કોબીજ પનીર કોન

મે 22, 2008 at 10:01 એ એમ (am) 2 comments

સામગ્રી :-
કોબી – ૨૫૦ ગ્રામ
સીંગદાણા – ૧૫૦ ગ્રામ
પનીર – ૧૦૦ ગ્રામ
મેંદો – ૨૫૦ ગ્રામ
ચોખાનો લોટ – ૧ ચમચો
વાટેલા આદુ મરચા – ૨ ચમચી
ગરમ મસાલો – ૧/૨ ચમચી
આમચૂર – ૧ ચમચી
તેલ  – તળવા માટે
મીઠું અને ખાંડ – સ્વાદ પ્રમાણે

રીત :-
મેંદો અને ચોખાનો લોટ ચાળી લો.
તેમાં પ્રમાણસર મીઠું અને તેલનું મોણ નાખીને લોટ બાંધો.
કોબી છીણી લો, ખારી સીંગનો ભૂકો કરો અને પનીરને હાથથી છૂટું પાડી લો.
એક વાસણમાં તેલનો વઘાર મુકો, તેમાં આદુ મરચાની પૅસ્ટ નાખીને કોબી સાંતળો. પછી તેમાં ખારી સીંગનો ભૂકો નાખો. સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, આમચુર, ગરમ મસાલો નાખો. હવે તેમાં છૂટુ પાડેલું પનીર નાખીને ઝડપથી હલાવી પૂરણ બનાવો.
લોટમાંથી લુવા પાડી મોટી પુરી વણી તેનાં બે ટૂકડા કરી તેને કોનનાં આકારમાં વાળી લો. તેમાં કોબી પનીરનું મિશ્રણ ભરીને તેને કોનના શૅપમાં બંધ કરી દો.
કડાઈમાં તેલ ગરમ મુકો, તેલ એકદમ ગરમ થાય એટલે બધાં કોનને તળી લો.
ગરમાગરમ કોન કૅચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

હે જગત્રાતા,વિશ્વ-વિધાતા બીમાર પડવાની કેવી મઝા !–ઈશ્વરભાઈ પરમાર

2 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  જૂન 8, 2008 પર 2:55 એ એમ (am)

    તક મળતા બનાવી જોઈ
    સ્વાદિષ્ટ વાનગી

    જવાબ આપો
  • 2. Dhwani joshi  |  જૂન 14, 2008 પર 7:13 પી એમ(pm)

    ya, sachhe j .. have to try .. thnx aunty.. it sounds nice ..

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,718 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જુલાઈ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: