મને થેન્ક યુ કેમ ના કહ્યું ????

July 9, 2008 at 5:08 am 4 comments

નાનકડા, દોઢ વર્ષના ધ્રુવને હજી બરાબર બોલતાં નથી આવડતું. અમુક શબ્દો જ બોલે છે તે ભોંય પડેલો કચરો ઉપાડે તો અમે બધા કહીએ કે “ધુવ,ગ્ંદુ છે. તે ના લેવાય. તેનો ઘા કરી દેવાનો” અને અમે કચરો તેના હાથમાંથી લઈ બીનમાં નાંખી દઈએ. આથી તે જાતે જ કચરો ઉપાડી ગન..ગન…બોલતો આવે અને અમારા હાથમાં આપી બોલે “ઘા…ઘા..” અને બીન બતાવે. રસોડામાં મૂકેલું બીન તે પહોંચી શકે તેવું છે એટલે કારેક ત જાતે જ બીન ખોલી”ઘા..ઘા” બોલે.
એક વખાત તેણે શાકવાળી એંઠી ચમચી ઉપાડી.મમ્મી બોલી, “ધ્રુવ, આ ના લેવાય. ગ્ંદી છે.”
 અને થોડાક જ સમયમાં તેના હાથમાં આવી તે બધી વાડકીઓ, ચમચી,ચમચા, ડીશો બીનમાં પહોંચાડી દીધી.અમે તો શોધ્યા જ કરીએ. મમ્મી કહે “ધ્રુવ ચમચી ક્યાં મૂકી?” તો ખુશ થતો થતો બીન પાસે જઈને બોલ્યો” ગન….ગન…ઘા..ઘા…ઘા..”ને તે મમ્મી સામે તે હમણાં  “થેન્ક યુ” કહેશે તે સાંભળવા આતુર નજરે જોઈ રહ્યો….

Entry filed under: શિશુ મુખેથી. Tags: .

શિક્ષિકાના આંસુ ચોકલેટ ખાવાની મઝા

4 Comments Add your own

  • 1. pragnaju  |  July 9, 2008 at 8:31 pm

    મઝાની સ્મૃતિ—
    અમે કામમાં હતા અને અમારા પૌત્રને એક વાર ગાયને રૉટલી ખવડાવી આવવાનું કહ્યું..થોડીવાર રહીને જોયું તો ડબ્બો ખાલી !.આંગણામાં તે ગાયને છેલ્લી રોટલી ખવડાવતો હતો!!.અમને જોઈ કહે ગાયને બધી રોટલી બહુ ભાવી!!!
    આવા બાળકોના ઘણા પ્રસંગોની યાદ આવી/આનંદ થયો/“થેન્ક યુ” -“થેન્ક યુ” -“થેન્ક યુ”

    Reply
  • 2. nilam doshi  |  July 14, 2008 at 9:35 pm

    ધ્રુવની વાત માણવાની મજા આવી ગઇ. શૈશવના આના અનુભવો દરેક પાસે હોય છે. અને તેથી જ દરેક વ્યક્તિ આ માણી શકે.

    ધ્રુવની વાતો અહી કરતા રહેશો…

    Reply
  • 3. સુરેશ  |  July 23, 2008 at 11:57 pm

    બાળકો પાસેથી ઘણું શીખી શકાય એમ હોય છે. એમને બહુ ઓછા પુર્વગ્રહો હોય છે. કોરી સ્લેટમાં શીખવાનો દર પણ અપ્રતીમ હોય છે. મને છેલ્લા સાત વરસમાં ઘણું શીખવા મળ્યું.
    પણ શીખવા કરતાં શીખેલું ભુલી જવું ( Unlearning) વધુ અઘરું હોય છે, અને ઘણી વાર તે બહુ જ જરુરી હોય છે.

    Reply
  • 4. Pinki  |  August 15, 2008 at 6:18 am

    vaah
    mast majani dhruvni vaat

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

July 2008
M T W T F S S
« May   Aug »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: