જીવનમાંથી જડેલું-૧

એપ્રિલ 12, 2008 at 1:06 એ એમ (am) 2 comments

બાલમિત્રો,
હું ખૂબ નાની હતી ત્યારે મારા માતા-પિતા એક વાત કહેતા.જે આજે ય મને બહુ જ યાદ આવે છે. હું મારા શબ્દોમાં લખું છું. તમે વાંચો અને તમને લાગે કે “ચાલોને, ટ્રાય તો કરીએ ….તો જરૂર કરજો અને પછી તમે તેમ કર્યા જ કરશો…
તે કહેતા સવારે પથારીમાંથી ઉઠો એટલે તરત ઉભા ના થઈ જઓ.
થોડીવાર…..માત્ર પાંચ કે દસ મિનિટ પથારીમાં પલાંઠીવાળીને,આંખો બંધ કરીને બેસો અને મનમાં જ કહો.
હે ભગવાન,આ પૃથ્વી પર કેટલા બધા પ્રાણીઓ છે, તેમાં તમે મને માણસ તરીકે મોકલી/મોકલ્યો, કેટલા બધા માણસો અપંગ હોય  છે,જાતજાતનાં રોગો અને શારિરીક તકલીફોવાળા હોય છે, તમે મને તંદુરસ્ત માણસ બનાવ્યો તે બદલ હું આપનો ખૂબ આભાર માનું છું. તમે મને એવા સંસ્કારી, કુટુંબ, સગવ્હાલા, મિત્રો  આપ્યાં કે જ્યાં બધા જ મને ખૂબ ચાહે છે અને હું ખૂબ આગળ વધું,બધાનું નામ રોશન કરું તેવું તેઓ ઈચ્છે છે અને તે માટે મને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે છે.આ બધાનો હું આભાર માનું છું.મને એવા મા-બાપ આપ્યા કે જેમણે મને ઉછેર્યો,અનહદ પ્રેમ આપ્યો, હું કાંઈ ખોટું કરતો હોઉં ત્યાં મને લડીને ટોક્યો અને પછી મને સાચો રસ્તો બતાવ્યો.આવા ઉત્તમ મા-બાપનો તથા મારા પ્રેમાળ ભાઈ-બહેનોનો હું આભાર માનું છું. હું સ્કુલમાં ભણવા જાઉં છું ત્યાં મારા શિક્ષકો સરસ ભણાવે છે,નવું નવું શીખવે છે, ભૂલ કરું ત્યાં ટોકે છે,મને મારા ભાવિ જીવન માટે તૈયાર કરે છે.હું ક્યાંય પાછો ના પડું તે રીતે મારું ઘડતર કરે છે.હું તેમનો આભાર માનું છું.
લીલાછમ વૃક્ષો,ગીત ગાતા પક્ષીઓ,ઉડાઉડ કરતા પતંગિયાં,રંગ રંગાના ફૂલો,આકાશ,તારા-ચન્દ્ર અને સૂરજ..આ બધું જ જોવું મને ખૂબ ગમે છે.આ કુદરતનો હું આભાર માનું છું.
આજનો મારો દિવસ આ બધાની સાથે ખૂબ આનંદમાં પસાર કરી શકું તેવી પ્રાર્થના કરું છું.

દોસ્તો, આવું વિચારતાં કાંઈ વધારે સમય નથી જતો. હું નાનપણથી રોજ આ પ્રાર્થના કરું છું.હમણા મારી ઉંમર ૫૮ વર્ષ છે.પણ મેં અનુભવ્યું છે કે આવી પ્રાર્થના કરવાની જો કોઈ દિવસ રહી જાય તો આખો દિવસ ગમતું નથી.જો આવી પ્રાર્થના કરી હોય તો આખો દિવસ એટલા આનંદમાં જાય છે કે વાત ના પૂછો. ગમે તેવો કસોટીનો સમય આવે, ગમે તેવા સંકટમાં મૂકાઓ…તમારો  અંદરનો આનંદ ક્યારે ઘટતો નથી….લોકો કહી ઉઠે છે…”આ તો આનંદી કાગડો છે..”
મેં તો આ અનુભવ લીધો છે …..તમે ય ટ્રાય કરી જુઓ…માત્ર એક અઠવાડિયા માટે…
અને તમને ગમે તો પછી કાયમ માટે ચાલુ રાખજો.

Advertisements

Entry filed under: પ્રેરકવાતો.

દીકરો મારો લાડકવાયો……. વેકેશન-૩

2 ટિપ્પણીઓ Add your own

  • 1. nilam doshi  |  એપ્રિલ 12, 2008 પર 2:49 પી એમ(pm)

    true…very true…nice i have also tried this

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  એપ્રિલ 17, 2008 પર 9:05 એ એમ (am)

    સરસ અમે પ્રેરણાદાયી વીચાર.
    પણ તારી પોતાની જ વાત હોય તો પુલ્લીંગ શબ્દો અપ્રતીતીકર છે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,318 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: