨૦૦૦ મેગેઝીન્સ.૫૦૦૦ પુસ્તકો વિજ્ઞાનના,૮૦૦ ગણિતના,૪૫૦૦ સાહિત્યના,૫૦ જ્યોતિષના,૩૫ પાકશાસ્ત્રના,૧૦૫ ઈતિહાસના,૧૪૦ ભૂગોળના,૨૫ કૃષિવિજ્ઞાનના,૧૨ સંગીતના,૧૦૫ વ્યાયામ અને યોગના,૫૦૦ આધ્યાત્મિક,૫૮૦ અન્ય ભાષાઓનાં,૨૦૦ કલાનાં..કિરણભાઈ હસતાં હસતાં બોલ્યા,આ જ તો આપણું સાચું ધન છે.તમે મોટા થાઓત્યાં સુધીમાં આ બધા પુસ્તકો વાંચી કાઢજો અને પછી કમાતા થાઓ ત્યારે બીજા નવા પુસ્તકો ખરીદજો.”
મહાન માણસોએ કહ્યું છે કે જેના ઘરમાં પુસ્તકો ના હોય તે ઘર સ્મશાન છે…..
ઘરનાં બધા સભ્યો ખુશ ખુશ હતા.તેમણે વેકેશનનો સમય સરસ રીતે પસાર કર્યો હતો અને સર્જનાત્મક કામ કર્યું હતું……

Entry filed under: ડાયરીનું એક પાનું.

એકાગ્રતા દીકરો મારો લાડકવાયો…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,372 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: