Archive for ઓગસ્ટ, 2008
વાદળગાડી
વાદળગાડી
વાદળની તો ગાડી કીધી
વીજળીનું એંજિન કીધું
તારલિયાનું લશ્કર બેઠું
ડબ્બામાં સીધેસીધું (વધુ…)
અલ્પ શબ્દોની અભિવ્યક્તિ
તે તરત જ બોલે છે” ટપટપ….એમ્બીયા(અંબ્રેલા)” એટલે કે છત્રી લઈને તો જવાય…..
હમણાં થોડા દિવસ પહેલા વરસાદ ન હતો . તેને પાર્કમાં જવાની અદમ્ય ઈચ્છા થઈ હશે અને હું ઘરમાં કામ હોવાથી ગણકારતી ન હતી.
તે બોલ્યો.”બા…બા( રોજ કરતાં વધુ લટુડા પટુડા થઇને)
મેં કહ્યું”શું છે ધ્રુવ?”
“એમ્બીયા…ના..ના…ના”
તકો(તડકો), હીંગ…હીંગ( જ્યારે તડકો હોય ત્યારે સોફામાં તેને બેસાડીને અરીસા પર તડકો પાડી હું રીંગ બતાવતી)
પછી બોલ્યો…” હીંચા…હીંચા…સ્લા…સ્લા…સી..સો…”
ઍટલે કે વરસાદ નથી, છત્રીની જરૂર નથી, તડકો છે, રીંગો પડી શકે તેવો તડકો છે. તો ચાલો પાર્કમાં…
અને મને મઝા કરાવો હીંચકાની,સ્લાઇડની, સી-સો ની…
અને હું તેને લઇને ઉપડું છું પાર્કમાં.
પિતા,અમે તુજ બાળકો
પિતા,અમે તુજ બાળકો, ચલાવ ઝાલી હાથઃ
કર જોડી સૌ માંગીએ, નિત તારો સંગાથ.
જગમાં સૌ સુખિયાં હજો, સાજાં રાખો સદાયઃ
ભલું થજો સહુ કોઇનું, દુઃખ હજો ન જરાય.
સુણીએ રુડું કાનથી, રૂડું નીરખો નેણ,
હાથે રૂડાં કામ હો, રૂડાં નીસરો વેણ.
સાચી શ્રધ્ધાંજલિ
૧૫મી સદીમાં ન્યુરેનબેર્ગ પાસેના એક ગામમાં એક ડ્યુરર કુટુંબમાં ૧૮ બાળકો હતા. આ ૧૮ બાળકોને માત્ર બે ટાઈમનું ભોજન પૂરું પાડવા માટે તેમના પિતા કે જે એક સોની હતા તેમને દિવસના ૧૮ કલાક કામ કરવું પડતું. તેમના સૌથી મોટા બે દીકરાઓ અલ્બ્રેક અને આલ્બર્ટનું સ્વપ્ન હતું કે ખૂબ ભણીને, કળામાં પોતાની તેજસ્વીતા પ્રગટ કરવી. પણ ઘરની કંગાળ હાલત જોતાં આ સ્વપ્ન ક્યારેય સાર્થક થાય તેવું લાગતું ન હતું. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે તેમના પિતા એવા આર્થિક રીતે સધ્ધર ન હતા કે તેમને ન્યુરેનબર્ગની કલાની એકેડેમીમાં (સંસ્થામાં) આગળ અભ્યાસ માટે મોકલી શકે. (વધુ…)
ગાંધી બાપુ
વહાલા બાલમિત્રો,
તમે બધા જ આઝાદ ભારતના સંતાનો છો તમને બધાને ખૂબ ખૂબ સુખ સગવડો મળે છે.મમ્મી-પપ્પા,દાદા-દાદી, નાના-નાની, કાકા-કાકી, માસા-માસી,ફોઈ-ફુવા બધા ખૂબ જ વહાલ કરે છે અને જાતજાતની ભેટ-સોગાદો તમને આપે છે. તમે ખૂબ સારી શાળામાં ભણી શકો છો અને ખૂબ મઝા પણ કરી શકો છો. પણ તમને ખબર હશે જ કે એક વખત આપણે ભારતીય લોકો અંગ્રેજોનાં ગુલામ હતા.આપણા પૂર્વજોએ ખૂબ તકલીફો વેઠી, અનેક્સ દુઃખો સહન કર્યા. આ બધામાંથી આપણને આઝાદ કરનાર અનેક મહાન વીર પુરુષો હતા. તેઓ દેશ માટે શહીદ થયા અને આપણેને આઝાદી અપાવી. આ બધામાં ગાંધીજીનું નામ અમર છે. આપણે તેમને ગાંધી બાપુ તરીકે ઓળખીએ છીએ. તેમણે જે હિંમત અને આત્મવિશ્વાસથી બારતના લોકોને ગુલામીમાંથી મુક્ત કર્યા તે ખરેખર વંદનીય છે. તેઓ કેટલા મહાન હતા તેનું એક ઉદાહરણ આપું. સરનામામાં માત્ર Mr.Gandhi, India –લખેલો પત્ર તેમને મળી જતો…..
આવું ક્યારે શક્ય બને??? તેમણે કેટલી લોકપ્રિયતા મેળવી હશે?
મુરબ્બી શ્રી જુગલકિશોરભાઇના બ્લોગ “ગાંધી દર્શન” માંથી આ પત્ર લઈ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ બદલ જુગલકિશોરભાઇનો આભાર વ્યક્ત કરું છું.
કલરવનો જન્મદિવસ
તારીખ ૧૫-૮-૨૦૦૬ ના દિવસે કલરવનો જન્મ થયો.
આજે તેણે બે વર્ષ પૂરા કર્યા છે.
આપ સર્વેએ તેને જે સાથ અને સહકાર આપ્યો તે બદલ હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આપ સર્વેને આજનો યાદગાર દિવસ મુબારક હો.
મારે ફરી એકવાર શાળાએ જવું છે
મારે ફરી એકવાર શાળાએ જવું છે (વધુ…)
વાંચકોનો ઉમળકો