ડૉ.જે.જે.ચિનોય

મે 10, 2008 at 9:04 પી એમ(pm) 7 comments

આજે હું તમને ગુજરાતના એક મહાન વૈજ્ઞાનિકની વાત કરીશ.વિજ્ઞાનની અનેક શાખઓમાંની એક શાખા છે.વનસ્પતિશાસ્ત્ર જે ને ઈંગ્લીશમાં Botany કહે છે.આ શાસ્ત્ર આપણા અન્ન ઉત્પાદન સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે.દુકાળમાં કે ઓછા પાણીનો પુરવઠો હોય તો પણ રોગમુક્ત,મબલખ પ લેવા માટેની અનેક રીતોની ભેટ આપનાર અને આ માટે પાકોની નવી જાતો સર્જનાર આ મહાન વૈજ્ઞાનિક હતા.ડૉ.જે.જે.ચિનોય…જમશેદજી જીજીભાઈ ચિનોય. તેમનો જન્મ ૧૮-૨-૧૯૦૯ માં ગુજરાતનાં ભૂજ શહેરમાં થયો હતો.તેમણે ૧૯૨૯ માં મુંબઈ યુનિવર્સિટીમાંથી વનસ્પતિશાસ્ત્રમાં ઉચ્ચ વર્ગમાં,પ્રથમ નંબરે  બી.એસ.સી ની ડીગ્રી મેળવી.તેમને વધુ અભ્યાસ માટે મુંબઈ યુનિવર્સિટ તરફથી શિષ્યવૃત્તિઓ અને ફેલોશીપ મળ્યા હતા. તેમણે બ્રિટન જઈ ત્યાંની રોયલ ઈમ્પીરીયલ કૉલેજમાં વધુ સંશોધનો કર્યા અને ત્યાંથી ડૉક્ટરેટની ડીગ્રી મેળવી.તેઓ ભારત પાછા આવ્યા અને ભારતની કેન્દ્રિય કપાસ ક્મિટીમાં વિજ્ઞાની તરીકે જોડાયા, ૧૯૪૧ માં તેઓ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનમાં વનસ્પતિશાસ્ત્રી તરીકે જોડાયા. તે દરમ્યાન દેશ સ્વતંત્ર થયો અને તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રનાં સંશોધક થયા.લગભગ ૨૨ વર્ષ સુધી આ સંસ્થામાં કર્ય કર્યું અને ૧૯૫૯ માં ગુજરાત યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રનાં અધ્યાપક તરીકે જોડાયાઆ સ્થાને રહી તેમણે વનસ્પતિશાસ્ત્રમાં અસંક્ય સંશોધનો કર્યા અને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી.બ્રિટન,હોલેન્ડ,ફ્રાન્સ,જર્મની,સ્વીડન જેવા દેશોમાં જૈવિક સંશોધન ક્ષેત્રે મુલાકતો લઈ માર્ગદર્શન પૂરું પાડ્યું.૧૯૭૪ માં તેમને ભારતીય કૃષિ સંશોધન કાઉન્સીલ દ્વારા શ્રી રફી મહંમદ કીડવાઈ એવોર્ડ એનાયત થયો.
ડૉ.ચિનોય પરિશ્રમી,શિસ્તબધ્ધ વૈજ્ઞાનિક હતા. સાદાઈ,નમ્રતા ધરાવતા આ વૈજ્ઞાનિક ખૂબ મૃદુ સ્વભાવના અને મીતભાષી હતા.તેમણે વનસ્પતિ દેહધર્મવિદ્યા પર અનેક પુસ્તકો લખ્યા.તેઓ તેમનાં કાર્ય અને સ્વાભાવને કારણે તેમનાં સાથીદારો,સહકાર્યકરો અને વિદ્યાર્થીઓમામ અતિ પ્રિય હતા.વનસ્પતિશાસ્ત્રનાં આ સફળ અધ્યાપક અને સંશોધકનું નિધન ૧૨-૩-૧૯૭૮ માં થયું તેમણે અનેલ કર્તવ્યનિષ્ઠ શિષ્યોની ભેટ આપી છે.તેમણે કરેલા પાક પરનાં સંશોધનોએ આપણેને અનેક ગણૉ પાક લેવામાં સફળતા આપી છે.
મેં તેમના હાથ નીચે વનસ્પતિશાસ્ત્રમાં એમ.એસ.સી ની ડિગ્રી મેળવી.આપણામાં જો ચયાપચયનો દર ઊંચો હોય તો આપણી વૃધ્ધિ અને વિકાસ વધુ ઝડપી અને ઉત્તમ થાય છે તેમ વન્સ્પતિઓમાં પણ તેનો ચયાપચયનો દર વધારીને તેની સૌથી વધુ વૃધ્ધિ અને વિકાસ મેળવવા માટૅ અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે જવ,બાજરી,તલ અને સોયાબીન પર મેં અભ્યાસ કર્યો.” Biochemical changes associated with juvenile face in the seeds of Barley,Bajari,Soyabean and Sessamum.”
આજે આ લેખ લખીને હું મારા ગુરુને શ્રધ્ધાંજલી આપું છું.

Advertisements

Entry filed under: વ્યક્તિવિશેષ.

ઓરીગામી ઘુવડ(આઉલ) સાબુદાણા ઈડલી

7 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  મે 11, 2008 પર 12:46 પી એમ(pm)

  બહુ જ સરસ લેખ. મને યાદ છે કે, મેં તેમને જોયેલા છે.

  જવાબ આપો
 • 2. pragnaju  |  મે 12, 2008 પર 9:13 પી એમ(pm)

  ખૂબ સુંદર,સમજી શકાય તે રીતનો માહિતી લેખ.તમને વંદન-
  ગુરુદેવને સત સત વંદન.
  “ચયાપચયનો દર ઊંચો હોય તો આપણી વૃધ્ધિ અને વિકાસ વધુ ઝડપી અને ઉત્તમ થાય છે “આ અગે વિગતે જણાવવા વિનંતી.
  એક માહિતી પ્રમાણે ચયાપચયનો દર સપ્રમાણ હોય તો આપણી વૃધ્ધિ અને વિકાસ વધુ ઝડપી અને ઉત્તમ થાય છે”

  જવાબ આપો
 • 3. pragnaju  |  મે 13, 2008 પર 2:07 પી એમ(pm)

  સવિનય્,વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ખાસ કરીને હાઈ-બ્રીડ કરેલ સોયાબીનના આવા પરીણામો પણ છે-
  Soy is high in phytoestrogens and other hormone mimickers – naturally occurring chemicals that resemble estrogen and other human hormones. Once inside the human body, they act like hormones – but not exactly.
  In women, these compounds trigger estrogen receptors but do not completely fulfill estrogen’s roles in the body. In the process, they block real estrogen from having access to its receptors. The result is as though there is not enough estrogen in the body.
  These phytoestrogens trigger the same hormone receptors in men – with the same partial effect – but men have far less estrogen in their bodies normally than do women. A man who consumes a lot of soy may appear to have too much estrogen in his system.

  જવાબ આપો
 • 4. rajeshwari  |  મે 13, 2008 પર 5:21 પી એમ(pm)

  Yes,This is the effect of phytohormones in human being.This is very very specialized research work…
  Dr.Chinoy was interested in applying the methods that can increase the metabolic activities in plants.
  His main work was on Ascorbic acid metabolism. Related with ascorbigen,Ascorbic acid free redicle peroxidase activities,catalase.prtease activities.
  My research was also on the same line. We didn’t studied the effects of phyto hormones in human beings.
  Thanks for the information you provided.

  જવાબ આપો
 • 5. Niraj  |  જુલાઇ 25, 2008 પર 3:52 એ એમ (am)

  Nice information. I am proud of Dr Chinoy 🙂 Keep publishing…

  જવાબ આપો
 • 6. માવજીભાઈ મુંબઈવાળા  |  જાન્યુઆરી 26, 2009 પર 10:04 એ એમ (am)

  આવા જ એક મહાન પણ ગુજરાતમાં ઓછા જાણીતા ઈતિહાસકાર ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી વિશે માહિતી આપવા વિનંતિ છે.

  જવાબ આપો
 • 7. kanu Yogi  |  ડિસેમ્બર 26, 2014 પર 5:02 પી એમ(pm)

  મને એ વાતન ગૌરવ છે કે આવા મહાન વનસ્પતિશાસ્ત્રીની હયાતિમાં અને હાજરીમાં મેં મારુ વનસ્પતિશાસ્ત્રનુ પોસ્ટ ગ્રેજ્યુએશન પુરુ કર્યુ.., ગુજરાત યુનિવર્સિટીના સ્કુલ ઓફ સાયંસીસના બોટાની વિભાગમાંથી. ચિનોય સાહેબા ખરેખાર એક મહાન વ્યક્તિ હતા.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જુલાઈ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: