આધુનિક પ્રાણીકથાઓ-5(અળસિયું અને ઉધઇ)

સપ્ટેમ્બર 1, 2008 at 6:20 એ એમ (am) 2 comments

ઉધઇ-   એય તારુઁ નામ શુઁ છે?

અળસિયુઁ-  મારુઁ નામ અળસિયું.મને અઁગ્રેજીમાઁ અર્થવર્મ Earthworm કહે છે.તારું નામ શું છે?

ઉધઇ-  મારુઁ નામ ઉધઇ.મને અંગ્રેજીમાં ટર્માઇટ Termite કહે છે.તું અહીં માટીમાં દબાઇને શુઁ કરે છે

અળસિયું-  માટી તો મારુ ઘર છે. આ માટીની નીચે મારા જેવા કેટલાયા નાના-મોટા અળસિયા તને જોવા મળશે.પણ તુઁ આ ઝાડના થડ પર શુઁ કરે છે

ઉધઇ-  તને ખબર નથી આ થડ એ તો મારું ઘર છે. તેની અંદર તને મારા જેવી કેટલીય

 ઉધઇ જોવા મળશે. અળસિયા, તુઁ માટીમાં રહીને શું કરે છે ? શું ખાઇને જીવે છે ?

અળસિયું-   હું તો માટી જ ખાઉં છું.તેમાઁ ઘણા બધા સડેલા પાંદડાઓ મરેલા જીવડા હોય  તેમાં કાર્બનિક પદાર્થો મને મળી જાય છે અને મારું જીવન ચાલે છે. તું થડ પર શું ખાઇને જીવે છે

ઉધઇ-  અરે વાહ! માત્ર માટી ખાઇને જીવી શકાય તો તો બહુ જ સારુઁ કહેવાય. હું તો આ થડને મારા ખુબ બારીક દાંતથી ધીમેધીમે કોતરું છું અને તેનો રસ ચુસું છું.અહીં અમારું ખુબ મોટું કુટુંબ છે.

અળસિયું-  મોટું કુટુંબ? એ વળી શું ?

ઉધઈ-  અમારા કુટુંબમાં એક રાણી હોય છે. તે ખૂબ જ મોટી હોય છે.ખૂબ જ જાડી.તેનું કામ ખૂબ જ ખાવાનું ઇંડા મૂકવાનું અને બીજાને કામ સોંપવાનું હોય છે.

 બીજા મારા જેવા જે નાના જીવડા દેખાય છે તે ત્રણ જાતના  હોય છે. મજૂર,સૈનિક અને નર.

સૈનિકો રક્ષણનું કામ કરે. તે વઁધ્ય હોય છે.તેના શરીરના આગળના ભાગમાં ખુબ જ અણીદાર અને લાંબા નહોર જેવા ભાગ હોય છે જેનાથી તે ઉઁડા ઘા પાડી શકે છે.અને તેના દાંત ખુબ મજબૂત અને થોડા મોટા હોય છે. નર કદમાં થોડા મોટા હોય છે.

 મજૂરને ઝાડના થડ, સુકા લાકડા , પુસ્તકો,….એટલેકે કાગળ,લાકડું, વિગેરે ફોલવાનુ, દર બનાવવાનું, ખોરાક જમા કરવાનું કામ કરવાનું હોય છે. આ  મજૂર જીવડા વંધ્ય હોય છે. નર ઉધઇએ માદાને ફલિત કરવાનું,ખાવાનું, મઝા કરવાની અને જો ઇચ્છા હોય તો મજૂર અને સૈનિકો કરતા હોય તે કામમાં મદદ કરવાનું હોય છે.  વળી એક બીજી વાત અમારા દાંત માણસના દાંત  જેવા ના હોય. તે તો કાઇટીન નામના પ્રોતીનના બનેલા હોય. પાતળી બ્લેડ જેવું કામ કરી શકે.તમારામાં કુટુંબ હોય? તમારે દાંત હોય ?

અળસિયું-   અરે વાહ! ભાઈ વાહ ! આ તો કેવી નવાઇની વાત છે. અમારામાં તો સાવ જ અલગ વાત છે. અમારે તો દાંત ન હોય. અમે તો લીસા લીસા સુઁવાળા હોઇએ.અમારા શરીર પર એક્સરખા રીઁગો જેવા ભાગ હોય એટલે નુપુરક કહેવાઇએ. સ્ત્રીઓ પગમાઁ નુપુર પહેરે છે ને તેની કેવી એકસરખી કડીઓ કે ઘુઘરીઓ હોય ? તેમ જ…

અમે દરેક અળસિયા નર પણ હોઇએ અને માદા પણ હોઇએ. અમને ઉભયલિંગી કહેવાય.મારામાં નરના પ્રજનન અંગો પણ હોય અને માદાના પણ હોય.

પણ નરપ્રજનન અંગો પહેલાં પરિપક્વ થાય એટલે અમે પહેલાં નર હોઇએ. એટલે અમે જે અળસિયામાં માદાના અંગો પરિપક્વ  થયા હોય તેને મળીને તેના ઇંડાને ફલિત કરીએ પછી  તે માદા બધા જ ફલિત ઇંડાની સાથે તેના  શરીરના આગળના ભાગમાં એક લંબચોરસ પટ્ટા જેવો ભાગ હોય જેને વલયિકા કહેવાય તે ધીમેધીમે સરકાવી શરીરના આગળના ભાગમાંથી બહાર કાઢી નાંખે છે. સ્ત્રીઓ જે રીતે હાથ પરની બંગડી કે પાટલો ઉતારે તેમ…..

પછી અમારા માદા પ્રજનન અંગો પરિપક્વ થાય ત્યારે અમે એવા અળસિયાને મળીએ કે જેનામાં નર પ્રજનનાંગો પરિપક્વ થયા હોય. આ વખતે  તે અમારા ઇંડાને ફલિત કરે. અને તે ફલિત ઇંડા સાથે અમે વલયિકા નામના પટ્ટાને શરિરના આગળના ભાગમાંથી સરકાવી  દઇએ.

ઉધઇ-   અરે ! આ તો ગજબ કહેવાય. તમારે તો ક્યારેય નર-માદાનો ઝગડૉ જ ના થાય. અને બધા અનુભવો પણ મળે.

અળસિયું-  તું કઈ ઉધઇ છે?

ઉધઈ-   હું તો મજૂર છું.

અળસિયું-   તને નર ઉધઈ કે માદા ઉધઇ થવાની ઇચ્છા ના થાય?

ઉધઈ-    તને એક ખાનગી વાત કહું? નર કે સૈનિક થવા કરતાં મજૂર થવું સારું. સૈનિકે બધાને બચાવવા પોતાનો પ્રાણ ગુમાવવો પડે અને જો તે બધાનું રક્ષણ ના કરી શકે તો રાણી જ તેને ખાઈ જાય્ એટલે સૈનિક થવું નકામું. નર થવું તો સાવ જ નકામું કેમેકે તે જેવો માદાને ફલિત કરે એટલે તરત જ રાણી તેને ખાઈ જાય. અને માદા તો થવાય જ નહીં. માદાનું તો કાંઇ જીવન કહેવાય? આખો દિવસ ખાધા કરવાનું અને ઢગલાબંધ ઇંડા મૂક્યા કરવાના.વળી બધાની ઉપર ધ્યાન આપવાનુંૢ બધાની ફરિયાદો સાંભળવાની….ના ભાઇ ના-માદા તો થવાય જ નહીં.એટલે જો ઉધઈ જ થવાનું હોય તો મજૂર થવું જ સારું.

ઉધઈ –  અમને તો આ બધા માણસ કહેવાતા લોકો મારી નાંખવા કાયમ પ્રયત્ન કરે કેમકે અમે તેમની ઘણી વસ્તુઓ બગાડીએ. તમને પણ તેવું જ કરે ?

અળસિયું-    ના રે ના, અમને તો લોકો ખાસ રાખે. કેમકે અમે તેમની જમીનને પોચી કરી આપીએ, વળી અમે માટી ખાઇને માતી જ મળ સ્વરુપે બહાર કાઢીએ-જેમાં ઘણા બધા કાર્બનિક પદાર્થો હોય, એટલે તેમની જમીન ફળદ્રુપ બને. હમણાં હમણાં તો માણસોએ અળસિયા દ્વારા કુદરતી ખાતર બનાવવાની રીતો શોધી કાઢી છે. તેઓ તેને અળસિયાની ખેતી કહે છે.ઍટલે અમારા માનપાન તો ખૂબ વધી ગયા છે.

ઉૈધઇ-   ખૂબ સરસ કહેવાય. મને પણ ભગવાન ઉધઇ નહીં પણ અળસિયું બનાવે તો કેવું સારું.ચાલ તો હવે હું પાછું મારું કામ શરૂ કરું. કેમકે હું તો મજૂર ઉધઇ છું. મારે તો રાણીનો હુકમ માનવો પડશે ને? નહીઁ તો મારું તો આવી જ બનશે.

અળસિયું-    ચાલ, આવજે…….

Advertisements

Entry filed under: આધુનિક પ્રાણીકથાઓ.

વાદળગાડી રંગોની દુનિયા

2 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  સપ્ટેમ્બર 2, 2008 પર 2:23 પી એમ(pm)

  બહુ જ સરસ …

  જવાબ આપો
 • 2. pragnaju  |  સપ્ટેમ્બર 4, 2008 પર 9:14 પી એમ(pm)

  ખૂબ સુંદર
  બાળકો અને મૉટાને મઝા સાથે જાણકારી

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 224,480 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: