મારે ફરી એકવાર શાળાએ જવું છે

August 4, 2008 at 5:03 pm 6 comments

મારે ફરી એકવાર શાળાએ જવું છે
દોડતા જઈને મારી બાંકડીએ બેસવું છે.
રોજ સવારે ઉંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

નવી નોટની સુગંધ લેતાં લેતાં પહેલા પાને

સુંદર અક્ષરે મારું નામ લખવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી

 

 

નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે

જેમ તેમ લંચબોક્સ પુરું કરી

મીઠું મરચું ભભરાવેલ

આમલી-બોર્-જામ

ફળ-કાકડી બધું ખાવું છે.

 

 

મારે ફરી એકવાર શાળાએ જવું છે

સાયકલના પૈડાનો સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે

બૂટમાજાંને દૂર ફગાવી દઈ ખુલા પગે ઝાડ પર ચડવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે

કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય

એવા વિચારો કરતાં રાતે સૂઈ જવું છે

અનપેક્ષિત રજાના આનંદ માટે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં

મિત્રો સાથે ગપ્પા મારતાં વર્ગમાં બેસવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

ઘંટ વાગતાંની સાથે જ મિત્રોનું કુંડાળું કરીને

સાયકલની રેસ લગાવતાં ઘેર જાવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

રમત-ગમતના પિરિયડમાં તારની વાડમાંના

બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જાવું છે

તે ભાગી જવાની મોજ અનુભવવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે

દિવાળીના વેકેશનની રાહ જોતાં

માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે

 

 

મારે ફરી એકવાર શાળાએ જવું છે

દિવસભર માટીનો કિલ્લો બાંધીને માટીને પગથી તોડી

હાથપગ ધોયા વિના ફરાળની થાળી ખાવા બેસવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

રાતે ઝાઝાબધા ફટાકડા ફોડ્યા પછી

તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા

રડમસ ચહેરો લઈને, હસતા રુદિયાની સાથે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

કેટલીય જવાબદારીઓના બોજ કરતાં

પીઠ પર દફ્તરનો બોજ લગાડવો છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

ગમે તેવી ગરમીમાં એરકન્ડીશન્ડ ઓફિસ કરતાં

પંખા વિનાના વર્ગમાં બારી ખોલી બસવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે

બાળપણ પ્રભુની દેણ છે

તુકારામના એ અભંગનો અર્થ

હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે

તે બરાબર છે કે નહીં તે સરને પૂછવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે

 

અમી દવે પટેલ

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

જમ્પ!!!!!!!!!!!! કલરવનો જન્મદિવસ

6 Comments Add your own

  • 1. pragnaju  |  August 5, 2008 at 9:28 pm

    બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
    અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
    એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
    મારે ફરી એકવાર શાળાએ જવું છે.
    આપણા બધાની તે દિવસોની લાગણીની બહુ સરસ અભિવ્યક્તી

    Reply
  • 2. સુરેશ જાની  |  August 16, 2008 at 2:20 am

    અમી કોણ?

    Reply
  • 3. વિવેક ટેલર  |  September 4, 2008 at 7:32 am

    સુંદર રચના…

    Reply
  • 4. parash  |  December 12, 2011 at 6:10 pm

    mare pan nishale jaaaavuuuu chhhhhhhheeeeeeeeeeee

    Reply
  • 5. નીતીન પટેલ  |  December 30, 2011 at 3:52 am

    સરસ , શાળાની યાદ આવી ગઇ.

    Reply
  • 6. Mahendra Thanwani  |  August 27, 2013 at 9:10 am

    ખરેખર મારે ફરી નિશાળે જવું છે – Mahendra Thanwani

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

August 2008
M T W T F S S
« Jul   Sep »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: