તારીખ-૭ મી મે ૨૦૦૮

મે 7, 2008 at 11:36 એ એમ (am) Leave a comment

તારીખ-૭ મી મે ૨૦૦૮, નીચેના માટે આજનો દિવસ ખાસ બની રહે છે,
આજે અખાત્રીજ અને પરશુરામ જયંતિ છે. તો ચાલો આપણે બંને વિષે થોડું જાણી લઈએ.
(૧)અખાત્રીજ

અખાત્રીજને અક્ષયતૃતીયા પણ કહેવાય છે.આદિવાસીઓ તેને ખાતરીયો મહિનો કહે છે.આજ્થી ખેતીનો શુભારંભ થાય છે.પ્રાચીનકાળમાં આ દિવસે ખેડૂતો ખેતરની પૂજા કરી નવા પાકની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરતા.જમીનને ખેડીને માટી ઉપરનીચે કરી,જરૂરી ખાતર ભેળવી નવા પા માટે ખેતર તૈયાર કરતા.સાગરખેડુઓની સફરનું વર્ષ આજે પૂરું થાય છે. આ દિવસે નાવિકો સમુદ્રનું પૂજન કરે છે અને સમુદ્રને વધાવે છે.દરિયાકાંઠાના પ્રદેશોમાં અને ગામડાઓમાં આજે હર્ષોલ્લસનું વાતાવરણ જોવા મળે.લોકો ઉત્સવ મનાવે,મેળા ભરાય.દરિયાકાઠે આજે જનમેદની ઉમટે છે અને સમુદ્રસ્નાન કરે છે.આપણામાં પણ કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આજે ઉત્તમ દિવસ ગણાય છે.ઘણા બધા વ્યાપારીઓ આજે નવા ધંધા-ઉદ્યોગોની શરૂઆત કરે છે.ઘણા ગૃહસ્થો-ગૃહિણીઓ સુવર્ણ અલંકારો ખરીદી શુકન કરે છે.દુકાનોનાં ઉદઘાટન થાય છે.ઘરમાં નવી ચીજ વસ્તુઓ આજે ખરીદાય છે.આપ સર્વેને પણ અખાત્રીજની શુભકામનાઓ.

(૨)પરશુરામ જયંતિ

ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના તેઓ પ્રિય પુત્ર હતા.તેઓ ત્યાગ અને સમર્પણની મૂર્તિ ને પરમ માતૃ-પિતૃભક્ત હતા.જમદગ્નિ નિર્મળ અને સંસ્કારી જીવન ગુજારતા.તેઓ અથર્વવેદમાં પારંગત હતા.તેમને પાંચ પુત્રો હતા જેમાંના સૌથી નાના પુત્ર તે પરશુરામ.તેઓ પણ મંત્ર,તંત્ર,યજ્ઞવિદ્યામાં કુશળ હતા.પરશુરામના ગુરુ ભગવાન શંકર હતા.તેમની પાસેથી પરશુરામે વેદોનું સંપુર્ણજ્ઞાન મેળવ્યું હતું અને અસ્ત્રવિદ્યામાં પણ પારંગત થયા હતા.તેઓ શાંત,ધીરજવાન અને ક્ષમાશીલ હતા પણ અન્યાય અને અત્યાચાર સામે તીવ્ર વિરોધ હતો.તેમના ક્રોધથી દેવો,દેવતાઓ અને દૈત્યો કાંપતા.તેઓ  પરશુ ધારણ કરતા અને પરશુ સાથેની એક સેના પણ તૈયાર કરી હતી.જેનો હેતુ આત્મરક્ષા,ઋષિઓ તથા બ્રાહ્મણૉની રક્ષા કરવાનો હતો.ભગવાન શંકર પાસેથી તેમને એક ધનુષ્ય પ્રાપ્ત થયું હતું જે તેમણે જનકરાજાને આપ્યું હતું અને સીતાજી બાળપણમાં તેનાથી રમતા હતા.પ્રાચીન કાળમાં સમ્રાટ સહસ્ત્રાર્જુને પોતાની વિજયકૂચ દરમ્યાન કેટલાયે નિર્દોષ લોકોની હત્યા કરી,ઋષિઓ અને બ્રાહ્મણોનો નાશ કર્યો.કેટલાય ઋષિઓને પોતાના આશ્રમો છોડીને બીજે વસવું પડ્યું.ઋષિ જમદગ્નિએ તે સમયે રાજવી પાસે જઈને રજૂઆત કરી ત્યારે તેમની પર જુલમ ગુજારવામાં આવ્યો અને છેવટે તેમની હત્યા કરી.માતા રેણૂકાએ કલ્પાંત કરતાં આખી ઘટના વર્ણવી ત્યારે પરશુરામ બધું સમજી ગયા અને પૃથ્વી ને નક્ષત્રિય(ક્ષત્રિયવિહોણી)કરવાનો સંકલ્પ કર્યો.આજે પણ બ્રાહ્મણો પરશુરામના વંશજો હોવાને નાતે અન્યાય અને અત્યાચાર સામેના ક્રોધ માટે પ્રખ્યાત છે જ.

 

 

 

 

Advertisements

Entry filed under: દિન મહિમા.

તા-૧ લી મે તારીખ ૮ મી મે,૨૦૦૮

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 219,027 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જુલાઈ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: