ચોકલેટ ખાવાની મઝા

જુલાઇ 12, 2008 at 5:04 એ એમ (am) 3 comments

 અમારા બાળકો નાના હતા ત્યારની આ વાત છે.
સામાન્ય  રીતે બાળકોને ચોકલેટનું આકર્ષણ હોય છે જ અને મોટાંઓને બાળકોને ચોકલેટ્સ આપવાનું ગમતું પણ હોય છે.અમારા કુટુંબમા બાળકો ચોકલેટ ખાય અને દાંત બગાડે તે ગમતું નહીં એટલે બાળકો નારાજ ન થાય તથા તેમનું સ્વસ્થ્ય પણ સચવાય તેવો નુસખો શોધી કાઢ્યો.
આપણે ઉત્તરાયણ પર બનાવીએ છીએ તેવી પણ વધુ મુલાયમ ચીકી બનાવી એને બોલ આકર્,લ્ંબગોળાકાર,ચોરસ….આમ વિવિધ આકારો આપી,ચોકલેટની જેમે જ સોનેરી-રૂપેરી મેટાલીક પેપરમાં લપેટી,ર્ંગબેર્ંગી પારદર્શક કગળોમાં પેક કરીને બાળકોને આપતા.આ ચોકલેટ બનાવવામાં પણ દાળીયા,શેકેલા શીંગદાણા,તલ,ખજૂર,બદામ,કાજુ,અંજીર,પીસ્તાનો ઉપયોગ કરતા.
બાળકો ખુશ થઈને તેની મઝા માણતા.તેમને કહ્યું પણ હતું કે જો રોટલીના નાના ટુકડામાં લપેટીને આ ચોકલેટ ખાઈએ તો ખૂબ સરસ લાગે…તેમણે તેનો પ્રયોગ કરી જોયો અને તેમને ખૂબ ભાવ્યું. ભાવે જ ને!!!!રોટલી,ગોળ અને ઘી—
તેઓ નાસ્તાના ડબ્બામાં રોટલીઓ અને  ઘણી બધી ચોકલેટ્સ લઈ જતા.તેમના દોસ્તોને પણ તે ખૂબ ભાવતી અને તેમનો નાસ્તો ખાવા પડાપડી થતી.

Advertisements

Entry filed under: બાળકોનો લન્ચબોક્સ.

મને થેન્ક યુ કેમ ના કહ્યું ???? જનીનવિદ્યાનો પરિચય-૧

3 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  જુલાઇ 12, 2008 પર 2:25 પી એમ(pm)

    ‘ચોકલેટની જેમે જ સોનેરી-રૂપેરી મેટાલીક પેપરમાં લપેટી,ર્ંગબેર્ંગી પારદર્શક કગળોમાં પેક કરીને બાળકોને આપતા.આ ચોકલેટ બનાવવામાં પણ દાળીયા,શેકેલા શીંગદાણા,તલ,ખજૂર,બદામ,કાજુ,અંજીર,પીસ્તાનો ઉપયોગ કરતા’.
    ખૂબ સરસ
    મને પણ નાનાપણથી ચોકલેટ ભાવે.હવે લીપીડ પ્રોફાઈલમાં થોડો વાંધો લાગ્યોને અમારા પ્રા.કે.ફી એ કહ્યું ‘સી’ થી શરુ થતી વાનગીઓ જેવી કે કેક,ચીઝ,ક્રીમ,કોકોનટ,કોક વિ કહેતાં ચોકોલેટ પર વાત આવી ત્યારે મારે વિનંતી કરવી પડી કે ચોકલેટ માટે ફરીથી વિચાર કરો તો તેમણે નાની ડાર્ક ચોકલેટની છૂટ આપી.. મેં ડાર્ક ચોકલેટની નાન ખટાઈ પણ બનાવી!
    કૂકરમાં નીચે ઝીણી રેતી ચાળીને તેને ધીમી આંચે તપવા માટે મૂકી દેવી.
    … મેંદો ચાળી નાખવો અને તેમાં ૧ ચમચી રવો ભેળવો. ડાર્ક ચોકલેટ મિકસ કરી તેમાં ચપટી સોડા નાખી ખૂબ ફીણવું. તેમાં મેંદો મિકસ કરી અને લોટ બંધાય એવો થાય એટલે મોલ્ડ હોય તો હાથેથી મોલ્ડમાં ભરો. વરચે બદામની ઉભી કતરણ કરીને લગાવવી. એ જ રીતે કાજુ પછી ઢાંકણા ઉપર ગોઠવીને કૂકરમાં ગોઠવી દેવી ઉપર ઢાંકણું ઢાંકવું. ૫-૭ મિનિટ બાદ નાનખટાઇ એક તરફથી શેકાઇ ગઇ છે કે નહીં તે જોઇ લો.

    જવાબ આપો
  • 2. nilam doshi  |  જુલાઇ 18, 2008 પર 1:59 એ એમ (am)

    અમે પણ બાળકો નાના હતા ત્યારે આવી જ કોઇ રીતે ચોકલેટ આપતા
    અહી તો નવી રેસીપી પણ જાણવા મળી.

    આભાર

    જવાબ આપો
  • 3. સુરેશ  |  જુલાઇ 23, 2008 પર 11:53 પી એમ(pm)

    અમેરીકામાં તો આનું માર્કેટીંગ થાય …

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 212,919 વાંચકો

દિવસવાર ટપાલ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: