ખમણ ઢોકળા

April 17, 2008 at 8:54 am 5 comments

બાળકોને ભાવતી વસ્તુઓમાં ખમણ ઢોકળાનો સમાવેશ થાય છે.અહીં બે રીત આપેલી છે.મારા અનુભવથી કહી શકું કે બીજી રીત ખૂબ સરળ છે અને એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે.

ખમણ ઢોકળા(રીત-૧)
સામગ્રી
૨ ક્પ ચણાની દાળ
૧ કપ અડદની દાળ
૧-કપ ખાટું દહીં
૧ ચમચી તેલ
૧/૨ ચમચી સોડાબાઈકાર્બ
૧ ચમચી રાઈ
૧/૨ ચમચી હીંગ
સ્વાદ પ્રમાણે મીઠું
સ્વાદ પ્રમાણે ખાંડ
૧ ચમચી હળદર

 શણગાર માટે  ગાજરની ઉભી ચીપ્સ
કોથમીરનાં પાન(બારીક સમારેલી કોથમીર)
કોપરાનું છીણ

રીત-
૧-ચણાની અને અડદની દાળને અલગ અલગ ધોઈ અને સહેજ ગરમ પાણીમાં અલગ અલગ બે કલાક સુધી પલાળી રાખો.
૨-બંને દાળને મીક્સરમાં કરકરી પીસો અને ઘટ્ટ પેસ્ટ બનાવો.તેમાં ખાટું દહીં નાંખો.
૩-તેમાં મીઠું,ખાંડ,હળદર,તેલ,સોડાબાઈકાર્બ ઉમેરો અને ચમચાથી હલાવો.
૪-થાળીમાં તેલ લગાવી આ મિશ્રણને ઠાલવો અને તે કુકરમાં મૂકી,૧૨ મિનિટ બફાવા દો.
૫-ઠરે એટલે તેની પર ચોરસ કાપા પાડી,કટકા ઉખાડો.
૬-હવે તાવડીમાં તેલ મૂકી,તેમાં રાઈ અને હીંગ નાંખી,કટકા વઘારો.
૭-ઉપર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવો.
૮-જો  તીખાશ લાવવી હોય તો બે લીલા મરચાના કટકા વઘારમાં નાંખવા.

ખમણ ઢોકળા(રીત-૨)
સામગ્રી
૧ કપ રવો(સોજી)
૧ કપ ચણાનો લોટ(વેસણ)
૨ કપ કાટી છાશ
૨ ચમચી ખાંડ
સ્વાદ્દ પ્રમાણે મીઠું
તેલ
૧ ચમચી સોડાબાઈકાર્બ
 બે ચમચી રાઈ
બે લીલા મરચા
૨ ચમચા બારીક સમારેલી કોથમીર

શણગાર માટે  ગાજરની ઉભી ચીપ્સ
૨ ચમચા કોપરાનું છીણ
૧/૨ ચમચી હીંગ
રીત.
૧-રવો અને વેસણ ભેગા કરી તેમાં ખાટી છાશ ઉમેરો.
૨-ચમચાથી બરાબર મીક્સ કરો.
૩-તેમાં મીઠું,ખાંડ નાંખો અને તેને ફીટ ઢાંકો
૪-હુંફાળા વાતાવરણમાં થોડીવાર(૧ કલાક) રહેવા દો
૫-હવે એક વાડકીમાં સોડાબાઈકાર્બ,તેલ અને પાણી ભેગાકરી બરાબર હલાવી તે દૂધીયા રંગનું થાય એટલે ખમણનાન મિશ્રણમાં ઉમેરો.
૬-બધું જ બરાબર હલાવો અને તેલ લગાવેલી થાળીમાં ઠાલવો
૭-કુકરમાં મૂકી ૨૦ મિનિટ માટે બાફો
૮-ઠંદું પડે ત્યારે ચોરસ કટકા કાપો.
તાવડીમાં તેલ મૂકી તેમાં રાઈ,હીંગ.લીલા મરચાના ટૂકડા નાંખી વઘારો.
૯-ઉપર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવો

 

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

સફરજન ચાલો પ્રયોગ કરીએ-૧

5 Comments Add your own

 • 1. D S  |  April 23, 2008 at 5:24 am

  Hi Rajeshwari,
  i am impressed from your this informative blog.
  Nice Blog for all……
  Keep it up…..
  God Bless You.
  Regards,
  D S | Dharak Sandeep
  Internet Marketing india

  Reply
 • 2. Dhwani  |  April 23, 2008 at 4:21 pm

  WOW….yummy… Aunty…hu aavu chhu India.. Khaman dish malshe ne..!!hahhaaa..

  Reply
 • 3. નીલા  |  April 24, 2008 at 11:17 am

  અજમાવવા જેવી રેસેપી છે.

  Reply
 • 4. rajeshwari  |  April 24, 2008 at 11:49 am

  Dhvani,
  Do come soon……I am in need of some shikar….u will have to taste not only khaman but many items….
  Waiting for u other wise I will have to come to LOndon again….

  Reply
 • 5. rajeshwari  |  April 24, 2008 at 11:51 am

  Neelaben,
  Do try. It is very easy and I have tried the second one many times.Very very easy and takes a very little time.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,936 વાંચકો

દિવસવાર ટપાલ

April 2008
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: