ધન્ય છે આ આગવી સૂઝને

મે 8, 2008 at 11:51 am 5 comments

પ્રસિધ્ધ ઉદ્યોગપતિ  અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની  જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી.તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? બાળક એન્ડ્રુએ તેનો ઉપાય શોધી કાઢ્યો.તેણે પાડોશમાં રહેતા પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને સસલા રમાડવાની ટેવ પાડી,પછી ધીમેથી તેમની પાસે દાણા મંગાવ્યા અને બચ્ચાંને ખવડાવવાનું શરૂ કર્યું.હજી આગળ તેમણે દરેક મિત્રના નામ પરથી બચ્ચાનું નામ પાડ્યું અને દરેકે પોતાના નામધારી બચ્ચાનું જતન કરવાનું.બાળકો હોંશેહોંશે પોતાના નામધારી બચ્ચાને ખવડાવવા અને તેમનું જતન કરવા લાગ્યા.બોલો કેવો સરસ ઉપાય???
એન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની ઉંમરે અમેરિકા ગયા.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ માટેની સગવડ ન થઈ શકી અને ખૂબ ઓછું ભણી શક્યા.ત્યારબાદ તાર ઓફિસમાં મામૂલી નોકરી કરવા લાગ્યા.તેમની નિષ્ઠા,ધીરજ,વફાદારી અને આગવી સૂઝને કારણે તેઓ પેન્સિલવેનિયામાં રેલ્વેના પશ્ચિમ વિભાગના વડા નિયુક્ત થયા.તેમણે સૌ પ્રથમ રેલ્વેમાં સ્લીપર કોચની વ્યવસ્થા કરી.જેમજે તેઓ ઉદ્યોગોનો અભ્યાસ કરતા ગયા તેમતેમ તેમને લાગ્યું કે ભવિષ્યમાં લોખંડ અને પોલાદની વધુ જરૂર ઉભી થશે.તેની માંગ વધશે.આથી તેમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું.તેઓ પેન્સિલવેનિયાના રેલરોડને પોતાનું સ્ટીલ વચવા માંગતા હતા.આથી પિટ્સબર્ગમાં તમણે એક નવી સ્ટીલમીલ શરૂ કરી.તેનું નામ રાખ્યું જે.એડગર થોમ્સન સ્ટીલ વર્ક્સ આવું નામ કેમ???
કારણકે તે સમયે જે.એડગર થોમ્સન પેન્સિલવેનિયાના રેલરોડનાં પ્રેસિડન્ટ હતા.તેઓ તો પોતાને મળેલા આ સન્માનથી એટલા પ્રાભાવિત થયા કે એમને જેટલું જરૂરી હતું તે બધું જ સ્ટીલ તેમણે એન્ડ્રુ પાસેથી જ ખરીદ્યું.
બીજાના જીવનમાં શું જરૂરી છે તે જાણીને કામ કરવાની કાર્નેગીની સૂઝે તેમને વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત કર્યા.
બાલમિત્રો,આપણામાં પણ આવી જ શક્તિઓ હોય છે જ માત્ર તેને હચમચાવીને જગાડવાની છે.
આશા રાખીએ કે તમે પણ આવી જ સિધ્ધિ હાંસલ કરો.

Advertisements

Entry filed under: પ્રેરકવાતો.

તારીખ ૮ મી મે,૨૦૦૮ ઓરીગામી ઘુવડ(આઉલ)

5 Comments Add your own

 • 1. pragnaju  |  મે 8, 2008 at 3:02 pm

  ખૂબ પ્રેરણાદાયી વાત-એન્ડ્રુ કાર્નેગીને પૂછવામાં આવ્યું કે ‘તમારા સ્મરણમાં કોઈ શિલ્પ મુકાય તો કેવા શબ્દો કોતરવા?’એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું,નીચેનું વાકય મૂકજૉ:Here lies a man who knows how to get around men who were cleverer Than himself.આ સૂત્રનો અર્થ થાય છે-:‘અહીં કબરમાં સૂતેલા માણસનો એક જ મંત્ર હતો કે પોતાનાથી વધુ સ્માર્ટ કે બુદ્ધિશાળી હોય તેનો સંગાથ કરવો અને તેને આજુબાજુ રાખવા કે તેની આજુબાજુ રહેવું.’

  Reply
 • 2. rajeshwari  |  મે 8, 2008 at 5:44 pm

  Very true, Pragnaben…..Please do guide me and also place such nice comments..Thanks.

  Reply
 • 3. સુરેશ જાની  |  મે 11, 2008 at 12:51 pm

  ડેલ કાર્નેગીના એ સગા થાય?

  Reply
 • 4. rajeshwari  |  મે 12, 2008 at 10:39 am

  Yes,I think he was his uncle

  Reply
 • 5. Dhwani joshi  |  June 1, 2008 at 7:16 am

  very nice… thnx for the article aunty..he is one of my fvrt personalities… have read his books..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,667 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2008
M T W T F S S
« Apr   Jul »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: