વાદળગાડી

ઓગસ્ટ 30, 2008 at 1:10 પી એમ(pm) 2 comments

વાદળગાડી

વાદળની તો ગાડી કીધી

વીજળીનું એંજિન કીધું

તારલિયાનું લશ્કર બેઠું

ડબ્બામાં સીધેસીધું

વીજળીએ વીસલ કીધીને

ગાડી ઉપડી ગડ-ગડ-ગડ !

મોં મલ્ક્યા ચાંદા-સૂરજનાં

હસિયા બંને ખડ-ખડ-ખડ

ડુંગર કુદતી, ખીણો ખૂંદતી

ગાડી તો ચાલ્યા કરતી

આભ અડીને ઊંચે ઊભો

હિમાલય આવે સામો !

ગાડી ઓ ગભરાઇ જઇને

નાંખે એને ત્યાં ધામો !

ચાંદો ઊતરે, સૂરજ ઊતરે,

ઊતરે તારલિયાનાં દળ

ખસેડવા હિમાલયને સૌ

ચોગરદમથી કરતાં બળ.

ખસે તસુ ના હિમાલય પણ

પડતાં સૌ વિમાસણમાં

છૂટું પડતું વિજળી એંજિન

વીખરાતાં વાદળ ક્ષણમાં !

ચાંદો ભાગે પશ્ચિમ દેશ

સૂરજ ભાગે પૂરવ દેશ

તારલિયા આભે સંતાતા

મૂકીને લશ્કરનો વેશ્.

—સોમાભાઇ ભાવસાર

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

અલ્પ શબ્દોની અભિવ્યક્તિ આધુનિક પ્રાણીકથાઓ-5(અળસિયું અને ઉધઇ)

2 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  સપ્ટેમ્બર 2, 2008 પર 2:28 પી એમ(pm)

  સોમાભાઈના જીવન વિશે માહીતિ છે?

  જવાબ આપો
 • 2. pragnaju  |  સપ્ટેમ્બર 4, 2008 પર 9:16 પી એમ(pm)

  સોમાભાઇ ભાવસારનું મઝાનું બાળકાવ્ય
  તેમના બીજા કાવ્યો મૂકશો

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

મહિનાવાર ટપાલ


%d bloggers like this: