બીમાર પડવાની કેવી મઝા !–ઈશ્વરભાઈ પરમાર

જુલાઇ 7, 2008 at 1:00 એ એમ (am) 1 comment

મને તો બીમાર પડવાની મરજી થાય છે ! બીમાર પડીએ તો કેવી મઝા ! ઘણા વખતથી બીમાર પડ્યો નથી, એટલે થાય છે કે બીમાર પડું !
બીમાર પડીએ તો ઈન્જેક્શન લેવાં પડે, કડવી દવા પીવી પડે, લાંબી ટીકડીઓ ગળવી પડે – બસ, આટલી તકલીફ. બાકી બીજી બધી વાતે તો બીમારીમાં મઝા જ મઝા.
બીમાર પડીએ એટલે નીશાળે જવાનું બંધ, લેસન બંધ, ટ્યુશન બંધ, રાતે પલાખાં–જોડણી બંધ, કોઈ આ યાદ જ ન કરે. મોટીબહેનને આ બધું યાદ તો આવતું જ હોય; પણ બીમારી વખતે એનું બોલવાનું બંધ,
બીમારી વખતે બા તો પથારી પાસે જ બેઠી રહે. પાસેથી ખસે જ નહીં. પડોશમાં વાતો કરવાયે ન જાય ને ઘરમાંયે કામ ન કરે. માથે હાથ મુકે, પોતાં મુકે, પગ દાબે, ઘડી ઘડી પુછે, ‘બેટા ઠીક છે ને હવે ? શું થાય છે તને ? શું ભાવશે તને ?’
બીમારી વખતે મોસંબી, ચીકુ, દ્રાક્ષ, ગ્લુકોઝ, પપૈયું, સફરજન આવાં બધાં ફળો ખાવા મળે. ગુવારનું કે શક્કરીયાંનું શાક ખાવું ન પડે. સાજા હોઈએ તો પપ્પા કહેશે – બધું ખાતાં શીખવાનું.
પપ્પા તો કોઈક જ વાર મારી જોડે બોલે. બીમારી વખતે તો બહારથી આવીને પપ્પા સીધા બંદા પાસે જ આવે, ભાવ પુછે, બેસે, ખીજાય નહીં, ફરવાયે ન જાય. ધીમેથી બોલે – ‘બેટા, માથું દુખતું તો નથી ને ?’ પછી તો હુંય હાંકું – ‘પેટમાં જરા દુઃખે છે.’ પછી તો પેટ પર ધીમેથી હાથ ફેરવે. મને થાય કે આ હાથમાંથી તમાચા કેવી રીતે બનતા હશે ?
સગાં ને પડોશી આવે, વહાલથી ખબર પુછે. કહેશે – ‘હવે સાજો થઈ જઈશ હોં ને ?’ સાચું કહું હવે ? બીમાર પડવા શું કરવું જોઈએ તે કોઈ સમજાવે તો બહુ સારું. આ વખતે તો બીમાર થઈને સાજા થવું જ નથી ને !

(‘કહેવું છે કોઈ કાન ધરે તો…’માંથી સાભાર…)
–ઈશ્વરભાઈ પરમાર
(બાલસાહીત્યસર્જક)
‘મોરપીંછ’, સીદ્ધનાથ સામે, દ્વારકા – ૩૬૧ ૩૩૫ મોબાઈલ – ૯૪૨ ૭૨૮ ૪૭૪૨

Advertisements

Entry filed under: બાળવાતો , Kids Stories.

કોબીજ પનીર કોન શિક્ષિકાના આંસુ

1 ટીકા Add your own

  • 1. pragnaju  |  જુલાઇ 10, 2008 પર 1:53 પી એમ(pm)

    સૃષ્ટિ પર માનવ જન્મ સાથે જ કેટલાક સત્ય જોડાયેલાં છે, તેમાનું એક છે- રોગ. બીમાર થવું એ જાણે માનવજીવનનો જરૂરી અભિશાપ છે.જો યોગ્ય આહાર, નિયમિત કસરત અને પૂરતી ઉંઘ લેવામાં આવે તો શરીરને બીમારીઓનું ઘર બનતાં અટકાવી શકાય છે
    આ સત્ય બાળકોને(મોટાઓને પણ) સમજાવવાની આ રમુજી પધ્ધતી ખૂબ સરસ છે!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: