Archive for જુલાઇ, 2008

જમ્પ!!!!!!!!!!!!

       

                     

            અમારો નાનકડો ધ્રુવ સોફા પર ચઢી, બેઠાબેઠા જ ધીમેથી નીચે લસરે અને બોલે “જમ્પ…જમ્પ્” આ જોઈને મને તાજેતરનો અમેરિકામાં બનેલો એક બનાવ વર્ણવવાની ઈચ્છા થઈ. (વધુ…)

જુલાઇ 25, 2008 at 3:48 પી એમ(pm) 2 comments

જનીનવિદ્યાનો પરિચય-૧

જનીનવિદ્યાના પિતા-ગ્રેગર જ્હોન મેન્ડેલ

ઓસ્ત્રિયામાં એક ચર્ચમાં નવા પાદરી આવ્યા. તેમણે પોતાની ફરજ શરૂ કરી ત્યારપછી તેમણે જોયું કે ચર્ચની પાછળ ખૂબ મોટો વાડો હતો.સાવ ઉજ્જડ. તેમને નવાનવા છોડ,જાતજાતની વનસ્પતિ વાવવાનો ખૂબ શોખ હતો.તેમણે તે વાડાને બરાબર સાફ કરી, જમીન ખોદીને વટાણા વાવ્યા.લગભગ એકસરખા કદ અને એક્સરખા રંગના હતા. તે નિયમિત રીતે પાણી છાંટતા. થોડા સમય પછી તેના છોડ મોટા થઈ ગયા અને તેમાં ફુલ બેઠા. પછી વટાણાની શીંગો થઈ અને શીંગોમાં વટાણા પણ તૈયાર થઈ ગયા. રોજ તે આ બગીચાની મુલાકાત લેતા ને તેની નોંધ પોતાની ડાયરીમાં કરતા. (વધુ…)

જુલાઇ 21, 2008 at 2:18 પી એમ(pm) 4 comments

ચોકલેટ ખાવાની મઝા

 અમારા બાળકો નાના હતા ત્યારની આ વાત છે.
સામાન્ય  રીતે બાળકોને ચોકલેટનું આકર્ષણ હોય છે જ અને મોટાંઓને બાળકોને ચોકલેટ્સ આપવાનું ગમતું પણ હોય છે.અમારા કુટુંબમા બાળકો ચોકલેટ ખાય અને દાંત બગાડે તે ગમતું નહીં એટલે બાળકો નારાજ ન થાય તથા તેમનું સ્વસ્થ્ય પણ સચવાય તેવો નુસખો શોધી કાઢ્યો.
આપણે ઉત્તરાયણ પર બનાવીએ છીએ તેવી પણ વધુ મુલાયમ ચીકી બનાવી એને બોલ આકર્,લ્ંબગોળાકાર,ચોરસ….આમ વિવિધ આકારો આપી,ચોકલેટની જેમે જ સોનેરી-રૂપેરી મેટાલીક પેપરમાં લપેટી,ર્ંગબેર્ંગી પારદર્શક કગળોમાં પેક કરીને બાળકોને આપતા.આ ચોકલેટ બનાવવામાં પણ દાળીયા,શેકેલા શીંગદાણા,તલ,ખજૂર,બદામ,કાજુ,અંજીર,પીસ્તાનો ઉપયોગ કરતા.
બાળકો ખુશ થઈને તેની મઝા માણતા.તેમને કહ્યું પણ હતું કે જો રોટલીના નાના ટુકડામાં લપેટીને આ ચોકલેટ ખાઈએ તો ખૂબ સરસ લાગે…તેમણે તેનો પ્રયોગ કરી જોયો અને તેમને ખૂબ ભાવ્યું. ભાવે જ ને!!!!રોટલી,ગોળ અને ઘી—
તેઓ નાસ્તાના ડબ્બામાં રોટલીઓ અને  ઘણી બધી ચોકલેટ્સ લઈ જતા.તેમના દોસ્તોને પણ તે ખૂબ ભાવતી અને તેમનો નાસ્તો ખાવા પડાપડી થતી.

જુલાઇ 12, 2008 at 5:04 એ એમ (am) 3 comments

મને થેન્ક યુ કેમ ના કહ્યું ????

નાનકડા, દોઢ વર્ષના ધ્રુવને હજી બરાબર બોલતાં નથી આવડતું. અમુક શબ્દો જ બોલે છે તે ભોંય પડેલો કચરો ઉપાડે તો અમે બધા કહીએ કે “ધુવ,ગ્ંદુ છે. તે ના લેવાય. તેનો ઘા કરી દેવાનો” અને અમે કચરો તેના હાથમાંથી લઈ બીનમાં નાંખી દઈએ. આથી તે જાતે જ કચરો ઉપાડી ગન..ગન…બોલતો આવે અને અમારા હાથમાં આપી બોલે “ઘા…ઘા..” અને બીન બતાવે. રસોડામાં મૂકેલું બીન તે પહોંચી શકે તેવું છે એટલે કારેક ત જાતે જ બીન ખોલી”ઘા..ઘા” બોલે.
એક વખાત તેણે શાકવાળી એંઠી ચમચી ઉપાડી.મમ્મી બોલી, “ધ્રુવ, આ ના લેવાય. ગ્ંદી છે.”
 અને થોડાક જ સમયમાં તેના હાથમાં આવી તે બધી વાડકીઓ, ચમચી,ચમચા, ડીશો બીનમાં પહોંચાડી દીધી.અમે તો શોધ્યા જ કરીએ. મમ્મી કહે “ધ્રુવ ચમચી ક્યાં મૂકી?” તો ખુશ થતો થતો બીન પાસે જઈને બોલ્યો” ગન….ગન…ઘા..ઘા…ઘા..”ને તે મમ્મી સામે તે હમણાં  “થેન્ક યુ” કહેશે તે સાંભળવા આતુર નજરે જોઈ રહ્યો….

જુલાઇ 9, 2008 at 5:08 એ એમ (am) 4 comments

શિક્ષિકાના આંસુ

 એક સોમાવારે એક શિક્ષિકાએ તેના વર્ગમાં દરેક બાળકને બે કોરા કાગળો લેવાનું કહ્યું અને તેના પર વર્ગનાં તમામ વિદ્યાર્થીઓનાં નામ એકની નીચે એક એમ લખવાનું કહ્યું તેમાં પોતાનું નામ ન લખવા પણ જણાવ્યું અને કહ્યું  કે દરેક નામની નીચે બે ત્રણ લીટી જેટલી જગ્યા રાખે.પછી તેમણે જણાવ્યું કે હવે દરેક વિદ્યાર્થીનાં બે-ત્રણ સારા ગુણો તેમાં લખો અને તમને તે વિદ્યાર્થી કેમ ગમે છે? તે જણાવો અને મને તે કાગળ પાછું આપો.પીરીયડ પૂરો થતાં શિક્ષિકાએ બધાની પાસેથી કાગળો ભગા કર્યા અને શનિવારે દરેકને કાગળ મળે તે રીતે વહેંચ્યા.દરેક કાગળ પર જે-તે વિદ્યાર્થીનું નામ હતું અને તેનામાં બીજા  વિદ્યાર્થીઓએ શું સારું જોયું તેની નોંધ હતી.બધા જ વિદ્યાર્થીઓ “ખરેખર? મારામાં આટલા બધા સારા ગુણ છે? મને મારા વર્ગના આટલા બધા વિદ્યાર્થીઓ ચાહે છે?” એમ બોલીને આનદિત થઈ ગયા. (વધુ…)

જુલાઇ 8, 2008 at 2:31 પી એમ(pm) 3 comments

બીમાર પડવાની કેવી મઝા !–ઈશ્વરભાઈ પરમાર

મને તો બીમાર પડવાની મરજી થાય છે ! બીમાર પડીએ તો કેવી મઝા ! ઘણા વખતથી બીમાર પડ્યો નથી, એટલે થાય છે કે બીમાર પડું !
બીમાર પડીએ તો ઈન્જેક્શન લેવાં પડે, કડવી દવા પીવી પડે, લાંબી ટીકડીઓ ગળવી પડે – બસ, આટલી તકલીફ. બાકી બીજી બધી વાતે તો બીમારીમાં મઝા જ મઝા.
બીમાર પડીએ એટલે નીશાળે જવાનું બંધ, લેસન બંધ, ટ્યુશન બંધ, રાતે પલાખાં–જોડણી બંધ, કોઈ આ યાદ જ ન કરે. મોટીબહેનને આ બધું યાદ તો આવતું જ હોય; પણ બીમારી વખતે એનું બોલવાનું બંધ, (વધુ…)

જુલાઇ 7, 2008 at 1:00 એ એમ (am) 1 comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ