શિક્ષિકાના આંસુ

July 8, 2008 at 2:31 pm 3 comments

 એક સોમાવારે એક શિક્ષિકાએ તેના વર્ગમાં દરેક બાળકને બે કોરા કાગળો લેવાનું કહ્યું અને તેના પર વર્ગનાં તમામ વિદ્યાર્થીઓનાં નામ એકની નીચે એક એમ લખવાનું કહ્યું તેમાં પોતાનું નામ ન લખવા પણ જણાવ્યું અને કહ્યું  કે દરેક નામની નીચે બે ત્રણ લીટી જેટલી જગ્યા રાખે.પછી તેમણે જણાવ્યું કે હવે દરેક વિદ્યાર્થીનાં બે-ત્રણ સારા ગુણો તેમાં લખો અને તમને તે વિદ્યાર્થી કેમ ગમે છે? તે જણાવો અને મને તે કાગળ પાછું આપો.પીરીયડ પૂરો થતાં શિક્ષિકાએ બધાની પાસેથી કાગળો ભગા કર્યા અને શનિવારે દરેકને કાગળ મળે તે રીતે વહેંચ્યા.દરેક કાગળ પર જે-તે વિદ્યાર્થીનું નામ હતું અને તેનામાં બીજા  વિદ્યાર્થીઓએ શું સારું જોયું તેની નોંધ હતી.બધા જ વિદ્યાર્થીઓ “ખરેખર? મારામાં આટલા બધા સારા ગુણ છે? મને મારા વર્ગના આટલા બધા વિદ્યાર્થીઓ ચાહે છે?” એમ બોલીને આનદિત થઈ ગયા.

આ પછી શિક્ષિકાએ કે વિદ્યાર્થીઓએ ક્યારેય તેની ચર્ચા કરી નહીં, વાલીઓએ પણ આ માટે કાંઈ ચર્ચા ન કરી.માત્ર વિદ્યાર્થીઓ પોતાની જાતથી, અન્ય વિદ્યાર્થીઓથી અને આખો સમુહ એકમેકથી ખૂબ રાજી હતા.કેટલાય વર્ષો પછી આ સમુહમાંનો મલય નામનો એક વિદ્યાર્થી યુધ્ધમાં મૃત્યુ પામ્યો.આ શિક્ષિકા તેના અંતિમ સંસ્કાર વખતે વિદ્યાર્થીના ઘેર ગઈ.તેણે જોયું કે આ વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર માટે વર્ષો પહેલાંના તે વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હતા.તેને અગ્નિસંસ્કાર માટે લઈ જાય તે પહેલાં મલયના એક મિત્ર સૈનિકે તે શિક્ષિકાને કહ્યું.”તમે જ મલયના ગણિતના શિક્ષિકા હતાને? મલય તમારી વારંવાર ખૂબ વાતો કરતો હતો.” મલયને અગ્નિસંસ્કાર આપ્યા પછી પાછા ફરેલા મલયના માતા-પિતાએ તે શિક્ષિકાની પાસે જઈ કહ્યું,”બહેન, એક મિનિટ જરા આ જુઓ તો…”.તેમણે નકશીકામ કરેલી એક લાકડાની નાની ડબ્બી ખોલી અને તેમાંથી એક કાગળ કાઢ્યો.જેમાં પેલો વર્ષો પહેલાનો કાગ હતો. તેના માટે તેના મિત્રોએ લખેલી વિગતો…શિક્ષિકાની આંખોમાં આંસુ આવી ગયા.મલયના તમામ મિત્રો બોલી ઉઠ્યા,” અમે પણ અમારા  માટે લખાયેલ કાગળો સાચવી રાખ્યા છે.બહેન અમે તમને ખૂબ જ ચાહીએ છીએ.તમને અત્યંત આદરભાવથી પૂજીએ છીએ.અમારા આખાય અભ્યાસકાળ દરિમયાન એક માત્ર તમે જ અમને ભાન કરાવ્યું કે અમારામાં ઢગલાબ્ંધ સારા ગુણો છે.ત્યાર પછી અમે અમારામાં રહેલા અવગુણો જોવાનું શરૂ કર્યું અને તેને શક્ય તેટલા દૂર કરવાનો પ્રયત્ન કર્યો.અમે તમારા ખૂબ આભારી છીએ.

શિક્ષિકાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા.વર્ગમાં કરેલા એક નાનકડા પ્રયોગની કેટલી ગાઢ અસર થઈ હતી!!!!!!!!!!!!             દરેકમાં ઘણા બધા સારા ગુણો હોય છે જ. આપણે કોઈનાય ખરાબ ગુણો જોવાને બદલે માત્ર તેનામાં રહેલા સારા ગુણો જોવાનું શરૂ કરીએ તો બધાને માટે જીવન સુખમય બની જાય.ચોમેર આન્ંદ,પ્રેમ,એકમેકના માટે સાચી લાગણી છવાયેલી જોવા મળે…..

નોંધ:-એક સ્નેહીજનના મારી પર આવેલા ઈ.મેઇલનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.તેના મૂળ લેખક( અજ્ઞાત)નો ખૂબ આભાર.

Entry filed under: પ્રેરકવાતો. Tags: .

બીમાર પડવાની કેવી મઝા !–ઈશ્વરભાઈ પરમાર મને થેન્ક યુ કેમ ના કહ્યું ????

3 Comments Add your own

  • 1. pragnaju  |  July 9, 2008 at 10:43 pm

    સગુણાત્મક પરીવર્તનનો સુંદર પ્રયોગ…
    કબીરે કહ્યું છે
    બુરા જો દેખન મે ચલા , બુરા ન મીલીયા કોઇ
    જો દીલ ખોજ્યા અપના મુજ સે બુરા ન કોઇ.
    આમ પોતાનાં દોષ દેખાય અને બીજાના ન દેખાય તે સંત.
    આ રીતે આપણે પણ પ્રયોગ કરીએ તો સમાજમાં ઘણો સુધારો થાય.બુદ્ધિમાનોએ ખોટી નીંદાની ચિંતા ન કરવી જોઈએ. તેણે પોતાનું કર્તવ્ય પુર્ણ નીષ્ઠા અને પ્રામાણિકતાથી કરતા રહેવું જોઈએ.

    Reply
  • 2. સુરેશ  |  July 24, 2008 at 12:01 am

    નેટ પરથી અનુવાદ કરવાના પ્રણેતા આઈ.કે. વીજળીવાળા – મારા બહુ જ પ્રીય અને પ્રેરણા આપનાર લેખક.

    Reply
  • 3. purvi punatar  |  February 26, 2011 at 8:53 am

    khub j sari rajuaat che

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

July 2008
M T W T F S S
« May   Aug »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: