તા-૧ લી મે

મે 1, 2008 at 5:21 pm 1 comment

આજે તા-૧ લી મે
આજનો  દિવસ ત્રણ ઘટનાઓને કારણે ખાસ છે.
૧-આજે ગુજરાતનો સ્થાપનાદિન
૨-આજે વલ્લભાચર્ય જયંતિ
૩-આજે મજૂરદિન
તો ચાલો આપણે ત્રણે વિષે થોડી માહિતી મેળવી લઈએ.
૧-ગુજરાત સ્થાપનાદિન…ગુજરાતનો હેપી બર્થ ડે…..


પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્યમાં હતા.જેને બૃહદ ગુજરાત કહેવાતું હતું.ઈ.સ.૧૯૬૦ માં “મહાગુજરાત આંદોલન”થયું અને ગુજરાત (ગુજરાતીભાષી રાજ્ય) અને મહારાષ્ટ્ર(મરાઠીભાષી રાજ્યઆલગ થયા. ગુજરાતના ખ્યાતનામ મૂકસેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના વરદ હસ્તેઆપણા ગુજરાત રાજ્યનું ૧-૫-૧૯૬૦ નાં દિવસે ઉદઘાટન થયું.આજે ગુજરાતનો વિકાસ માત્ર સમગ્ર ભારતદેશમાં એટલો નોંધપાત્ર બન્યો છે કે બીજા રાજ્યોમાંથી લોકો નિવાસ અને આજીવિકા માટે ગુજરાતમાં આવવાનું પસંદ કરે છે.આ ઉપરાંત પરદેશમાંથી પણ લોકો આપણી કલા,સાહિત્ય,કુટુંબજીવન,ઉત્સવો,પરંપરા વિગેરે જાણવા અને માણવા ગુજરાતમાં આવે છે. કમનસીબી એ છે કે ગુજરાતીભાષા ધીમેધીમે ભૂલાવાના પંથે પ્રયાણ કરી રહી છે. ગુજરાતીભાષાના વ્યાપક પ્રચાર માટે આજે  Department of Information Technology,India દ્વારા વિનામૂલ્યે ગૂજરાતી સોફ્ટવેર સાધનો અને ફોન્ટ્સ સીડીનું પ્રકાશન અને વિતરણ જાહેર કરાયું છે.સોફ્ટવેર સીડી ડઔનલોડ કરવા www.ildc.in   અથવા www.ildc.gov.in પર નોંધણી કરાવવી જરૂરી છે.

૨-શ્રી વલ્લ્ભચાર્યજી જયંતિ

 

વૈષ્ણવ-પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી હતા.તેમણે વિશ્વને વૈષ્ણવતાનાં ઉમદા વિચારો આપ્યાઆખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય સં.૧૫૩૫ ચૈત્ર વદ એકાદશીને રવિવારે મધ્યપ્રદેશના ચંપારણ્યમાં થયું હતું.આજે આખા વિશ્વમાં તેમનો પ્રાગટ્યદિન ઉમંગથી ઉજવાયો હશે.પાંચ વર્ષની ઉંમરે જ તેમણે ચાર વેદ,ઉપનિષદો અને છ દર્શનનો અભ્યાસ  કર્યો હતો.આજે ઘણાં બાળકો અંધારામા બહાર જતાં ડરે છે જ્યારે તેમને ૧૧ વર્ષની ઉંમરે ભારતભરમાં ચાલીને જીવોનાં ઉધ્ધાર અને ભરતીય સંસ્કૃતિનાં ગૌરવને જાળવવા પદયાત્રાઓ કરી હતી.તે દરમ્યાન તેમણે કડક નિયમો અપનાવ્યા હતા. જેમકે
૧-આજીવન સીવેલા વસ્ત્રો ન પહેરવા,માત્ર ધોતી અને ઉપરણાનો જ વસ્ત્ર તરીકે ઉપયોગ કરવો.
૨-પદયાત્રા દરમિયાન પગમાં પાદુકા પહેરીશ નહીં
૩-ગામની બહાર વૃક્ષની નીચે જ નિવાસ કરીશ
૪-જાતે જ રસોઈ બનાવીને જમીશ
તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે ભગવત પારાયણ કર્યું.આ બધા જ સ્થાનો આજે પુષ્ટીમાર્ગમાં તેમની બેઠકો તરીકે ઓળખાય છે અને જીવન દરમ્યાન આ બેઠકોની યાત્રા દરેક વૈષ્ણવનું ધ્યેય હોય છે.આજે ૮૪ બેઠકો વૈષ્ણવો માટે યાત્રાનું ધામ ગણાય છે.પુષ્ટિ એટલે કૃપા…
પુષ્ટિમાર્ગ એટલે પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ. શી કૃષ્ણ (ઠાકોરજી) આપણા સ્વામી છે અને આપણે તેમના દાસ.પુષ્ટિમાર્ગનાં બે ચરણ છે(૧)શરણ અને(૨)સમર્પણ. શરણ મેળવવા માટે કથાશ્રવણ,ભગવદકીર્તન,ભગવદ સ્મરણ અને ગુરુ પ્રત્યે દ્રઢ નિષ્ઠા. સતત અષ્ટક્ષરી મંત્ર “શી કૃષ્ણ શરણં મમ” નો જપ કરવો.
૩-મજૂરદિન
આજથી 200 વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ.માલિક અને મજૂર બે વર્ગ પડ્યા.મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં ૧-૫-૧૮૮૭ નાં દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. અનેક મજૂરો શહિદ થયા.એની યાદમાં આજે મજૂર દિવસ અથવા May Day ઉજવવામાં આવે છે.આજના દિવસે મજૂર સભાઓ યોજાય છે.

 

Advertisements

Entry filed under: દિન મહિમા.

સૌનું કરો કલ્યાણ તારીખ-૭ મી મે ૨૦૦૮

1 Comment Add your own

  • 1. pragnaju  |  મે 2, 2008 at 2:24 pm

    ખૂબ સુંદર માહિતી
    તેમાં “આજે Department of Information Technology,India દ્વારા વિનામૂલ્યે ગૂજરાતી સોફ્ટવેર સાધનો અને ફોન્ટ્સ સીડીનું પ્રકાશન અને વિતરણ જાહેર કરાયું છે.” જાણીને તો ઘણો આણંદ થયો…જોઈએ પાકે ઘડે કાઠા ચઢે છે કે કેમ?

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,658 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2008
M T W T F S S
« Apr   Jul »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: