Archive for મે, 2008
કોબીજ પનીર કોન
સામગ્રી :-
કોબી – ૨૫૦ ગ્રામ
સીંગદાણા – ૧૫૦ ગ્રામ
પનીર – ૧૦૦ ગ્રામ
મેંદો – ૨૫૦ ગ્રામ
ચોખાનો લોટ – ૧ ચમચો
વાટેલા આદુ મરચા – ૨ ચમચી
ગરમ મસાલો – ૧/૨ ચમચી
આમચૂર – ૧ ચમચી
તેલ – તળવા માટે
મીઠું અને ખાંડ – સ્વાદ પ્રમાણે (વધુ…)
હે જગત્રાતા,વિશ્વ-વિધાતા
હે જગત્રાતા,વિશ્વ-વિધાતા,હે સુખ-શાંતિ નિકેતન હે,
પ્રેમકે સિંધો,દીનકે બંધો,દુઃખ,દારિદ્રય વિનાશન હે.
નિત્ય,અખંડ,અનંત,અનાદિ,પૂરણ બ્રહ્મ,સનાતન હે.
જગ-આશ્રય જગપતિ જગવંદન,અનુપમ,અલખ,નિરંજન હે.
પ્રાણસખા,ત્રિભુવન-પ્રતિપાલક,જીવન કે અવલંબન હે.
હે જગત્રાતા,વિશ્વ-વિધાતા,હે સુખ-શાંતિ નિકેતન હે,
સાબુદાણા ઈડલી
ડૉ.જે.જે.ચિનોય
આજે હું તમને ગુજરાતના એક મહાન વૈજ્ઞાનિકની વાત કરીશ.વિજ્ઞાનની અનેક શાખઓમાંની એક શાખા છે.વનસ્પતિશાસ્ત્ર જે ને ઈંગ્લીશમાં Botany કહે છે.આ શાસ્ત્ર આપણા અન્ન ઉત્પાદન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે.દુકાળમાં કે ઓછા પાણીનો પુરવઠો હોય તો પણ રોગમુક્ત,મબલખ પ લેવા માટેની અનેક રીતોની ભેટ આપનાર અને આ માટે પાકોની નવી જાતો સર્જનાર આ મહાન વૈજ્ઞાનિક હતા.ડૉ.જે.જે.ચિનોય…જમશેદજી જીજીભાઈ ચિનોય. (વધુ…)
ઓરીગામી ઘુવડ(આઉલ)
૧-ચોરસ કાગળ લઈ (૧) પ્રમાણે ક્રીઝ પાડો.
૨-ત્રુટક રેખા પાસેથી અંદર્ની બાજુએ વાળો(૨)
૩-ત્રુટક રેખાવાળા ભાગ પાસેથી અંદરની તરફ વાળો.(૩)(૪)
૪આ રીતે તૈયાર થશે. હવેઆઆ અંદરના ભાગને તીરના નિશાન બાજુ એક પછી એક બહાર કાઢો.(૫)(૬)(૭)(૮)
૫-આ રીતે બધા જ ભાગ બહાર કાઢો
૬-તીરની નિશાની તરફ ત્રુટક રેખા પાસેથી વાળો(૯)
૭-તીરની નિશાની પાસેથી ધીમે ધીમે ત્રુટક રેખા પાસેથી પાછળ તરફ વાળો.ત્રુટક રેખા પાસેથી ઉપર તરફ વાળો.(૧૦)
૮-અને તમારું ઘુવડ આઉલ તૈયાર (11)
ધન્ય છે આ આગવી સૂઝને
પ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી.તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? (વધુ…)
તારીખ ૮ મી મે,૨૦૦૮
તારીખ ૮ મી મે,૨૦૦૮
રવિન્દ્રનાથ ટાગોર જયંતિ
આજે ભારતની એક મહાન વિશ્વવિભૂતિ કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ…આમ તો તેમનાં કાર્યો અને કૃતિઓ વિષે લખીએ તો ગ્રંથોનાં ગ્રંથો ભરાય પણ અહીં આપણે થોડું વાંચી લઈએ….. (વધુ…)
તારીખ-૭ મી મે ૨૦૦૮
તારીખ-૭ મી મે ૨૦૦૮, નીચેના માટે આજનો દિવસ ખાસ બની રહે છે,
આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિ છે. તો ચાલો આપણે બંને વિષે થોડું જાણી લઈએ. (વધુ…)
તા-૧ લી મે
આજે તા-૧ લી મે
આજનો દિવસ ત્રણ ઘટનાઓને કારણે ખાસ છે.
૧-આજે ગુજરાતનો સ્થાપનાદિન
૨-આજે વલ્લભાચર્ય જયંતિ
૩-આજે મજૂરદિન
તો ચાલો આપણે ત્રણે વિષે થોડી માહિતી મેળવી લઈએ. (વધુ…)
વાંચકોનો ઉમળકો