વેકેશન-૩

April 14, 2008 at 5:15 pm Leave a comment

વેકેશન-૩
કેતકી આજે ખૂબ ગુસ્સે હતી.ઘરનું બધું કામ પદ્યું હતું અને કામવાળી ગોમતી હજી આવી નહતી.આગલે તેણે જણાવ્યું પણ ન હતું કે તે નહીં આવે.કેતકી બબડતી બબડતી વાસણનો ઢગલો સાફ કરવા જતી હતી ત્યાં જ ગોમતી આવી અને કેતકી મોટા અવાજે બોલી,”કેટલું મોડું કર્યું. તને ખબર તો છે કે આજ્થી પીન્કીની પરીક્ષા શરૂ થાય છે.મારે આ બધું કામ કરવાનું અને તેને પરીક્ષા માટે તૈયારી કરાવવાની…”
ગોમતી બોલી,”બહેન હું કરું? આ મારી ભોલીને પણ આજથી જ પરીખ્ખા  હરુ થાય છે.તેને પેન,પેન્શેલ,પાટિયું બધું અપાવવાનું હતું.સ્કુલે તો તે જાતે જતી રહી.પણ મારા સાસુને સખત તાવ હતો એટલે તેમને દવાખાને લઈ જ્ઈ,ઈજેશન મૂકાયુ અને દવા લઈ તેમને પાઈ અને હમણાં થોડું હારુ થ્યુ તે કામ કરવા આવી.આ મુઈ ભોલી પણ પરીખ્ખા આપીને પાછે આવી જઈતી,પાછી મોટે મોટેથી રાગડા તોણીને વાંચે ને ડોહીમાને હખે હુવા નાદે. એટલે હારે લઈ આવી.”
પીન્કી અને ભોલી બંને ત્રીજા ધોરણમાં ભણે.બેય રમવા લાગ્યા અને પાછા પીન્કીની ચોપડીમાથી વાંચવા લાગ્યા.ભોલી બોલી,”તે પીન્કીબેન્ તમે મને સવાલ પુસો ને હું તમેને પૂસું.” બંનેની કંપની સારી જામી ગઈ.કેતકીએ જોયું કે પીન્કીને ભોલી જોડે વાચવાની મઝા આવે છે.તેણે ગોમતીને કહ્યું,”તું રોજ ભોલીને સાથે લેતી આવજે.બે છોકરીઓ સાથે વાંચશે.”
ગોમતી બોલી,”બેન,મારે તો પાંચ ઘરના કામ સે.આ ભોલડીને ક્યાં હારે લઈને ફરું?”
કેતકી બોલી,”તે ભલેને અહીં વાંચે.તું બધા કામ પતાવીને ઘેર જાય ત્યારે ભોલીને લઈ જ જે.”
ગોમતી કહે,”હારું બેન્,તમે કહો તે ઠીક.”
હવે તો બેય છોકરીઓ સાથે વાંચવા લાગી.કેતકી બંનેને જમાડતી,નાસ્તો આપતી,શરબત કે ફળો આપતી.કેતકીએ જોયું કે પીન્કીની માંગણીઓ ઓછી થવા લાગી.ધમાલ પણ ઘટી ગઈ.ખાવામાં પીન્કી ઘણા નખરા કરતી.આ ભાવે ને આ ના ભાવે.તે બધું બંધ થઈ ગયું.ભોલી ભણવામાં થોડી નબળી હતી. તેને કોણ ભણાવે?કોણ શીખવાડે?”
કેતકી અને પીન્કી તેને શીખવવા લાગ્યા.બેયની પરીક્ષાઓ પતી ગઈ.હવે ભોલી એક દિવસ ગોમતી સાથે ના આવી.પીન્કી તરત જ બોલી,”આજે તમે ભોલીને કેમ ના લાવ્યા?પપ્પાએ તો અમને બંનેને નવું નવું શીખવવા ક્લાસમાં ફી ભરી દીધી છે.જાઓ અને ભોલીને લઈ આવો.”
ગોમતી ઘેર ગઈ અને ભોલીને લઈ આવી.પીન્કી અને ભોલીએ તો ક્લાસમાં જવાનું શરૂ કરી દીધું.કેતકીને કામ પ્રસંગે બહારગામ જવાનું થયું.પીન્કી બોલી,” મમ્મી,હું તારી સાથે નહીં આવું.ગોમતીબેન અમારે માટે રસોઈ બનાવી દેશે.ભોલી અહીં મારી સાથે જ રહેશે.તું તારે જા.”
કેતકી ના છૂટકે એકલી જ બહારગામ ગઈ.પંદર દિવસ પછી આવીને જોયું તો નવાઈ જ પામી ગઈ.
પીન્કી કૉઈના ય કહ્યા  જાતે જ ડાઈનીંગટેબલ પર પોતુ કરતી,પ્લેટફોર્મ લૂછતી અને કચરો પડે કે તરત જ સાવરણી લઈને વાળી લેતી.કપડા સુકાય કે તરત લાવીને ગડી કરતી અને બગીચામાં છોડવાને નાનકડી ડોલથી પાણી પીવડાવતી.
અને આ ભોલડી જ કે બીજું કોઈ?કેટલી વ્યવસ્થિત તૈયાર થઈને આવે છે? બોલે છે પણ કેટલું શુદ્ધ. નીચે નમીને કેતકીને પગે લાગી.
ગોમતી બોલી,”બેન,પીન્કીબેને તો મારી ભોલીને હાવ જ બદલી નાંખી હોં. ભગવાન તમારા બધાનું ભલું કરજો”
બંનેનું પરિણામ આવ્યું અને બધાને નવાઈ લાગી પીન્કી પહેલા નંબરે પાસ થઈ અને ભોલી પણ ખૂબ સાર માર્ક લાવી પાસ થઈ.
કેતકીએ જોયું કે બેય છોકરીઓએ વેકેશનમાં ખૂબ સરસ ચિત્રકામ,માટીકામ કર્યું.કેટલા બધા ગ્રીટીંગકાર્ડ બનાવ્યા,બેયને તરતાં પણ આવડી ગયું…..
કેતકી બોલી,”અરે વાહ, તમે બેય જણે તો વેકેશનો બહુ જ સરસ ઉપયોગ કર્યો.હવે દર વર્ષે આમ સરસ,સરસ,નવું,નવું શીખજો.”

Entry filed under: ડાયરીનું એક પાનું. Tags: .

જીવનમાંથી જડેલું-૧ લલ્લુભાઈની કરામત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

April 2008
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: