૨૫ મી એપ્રિલ-રાષ્ટ્રીય DNA દિવસ

April 25, 2008 at 7:40 am 3 comments

૨૫ મી તારીખ..રાષ્ટ્રીય DNA દિવસ
તેના વિષે થોડી વાતો કરી લઈએ.
DNA ની શોધમાં ઘણા વૈજ્ઞાનિકોનો ફાળો છે. પણ સૌ પ્રથમવાર વોટ્સન અને ક્રીક નામના વૈજ્ઞાનિકોએ તેનું અણુમોડેલ શોધ્યું.

 જેમ્સ વોટ્સન    ફ્રાન્સીસ ક્રીક

એના માટે તેમને ઈ.સ્.૧૯૫૩ ના ફેબ્રુઆરી માસના અંતિમ દિવસે નોબલ પારિતોષિક એનાયત થયું.
આપણા શરીરના તમામ કોષોમાં કોષકેન્દ્ર હોય છે.આ કોષકેન્દ્રમાં રંગસૂત્રજાળ(Chrometin network) હોયછે. તે DNA ની બનેલી હોય છે. તેનું પૂરું નામ ડીઓક્સિરીબોઝ ન્યુક્લીઈક એસિડ છે.તેમાં ત્રણ મુખ્ય ઘટકો હોય છે.
૧-ડીઓક્સિરીબોઝ નામની પેન્ટોઝ શર્કરા(Deoxyribose sugar)
૨-ફોસ્ફોરિક એસિડ(Phosphoric acid)
૩-નાઈટ્રોજન બેઈઝ(પ્યુરીન Purine  અને પીરીમીડિન Pyrimidine પ્રકારના)
પ્યુરીન બેઈઝમાં બે રીંગવાળું માળખું જોવા મળે અને પીરીમીડિન બેઈઝમાં માત્ર એક જ રીંગવાળું માળખું જોવા મળે.
પ્યુરીન બેઈઝ તરીકે અડીનાઈન(Adenine-A) અને ગ્વાનીન(Guanine-G) હોય છે અને પીરીમીડીન બેઈઝ તરીકે સાયટોસીન (Cyticine-C)અને થાયમીન(Thymine-T) હોય છે.
જ્યારે DNA ની રચના થાય ત્યારે એડીનાઈન(A)ની સામે થાયમીન(T) ગોઠવાય છે અને સાયટોસીન(C)ની સામે ગ્વાનીન (G)ગોઠવાય છે. A અને Tની વચ્ચ્એ  દ્વિબંધ ને CઅનેT ની વચ્ચે ત્રિબંધ હોય છે. આમ DNA માં પ્યુરીન અને પ્યુરીન અને પીરીમીડીન બેઈઝનું પ્રમાણ સરખું જ હોય છે.

ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે એક ફોસ્ફોરિક એસિડનો અણુ.એક પેન્ટોઝ શર્કરાનો અણુ અને એક નાઈટ્રોજન બેઈઝનો અણુ જોડાય ત્યારે ન્યુક્લીઓટાઈડ(nucleotide)નો એક અણુ બને છે જેને મોનોન્યુક્લીઓટાઈડ કહેવાય. આવા બે અણુ ભેગા થાય ત્યારે ડાય ન્યુક્લીઓટાઈડનો એક અણુ બને અને મોનોન્યુક્લીઓટાઈડના અનેક અણુ જોડાય ત્યારે પોલીન્યુક્લીઓટાઈડની એક શૃંખલા બને. આવી બે શૃંખલાઓ બન્યા પછી તે એકબીજા સાથે અમળાય ત્યારે  DNA નો એક અણુ બને.DNA ની બંને શૃઉખલાઓ વચ્ચેનું અંતર ૨૦ A* એંગસ્ટ્રોમ હોય છે.એટલે કે  અક્ષથી બંને બાજુએ ૧૦-૧૦ A* એંગસ્ટ્રોમ. DNAના એક કુંતલની લંબાઈ ૩૪ A* એંગસ્ટ્રોમ હોય છે અને એક કુંતલમાં દસ પગથિયા જેવી રચના હોય છે આથી નજીક નજીકના બે પગથિયા વચ્ચેનું અંતર ૩.૪ A*  એંગસ્ટ્રોમ થાય છે.ની એક શૃંખલા ૩’૫’છેડો કહેવાય છે અને બીજી શૃંખલા ૫’૩’ છેડો કહેવાય છે.આ બંને શૃંખલાઓને વન વે ટ્રાફીક(એક માર્ગીય પરિવહન)સાથે સરખાવી શકાય.

                      

                               DNA અણુમોડેલ

 DNA નાં કાર્યો
૧- DNA નું સ્વયંજનન(એક DNA માંથી બીજા DNA નું સર્જન થઈ શકે છે.
૨-DNA માંથી વિવિધ પ્રકારના RNAનું પણ સર્જન થાય છે.જેને સંદેશક RNA(m-RNA-Messenger RNA), વાહક RNA ( t-RNA-Transfer RNA). રીબોસોમલ RNA( r-RNA-Ribosomal RNA)  કહે છે.
૩-તે કોષમાં પ્રોટીનના નિર્માણનું કાર્ય કરે છે.
૪-તે જનીનોની ઉત્પત્તિ કરે છે
૫-જનીનો દ્વારા દરેક સજીવને વિશિષ્ઠ લક્ષણો પ્રાપ્ત થાય છે.જેમકે ચામડીનો રંગ,વાળનો રંગ,શરીરની ઊંચાઈ વિગેરે
૬-તે કોષવિભાજનનું મહત્વનું કાર્ય કરે છે.
૭-કોષવિભાજનથી સજીવની વૃધ્ધિ અને વિકાસ થાય છે.
૮-તે વારસાગત લક્ષણો આપે છે અને આ લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય છે.
૯-તેની રચનામાં ફેરફાર થાય તો લક્ષણો બદલાતાં વિકૃતિ આવે છે.

Advertisements

Entry filed under: દિન મહિમા.

વેજીટેબલ પાઈ બ્રેડલી

3 Comments Add your own

 • 1. pragnaju  |  April 27, 2008 at 5:32 pm

  બાળકો/મોટેરા બધા માટે માહિતીપ્રદ લેખ.
  એક પુખ્ત વયનાની કુલ ડી.એન.એ.ની ગણત્રી
  the multiplication of (length of 1 bp)(number of bp per cell)(number of cells in the body)
  (0.34 × 10-9 m)(6 × 109)(1013)
  2.0 × 1013 meters
  એટલે કે અહીંથી સૂર્ય સુધી અને પરત એવી આશરે ૭૦ ટ્રીપ!
  આ અંગે બીજા લેખો પણ મળશે તેવી આશા

  Reply
 • 2. સુનીલ શાહ  |  April 28, 2008 at 1:37 pm

  સરસ માહીતી બદલ ધન્યવાદ.

  Reply
 • 3. સુરેશ જાની  |  April 29, 2008 at 8:51 am

  સરસ માહીતી

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,658 વાંચકો

દિવસવાર ટપાલ

April 2008
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: