પુત્રીજન્મનાં વધામણાં

એપ્રિલ 19, 2008 at 9:27 એ એમ (am) 17 comments

“દીકરો મારો લાડકવાયો” એ હાલરડું મૂક્યા પછી વિચાર આવ્યો કે દીકરી માટે હાલરડું કયું? અહીં એક ગીત છે (જનનીની જોડ સખી નહીં જડે રે લોલ)ના ઢાળમાં ગાઈ શકાય તેવું.તે હાલરડા તરીકે પણ કામ લાગે…
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે રે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
નભથી પધારી મારી તારલી રે લોલ
અંગે અંગે તે ઓતપ્રોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
લેજો રે લોક એનાં વારણાંરે લોલ
પુત્રી તો આપણી પુનાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
ઓસરિયે,આંગણિયે,ચોકમાં રે લોલ્
વેણીના ફૂલની વધાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલા
અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ્
લાડલી લાવી આ ઘેર ઘેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
સરખાં સહુ હેત એને સીંચજો રે લોલ્
લીલા સપનાની જાણે લહેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
બાપુની ઢાલ બને દીકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
ઉગમણે પહોર રતન આંખનું રે લોલ
આથમણી સાંજે અજવાસ રે
રમતી રાખોને એની રાગિણી રે લોલ
આભથી ઉંચેરો એનો રાસ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
—મકરન્દ દવે

Advertisements

Entry filed under: હાલરડાં.

ચાલો પ્રયોગ કરીએ-૧ રેતીમાં પડેલાં પગલાં

17 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 19, 2008 પર 4:30 પી એમ(pm)

  મકરંદ દવેનું ભાવવાહી હાલરડુ ગમ્યું
  બદનસીબ છે તેઓ
  જેને ઘેર દિકરી નથી

  જવાબ આપો
 • 2. rajeshwari  |  એપ્રિલ 19, 2008 પર 5:23 પી એમ(pm)

  પ્રિય પ્રગ્નાબેન,
  મારે બે દીકરાઓ જ છે.પંચમ શુક્લ અને કાર્તિક શુક્લ–એ રીતે જોતાં તમે કહ્યા પ્રમાણે હું બદનસીબ કહેવાઉં….પણ એકે હજારા જેવા બે પુત્રો આપીને ભગવાને મને ધન્ય કરી દીધી છે અને પુત્રવધુઓએ મને દીકરીની માતા હોવાનું ગૌરવ આપ્યું છે.

  જવાબ આપો
 • 3. Krupa  |  એપ્રિલ 20, 2008 પર 9:03 પી એમ(pm)

  તમારો ખુબ ખુબ આભાર. ખરા અર્થ મા કહિયે તો ભાગ્યવાન અમે (હું અને ધ્રુતિ)છીયે કે અમને તમારા અને પપ્પા જેવા સાસુ-સસરા મળ્યા. તમને પ્રણામ.

  જવાબ આપો
 • 4. pragnaju  |  એપ્રિલ 21, 2008 પર 2:33 એ એમ (am)

  મુ રાજેશ્વરીબેનશ્રી,
  તમારી ઉચ્ચ સ્થિતીએ તો ભેદ દ્ર્ષ્ટી જ ન રહે!
  મીરાં એ વ્રજમાં કહ્યું હતું તેમ કૃષ્ણ જ પુરુષ અને
  બાકી સૌ સ્ત્રી સ્વરુપ જ છે ને-
  અને
  બાકીની ઓળખાણ પંચમ શુક્લ -(પ્રત્યાયન) આપશે

  જવાબ આપો
 • 5. Dhwani  |  એપ્રિલ 23, 2008 પર 4:27 પી એમ(pm)

  khub j saras chhe aa halardu…joke me pahelivaar j vaanchyu..

  And ya, Aunty n Krupabhabhi mate to kahi j shaku..k pahela mane j na hati khabar padi k Aunty Panchambhai na mummy chhe k Krupabhabhi na..!!

  જવાબ આપો
 • 6. rajeshwari  |  એપ્રિલ 23, 2008 પર 4:47 પી એમ(pm)

  Dhvani,
  Thanks for the compliments….You can judge as you observed at London.

  જવાબ આપો
 • 7. Arvind Patel  |  એપ્રિલ 23, 2008 પર 5:37 પી એમ(pm)

  ખૂબજ સરસ બ્લૉગ.
  આજની આધુનિક પેઢી માટેઆ બ્લૉગમા ઘણું બધું છે.
  અરવિંદભાઈ, યુ.કે.થી.

  જવાબ આપો
 • 8. chetu  |  એપ્રિલ 23, 2008 પર 7:36 પી એમ(pm)

  ખૂબ સરસ હાલરડું છે.. દિકરીઓ નુ મહત્વ તો દિકરઓ થી વધારે હોવુ જોઇએ પણ અફસોસ આપણા સમાજ મા હજુ યે દિકરઓ ને વધારે મહત્વ અપાય છે …

  અને હા મને સહેજ ખ્યાલ તો હતો જ કે શાયદ આપ જ શ્રી પંચમ ભાઇ ના મમ્મી છો…પુ દાદા ના બહેન છો એ તો ખ્યાલ જ હતો….

  જવાબ આપો
 • 9. nilam doshi  |  એપ્રિલ 27, 2008 પર 4:14 એ એમ (am)

  હું તો સદાયે દીકરીની પક્ષપાતી….તેથી મને તો ખૂબ ગમે તે સ્વાભાવિક છે. અભિનન્દન..રાજેશ્વરીબહેન..

  એકે હજારા જેવા દીકરા માટે અભિનન્દન તો ખરા જ…

  અને દીકરી જેવી જ પુત્રવધૂઓ માટે પણ તમારી વાત સાવ સાચી છે. છતાં……..

  દીકરી એટલે દીકરી…એટલું તો કહીશ જ..
  મારે પણ એવો જ દીકરો છે…છતાં……દીકરીની વાત કંઇક ન્યારી જ છે.
  એ અનુભવ અલગ જ છે.

  જવાબ આપો
 • 10. rajeshwari  |  એપ્રિલ 27, 2008 પર 7:19 એ એમ (am)

  નીલમબેન,
  હું કોઈનાય માટે પક્ષપાતી નથી.ઈશ્વર વ્યક્તિની લાયકાત મુજબ સંતતિ આપે છે.કોઈની લાયકાત અને કૌશલ્ય માત્ર પુત્ર માટેનાં હોય,કોઈના માત્ર પુત્રી માટેનાં હોય,કોઈનાં બંને માટેનાં હોય અને ક્યારેક હોય જ નહીં….
  ઈશ્વરે જે આપણને આપ્યું છે તે આપણા સ્વભાવ.લાયકાત,કૌશલ્ય અને પ્રારબ્ધ અનુસાર જ હોય છે.જે છે તે યથાયોગ્ય જ છે….

  જવાબ આપો
 • 11. સુરેશ જાની  |  મે 4, 2008 પર 11:15 એ એમ (am)

  દીકરી હોય કે દીકરો. મા-બાપનું વાત્સલ્ય તો એકસરખું જ હોય.

  સચ્ચીદાનંદ સ્વામીનું વાક્ય યાદ આવી ગયું. –
  ‘ મા બાળકને પ્રેમ કરે એ તો એની પ્રક્રુતી છે. બાળક માને પ્રેમ કરે એ સાચી સંસ્ક્રુતી છે. ‘
  આશા રાખીએ કે આ પ્રક્રુતી અને સંસ્ક્રુતી જેટની ઝડપથી દોડતા સમાજમાં ભુલાય નહીં.

  જવાબ આપો
 • 12. rajeshwari  |  મે 4, 2008 પર 3:52 પી એમ(pm)

  શ્રદ્ધા અને વિશ્વાસ બહુ મહત્વની વસ્તુ છે.મા-બાપ બાળકોને ભરપૂર પ્રેમ કરે તો બાળકો પણ તેમ જ કરે….ભરપૂર શ્રદ્ધા..આને બાળકોમાં અપરમપાર વિશ્વાસ…ાપણા સંસ્કાર અને સંસ્કૃતિ ક્યારે ય નષ્ટ નહીં જ થાય..આ પણ ભરપૂર વિશ્વાસ છે….

  જવાબ આપો
 • 13. jayeshupadhyaya  |  મે 5, 2008 પર 9:52 એ એમ (am)

  રાજેશ્વરીબહેન
  દીકરી પ્રત્યેનો ભાવકોનો પક્ષપાત જોયો માણ્યો અને ગમ્યો કારણ મારે પણ એક દીકરી અને એક દીકરો છે
  ફીલ્મની વાત કરીયે તો બે ગીત દીકરી માટે યાદ આવે છે
  1)નન્હીસી પરી મેરી લાડલી-દીલ એક મંદીર
  2)મેરે ઘર આયી એક નન્હી પરી-કભી કભી

  જવાબ આપો
 • 14. Hardik Trivedi  |  સપ્ટેમ્બર 17, 2008 પર 12:55 પી એમ(pm)

  mare be twins baby che. te na mate halardu video song mail karva vinati che.

  જવાબ આપો
 • 15. Dhaval Singala  |  જાન્યુઆરી 24, 2012 પર 12:58 પી એમ(pm)

  koi divasha ma Ane bap ne Bhula so nahi A maro Abhipray Che

  જવાબ આપો
 • 16. SANJAY UDESHI  |  ફેબ્રુવારી 20, 2012 પર 9:43 એ એમ (am)

  SARAS !!!

  જવાબ આપો
  • 17. dushyant  |  જુલાઇ 26, 2013 પર 4:18 પી એમ(pm)

   dikri no halrdu vanchi aje paheli var ankh mathi harkh na ansu avi gaya…..vah makrandji kahevu padse……..

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 230,154 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: