જનીનવિદ્યાનો પરિચય-૧

July 21, 2008 at 2:18 pm 4 comments

જનીનવિદ્યાના પિતા-ગ્રેગર જ્હોન મેન્ડેલ

ઓસ્ત્રિયામાં એક ચર્ચમાં નવા પાદરી આવ્યા. તેમણે પોતાની ફરજ શરૂ કરી ત્યારપછી તેમણે જોયું કે ચર્ચની પાછળ ખૂબ મોટો વાડો હતો.સાવ ઉજ્જડ. તેમને નવાનવા છોડ,જાતજાતની વનસ્પતિ વાવવાનો ખૂબ શોખ હતો.તેમણે તે વાડાને બરાબર સાફ કરી, જમીન ખોદીને વટાણા વાવ્યા.લગભગ એકસરખા કદ અને એક્સરખા રંગના હતા. તે નિયમિત રીતે પાણી છાંટતા. થોડા સમય પછી તેના છોડ મોટા થઈ ગયા અને તેમાં ફુલ બેઠા. પછી વટાણાની શીંગો થઈ અને શીંગોમાં વટાણા પણ તૈયાર થઈ ગયા. રોજ તે આ બગીચાની મુલાકાત લેતા ને તેની નોંધ પોતાની ડાયરીમાં કરતા.

તેમને ખૂબ નવાઈ લાગી કે એકસરખા વટાણા વાવ્યા હોવા છતાં બહુ જ વિચિત્ર પરિણામો જોવા માળ્યા.કેટલાક છોડ ખૂબ ઊંચા હતા તો કેટલાક ખૂબ નીચા હતા, ફુલો પણ કેટલાક સફેદ હતા તો કેટલાક જાંબલી,શીંગો કેટલીક દાણાથી ભરેલી,ફુલેલી હતી તો કેટલીક મણકાઓ જેવી હતી, ફુલો કેટલાક કક્ષ(પાન અને ડાળીથી બનતા ખૂણામાં હતા તો કેટલાક ફુલો છોડની ટોચ ઉપર હતા.તેમણે ડાયરીમાં નોંધ્યું હતું કે કેટલા બીજ વાવ્યા,કેટલા છોડ ઉગ્યા,અને આગળ લખ્યા તેવા પરિણામો કેટલા છોડમાં જોવા મળ્યા?? તેમણે વટાણાના છોડામાં જે લક્ષણો જોયા  તે નીચે પ્રમાણે છે.

મેન્ડેલે વટાણાના છોડમાં જોયેલાં સાત વિભિન્ન લક્ષણો

       લક્ષણ પ્રભાવી લક્ષણ           પ્રચ્છ્ન્ન લક્ષણ

(૧)           બીજનો આકાર ગોળ         અનિયમિત

(૨)       બીજનો રંગ   લીલો            પીળો

(૩     )શીંગનો આકાર ચપટી-        ફુલેલી મણકામય

(૪)   શીંગનો રંગ       લીલો            પીળૉ

(૫)    ફૂલોનો રંગ       જાંબલી          સફેદ

(૬)  ફુલોનું સ્થાન       અગ્ર છેડૅ         કક્ષમાં

(૭)છોડની ઊંચાઈ       ઊંચા છોડ       નીચા છોડ

પ્રભાવી લક્ષણ એટલે જે દેખાય અને પ્રચ્છન્ન્ન લક્ષણ એટલે જે હોય ખ્રું પણ દબાયેલું રહે, દેખાય નહીં

જેમકે ખૂબ ગોરા માણસમાં ગોરાપણાનું લક્ષણ જોવા મળે છે પણ તેનામાં કાળાપણાનું લક્ષણ હોઈ શકે પણ તે દબાયેલું હોય.તેના બાળકોમાંથી કો બાળક એકદમ કાળું હોઈ શકે. અહીં ગોરાપણાનું લક્ષણ પ્રભાવી છે અને કાળાપણાનું લક્ષણ પ્રચ્છન્ન છે.

Advertisements

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

ચોકલેટ ખાવાની મઝા જમ્પ!!!!!!!!!!!!

4 Comments Add your own

 • 1. pragnaju  |  July 22, 2008 at 7:55 pm

  ખૂ બ સ ર સ લે ખ
  સાંભળવા પ્રમાણે હવે આરોગ્ય શાસ્ત્રમાં પણ એ ટી જી સી-પ્રોટીનની બોલબાલા હશે અને દરેક તબીબ જીનનો આક લખી સારવાર લખશે…
  બીજા લેખની રાહ જોઈએ છીએ

  Reply
 • 2. સુરેશ  |  July 23, 2008 at 11:51 pm

  સરસ અને ઉપયોગી માહીતી આપી. આ પ્રક્રીયા હવે ચાલુ જ રાખજે.

  Reply
 • 3. સુરેશ જાની  |  August 16, 2008 at 2:19 am

  બીજો લેખ?

  Reply
 • 4. Hemlata Mehta  |  September 1, 2008 at 6:13 am

  Jay Shree Krishna

  Thank you so much for adding the part 1 drama. I am really enjoying it.

  Can someone put up article on home remedy medicines. I am looking forward to this section also.

  Regards
  Hemlata Mehta

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

July 2008
M T W T F S S
« May   Aug »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: