અલ્પ શબ્દોની અભિવ્યક્તિ

ઓગસ્ટ 28, 2008 at 5:43 પી એમ(pm) 4 comments

મારો નાનો પૌત્ર ધ્રુવ 19 મહિનાનો થયો. તેણે હવે થોડું થોડું બોલવાનુ શરૂ કર્યું છે.
હું તેને લગભગ રોજ પાર્કમાં લઈ જાઉં છું.

 

  કોઇ દિવસ વરસાદ હોય અને તેનો પાર્કનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડે તો સમજાવું છું કે બહાર ના જવાય

તે તરત જ બોલે છે” ટપટપ….એમ્બીયા(અંબ્રેલા)” એટલે કે છત્રી લઈને તો જવાય…..

હમણાં થોડા દિવસ પહેલા વરસાદ ન હતો . તેને પાર્કમાં જવાની અદમ્ય ઈચ્છા થઈ હશે અને હું ઘરમાં કામ હોવાથી ગણકારતી ન હતી.

તે બોલ્યો.”બા…બા( રોજ કરતાં વધુ લટુડા પટુડા થઇને)

મેં કહ્યું”શું છે ધ્રુવ?”

હવે તેની અલ્પ શબ્દોની અભિવ્યક્તિ જુઓ
 
 “બા…ટપટપ…ના..ના..ના”

“એમ્બીયા…ના..ના…ના”

તકો(તડકો), હીંગ…હીંગ( જ્યારે તડકો હોય ત્યારે સોફામાં તેને બેસાડીને અરીસા પર તડકો પાડી હું રીંગ બતાવતી)

પછી બોલ્યો…” હીંચા…હીંચા…સ્લા…સ્લા…સી..સો…”

ઍટલે કે વરસાદ નથી, છત્રીની જરૂર નથી, તડકો છે, રીંગો પડી શકે તેવો તડકો છે. તો ચાલો પાર્કમાં…

અને મને મઝા કરાવો હીંચકાની,સ્લાઇડની, સી-સો ની…

અને હું તેને લઇને ઉપડું છું પાર્કમાં.

Advertisements

Entry filed under: ડાયરીનું એક પાનું.

પિતા,અમે તુજ બાળકો વાદળગાડી

4 ટિપ્પણીઓ Add your own

  • 1. chetu  |  ઓગસ્ટ 28, 2008 પર 11:47 પી એમ(pm)

    હા આંટી .. તે દિવસે અમે પણ માણી હોં …ધૃવની કાલી ઘેલી ભાષા..!

    કેવું નિર્દોષ હોય છે બાળપણ ..!!!!!

    જવાબ આપો
  • 2. સુરેશ  |  સપ્ટેમ્બર 2, 2008 પર 2:27 પી એમ(pm)

    મજા આવી ગઈ. એ ભાષાની મજા જ કાંઈ ઓર છે.

    જવાબ આપો
  • 3. pragnaju  |  સપ્ટેમ્બર 4, 2008 પર 9:17 પી એમ(pm)

    “બા…ટપટપ…ના..ના..ના”

    “એમ્બીયા…ના..ના…ના”
    મધુર મધુર

    જવાબ આપો
  • 4. Dhwani joshi  |  સપ્ટેમ્બર 7, 2008 પર 11:40 એ એમ (am)

    hahaaa… maja aavi gai , Aunty… ketli najukta thi aape pan aalekhyo chhe,..aa kali-gheli bhasha no ‘Kaarav”..!!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,133 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ


%d bloggers like this: