જમ્પ!!!!!!!!!!!!

જુલાઇ 25, 2008 at 3:48 પી એમ(pm) 2 comments

       

                     

            અમારો નાનકડો ધ્રુવ સોફા પર ચઢી, બેઠાબેઠા જ ધીમેથી નીચે લસરે અને બોલે “જમ્પ…જમ્પ્” આ જોઈને મને તાજેતરનો અમેરિકામાં બનેલો એક બનાવ વર્ણવવાની ઈચ્છા થઈ. અમેરિકાના એક શહેરમાં મારા મિત્રના ભાઈની ઓફિસ ભરચક વિસ્તારમાં,બીજે માળે આવેલી છે. બારીમાંથી સરસ જળાશય સામે દેખાય છે.આ જળાશય અને ઓફિસ વચ્ચે સખત ટ્રાફીકવાળો રસ્તો છે. થોડા સમય પહેલા એક બતકને બીજા માળની રોડસાઈડની પાળી પર માળો બાંધતું જોયું અને તેમાં તેણે દસ ઈંડા મૂક્યા. તે તેમને રોજ સેવતું અને તેમાંથી દસ નાના નાના બચ્ચા માળામાં જોવા મળ્યા. ઓફિસમાં બધને ચિંતા થતી કે આ બતક બચ્ચાને જળાશય સુધી કઈ રીતે લઈ જશે. ઓફિસ કામ ઉપરાંત બધાનું ધ્યાન આ બતક કુટુંબ પર વધારે રહેવા લાગ્યું બધાએ જોયું કે બચ્ચા થોડા મોટા થયા એટલે માતાએ પાળીની કીનારી પર જઈ નીચે કૂદકો કેવી રીતે મારવો તે બચ્ચાને શીખવવા માંડ્યું. એક દિવસ તેણે નીચે કૂદકો મારી નીચેથી અવાજ કર્યો અને એક બહાદુર બચ્ચુ નીચે કૂદ્યું આ પછી તો એક પછી એક બધા બચ્ચા નીચે કૂદી ગયા. હવે માતા મુંઝાઈ. ભરચક રસ્તો વટાવી સામે કઈ રીતે આ લશ્કરને લઈ જવું?? મારા મિત્રના ભાઈએ હળવેકથી એક ખાલી ખોખું ફૂટપાથ પર મૂક્યું અને જાણે માતાને મોટો સહારો મળી ગયો.તેણે બધા બચ્ચાને ખોખામાં ઘુસાડી દીધા. પણ હવે શું? મારા મિત્રના ભાઈ હળવેથી ખોખાને ઉપાડીને સામેની બાજુ ફુટપાત પર ખોખું મૂકી આવ્યા. માતા બાવરી બની,ઉડીને સામે પહોંચી ગઈ. અને આખું લશ્કર જળાશયમાં મોજથી તરવા લાગ્યું. ઓફિસમાં બધા આનંદવિભોર બની ગયા. અને તેના માનમાં લન્ચબ્રેકમાં પાર્ટી યોજી…..કેવો સરસ જમ્પ!!!!!!!!!!!!

Entry filed under: ડાયરીનું એક પાનું.

જનીનવિદ્યાનો પરિચય-૧ મારે ફરી એકવાર શાળાએ જવું છે

2 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જુલાઇ 25, 2008 પર 7:19 પી એમ(pm)

  ઓફિસમાં બધા આનંદવિભોર બની ગયા. બતકની સાચી બનેલી વાત ગુજરાતીમાં વાંચી આનંદ થયો.અહીં બતક જેવાની પણ ખૂબ કાળજી લેવાય છે.તેવી બતક અંગે બે વાત ……..

  Flanders, New York – The Big Duck

  There’s a really “corny” piece of local history here on Long Island, NY — The Big Duck. It’s a 20 foot high stucco building shaped like a duck. It was constructed in the 30’s as a roadside-stand selling fresh-killed local ducks. Duck business aside, tourists on the road loved it because it was a landmark signalling they’d almost reached their summer beach houses. Anyway, the duck business pretty much dried up on Long Island, and the land where the Big Duck stood was sold. We’ve destroyed plenty of historic sites around here — Dutch water mills, old Indian land, etc. But people rallied to save this duck!
  A pet duck named Circles, shot and wounded by a neighbour with a pellet gun, has received an order of protection to keep it safe, the first duck in New York state’s Suffolk County to benefit from such an order.

  Circles was in its owner’s backyard on Long Island – long known as a habitat for wild waterfowl – when it was shot by a neighbour through the neck, said Michelle Auletta, prosecutor at the Suffolk County District Attorney’s Office.

  Circles, a white, yellow-billed duck, was treated by a vet and survived, she said.

  The neighbour was charged with animal cruelty. At the attacker’s arraignment, Circles’ owners received an order of protection.

  “It’s the first case that I know of in this area where a duck got an order of protection,” Ms Auletta said.

  “And in Suffolk County, Long Island, it is the first case where an animal was included in an order of protection that was not a domestic violence case.”

  In 2006, former New York Governor George Pataki signed into law a provision to include pets in orders of protection.

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  ઓગસ્ટ 16, 2008 પર 2:10 એ એમ (am)

  વાહ મજા આવી ગઈ. આ જોવા મળે તે નસીબદાર ..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 224,368 વાંચકો

દિવસવાર ટપાલ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: