ચાલો પ્રયોગ કરીએ-૧

એપ્રિલ 18, 2008 at 11:41 એ એમ (am) 2 comments

જુદી જુદી સપાટીએ તરતા ઘન પદાર્થો

સાધનો-
૧-પારો,કર્બન ટેટ્રાક્લોરાઈડ, કેરોસીન તેલ
૨-લોખંડના ટૂકડા,એબોનાઈટ, મીણના ટૂકડા,લાકડાનું બૂચ
૩-કાચનો લાંબો નળાકાર
રીત-
૧-કાચના નળાકારમાં એક પછી એક પારો,કાર્બન ટેટ્રાક્લોરાઈડ,પાણી અને કેરોસીન રેડો
૨-તેમાં એક પછી એક,લોખડના ટૂકડા,એબોનાઈટ,મીણના ટૂકડા,લાકડાનું બૂચ નાંખો
૩-લોખંડના ટૂકડા,એબોનાઈટ,મીણના ટૂકડા,લાકડાનું બૂચની ઘનતા સરખાવો.
૪-વસ્તુનો પ્રવાહી પર તરવાનો આધાર કઈ બાબત પર હોય છે?વિચારો.
સમજૂતી-
૧-લોખંડ પારા પર,એબોનાઈટ કાર્બન ટેટ્રાલ્કોરાઈડ પર,મીણ પાણી પર અને બૂચ કેરોસીન પર તરે છે.
૨-પ્રવાહીની ઘનતા ચઢતા ક્રમમાં -કેરોસીન,પાણી,કાર્બન ટેટ્રાક્લોરાઈડ અને પારો
૩-ઘન પદાર્થોની ઘનતા ચઢતા ક્રમમાં-બૂચ્,મીણ,એબોનાઈટ,લોખંડ
૪-વસ્તુની ઘનતા પ્રવાહીની ઘનતા કરતાં ઓછી હોય તો તેનું વજન ગમે તેટલું હોવા છતાં તે ઉપર તરે છે.પણ જો  વસ્તુન ઘનતા, પ્રવાહીની ઘનતા કરતાં વધારે હશે તો તે સામાન્ય રીતે પ્રવાહીમાં ડૂબશેો તેનો આકાર બદલવામાં આવે તો તે ઓછી ઘનતાવાળા પ્રવાહી ઉપર પણ તરે છે.લોખંડની ઘનતાપાણી કરતાં વધારે હોવાથી તે પાણીમાં ડૂબે છે પરંત લોખંડને સ્ટીમરનો આકાર આપવામાં આવે છે ત્યારે તે નદી કે દરિયાના પાણી ઉપર તરે છે.કોઈ પણ વસ્તુને પ્રવાહી પર મૂકતાં તે પોતાના વજન જેટલું પ્રવાહી ખસેડે છે.વસ્તુએ ખસેડેલા પ્રવાહીનું વજન તે વસ્તુના વજન કરતાં વધારે હોય તો વસ્તુ પ્રવાહી પર તરે છે.

Advertisements

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

ખમણ ઢોકળા પુત્રીજન્મનાં વધામણાં

2 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  એપ્રિલ 19, 2008 પર 4:36 પી એમ(pm)

    અહીં તો આવા પ્રયોગ કરતાં ખૂબ સાવચેતી રાખવી પડે!
    તેમા પારાનો તો એવો ડર કે દરેક વસ્તુમાં તેનું પ્રમાણ જોવાય અને
    થરમોમીટર કે બ્લડ પ્રેશર માપવાનૂ સાધનમાં પણ પારો ચલાવી ન લે

    જવાબ આપો
  • 2. rajeshwari  |  એપ્રિલ 19, 2008 પર 5:15 પી એમ(pm)

    પ્રિય પ્રગ્નાબેન,
    આપણે તો અહીં વિવિધ પ્રવાહીની ઘનતા અને પદાર્થની ઘનતાની સમજ મેળવવા માટે પ્રયોગ કરીએ છીએ.જે શક્ય ના હોય તે જવા દેવું.ભારતમાં પારાનો ઉપયોગ શિક્ષકની હાજરીમાં કરવા દેવાય છે.મેં જાતે વિદ્યાર્થીઓ પાસે પ્રયોગો કરાવ્યા છે.બાળકો ખૂબ સમજુ અને આજ્ઞાંકિત હોય છે,તેવો મારો અનુભવ છે.ખરેખર ભારતનાં બાળકો નસીબદાર કહેવાય કે આવા બંધનો તેમને નડતા નથી.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 212,919 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: