વેજીટેબલ પાઈ

એપ્રિલ 24, 2008 at 6:14 એ એમ (am) 3 comments

આજે ૨૪ એપ્રિલ –પંચમના જન્મદિવસે એક ખાસ વાનગી રજુ કરું છું
સામગ્રી-
૫૦૦ ગ્રામ મેંદો
૧૦૦ગ્રામ માખણ
૧૦૦ ગ્રામ ગાજર
૧૦૦ ગ્રામ ફણસી
૧૦૦ ગ્રામ પાકા ટમેટા
૧૦૦ ગ્રામ લીલા વટાણા
૧૦૦ ગ્રામ લીલી કોબીજ
૧૦૦ ગ્રામ બીટ
કોથમીર બારીક કાપેલી
૩ લીલા મરચા
નાનો ટૂકડો આદુ
૨ ચમચા તેલ
૨ ચમચા ખાંડ
૨ ચમચા કોપરાનું છીણ
૧ ચમચી હીંગ
મીઠું સ્વાદ પ્રમાણે
નાની વાટકી જેટલી કોથમીરની ખાટીમીઠી લીલી ચટણી
ટ્મેટો કેચઅપ
રીત-
૧-મેંદામાં ૫૦ ગ્રામ જેટલું માખણ ભેળવી, લોટ બાંધી,મૂકી રાખવો.જો સોલ્ટેડ માખણ હોય તો મીઠું ન નાખવું પણ સાદું,મોળું માખણ હોય તો સ્વાદ પ્રમાણે મીઠું નાંખવું
૨-બીટની છાલ ઉતારવી અને ગાજરને ઉપરથી છોરી નાખવા.
૩-ફણસી,બીટ,ગાજર,ટમેટા,લીલા મરચા,આદુ બધાના નાના ટૂકડા કરવા.
૪-કોબીજને છીણી નાંખવી.
૫-હવે ફણસી,લીલા વટાણા,કોબીજ,બીટ,ગાજર બધું બાફી નાંખવું.
૬-તાવડીમાં તેલ મૂકી,હીંગ નાંખી લીલા મરચાના ટૂકડા,આદુના ટૂકડા નાંખી,બધા બાફેલા શાકભાજી તેમાં નાંખી વઘારો.મીઠું,ખાંડ,કોપરાનું છીણ ઉમેરો.
૭-બરાબર હલાવી,ઉપર કોથમીર ભભરાવો.
૮-શાકભાજીના આ તૈયાર મસાલામાં પાણી સહેજ પણ ન રહે તેનું ધ્યાન રાખો
૯-હવે બાંધેલા મેંદાના લોટના અડધા ભાગનો રોટલો વણી લો
૧૦-પાઈ ટ્રેમાં માખણ લગાડી આ રોટલો મૂકી દો.
૧૧-રોટલા પર બાફેલો શાકભાજીનો મસાલો પાથરી દો
૧૨-બાકી રહેલા અડધા લોટનો મોટો રોટલો વણી, તેની પાતળી પટ્ટીઓ કાપો.
૧૩-આ પટ્ટીઓ ઉભી અને આડી મસાલા પર લગાવો
૧૪-છેલ્લે એક સળંગ પટ્ટી ગોળાકારએ લગાવો
૧૫-હવે પાઈ ટ્રેને તપાવેલા ઓવનમાં મૂકો અને ઉપર તથા નીચે ગુલાબી રંઅ થાય ત્યાં સુધી શેકાવા દો
૧૬-પીરસતા પહેલા દરેક ચોરસ ખાનામાં એકાંતરિક રીતે ટમેટો કેચઅપ અને કોથમીરની લીલી ચટણી મૂકો.

લો…..આકર્ષક વેજીટેબલ પાઈ તૈયાર

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

અજવાળી રાત ૨૫ મી એપ્રિલ-રાષ્ટ્રીય DNA દિવસ

3 ટિપ્પણીઓ Add your own

 • 1. નીલા  |  એપ્રિલ 24, 2008 પર 11:15 એ એમ (am)

  પંચમને જન્મદિવસનાં વધામણાં
  તમારી પાઈ મોંમા પાણી લાવે છે.

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 24, 2008 પર 7:41 પી એમ(pm)

  પંચમના જન્મદિવસ અભિનંદન્
  જન્મદિવસ આવે છે –
  શુભને સારું સંકલ્પ કરવા;
  અશુભને અંજલિ આપવા;
  શ્રદ્ધાને બળવત્તર બનાવવા;
  આશા અને ઉલ્લાસને દ્વિગુણિત કરવા;
  નિરાશને નવજીવન ધરવા;
  શેષ રહેલી સફર સારું સામગ્રી
  કે
  સાધનનો સંચય કરવાનો અવસર આપવા;
  અને એવી રીતે અવની પરના અસ્તિત્વને
  અવનવું, અસાધારણ, આકર્ષક, અમીમય, અમર કરવા.

  જવાબ આપો
 • 3. rajeshwari  |  એપ્રિલ 25, 2008 પર 5:36 એ એમ (am)

  પ્રિય પ્રજ્ઞાબેન,
  આપના આશિર્વાદ સદાય પંચમને મળ્યા કરે તેવી પ્રાર્થનાઆપની શુભેચ્છાઓ બદલ ધન્યવાદ.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 224,480 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: