રંગોની દુનિયા

સપ્ટેમ્બર 2, 2008 at 4:00 પી એમ(pm) 1 comment

 

બાળકોને જાતજાતના રંગો ખુબ જ ગમતા હોય છે. લાલ લીલો વાદળી કેસરી પીળો તેમને પ્રિય તેવા રંગો છે. નાંનપણથી જ બાળકો માટે ચિત્રો દોરવનાં સાધનો લાવવાનું મને ખુબ ગમતું. ચોક કલર્સ વોટર કલર્સ પેંન્સિલ કલર્સ અમે તેમને લાવી આપતા.તેઓ જાતજાતનાં ચિત્રો દોરતા અને ભાતભાતનાં રંગો પુરતા.સાવ નાના હતા ત્યારે તો આખેઆખા રંગોથી રંગાઇ જતા. પણ તેમના ચહેરા પરનો આનંદ જોઇને મન ખુશ થઇ જતું.આપણને સાવ ઢંગધડા વગરનું લાગે તેવા તેમના ચિત્રો વિષે પુછીએ તો તેમાં તેઓ જુદાજુદા પ્રાણીઓ વાહનો અને કાંઇ કેટલીય અકલ્પ્ય વસ્તુઓ બતાવતા. બાળકોની દુનિયા જ ન્યારી હોય છે.તેમને તેમની આંતરિક અભિવ્યક્તિને મુક્ત રીતે પ્રગટ થવા માટે આ એક અનેરૂં માધ્યમ બની રહે છે.તેમની કલ્પનાશક્તિ વિકસે છે અને પોતાની આસપાસની દુનિયાને રસથી માણે છે. તેમનામાં સૌંદર્યને જોવાની અને માણવાની દ્રષ્ટિ ખીલે છે. આગળ જતાં આજ અભિગમ તેમને પોતાની ચીજ વસ્તુઓ ઉત્તમ વ્યવસ્થિત રીતે રાખવાની સુજ આપે છે. તેઓ પોતાની આસપાસના વાતાવરણને નયનરમ્ય બનાવે છે. બધા જ બાળકો કાંઇ મોટા ચિત્રકાર કે કલાકાર નથી બની શકતા પણ તેમના જીવનને તેઓ કલાત્મક બનાવી શકે છે.

આથી જ બાળક નાનું હોય ત્યારથી જ તેને આવી સુવિધા આપવી જોઇએ એવું હું માનું છં. તેણે બગાડેલા હાથ પગ ચહેરો કે કપડાનો વિચાર ન કરવો. તે તો સાફ કરી શકાય. આપણે વિચાર કરતાં જ રહીએ અને સમય સરી જાય છે. ગયેલા વર્ષો ફરી પાછા આવતા નથી. માટે જો આવી તક સાંપડી હોય તો તે કોઇ પણ ન ચૂકે તેવી હું સલાહ આપુઁ છુઁ.હા એ જરૂર ધ્યાનમાઁ રાખીવુઁ કે બાળકો સાવ નાના હોય અને આપણે તેમને ચિત્રકલા સાથે સ્સઁકળવા માઁગતા હોઇએ ત્યારે આપણે ત્યાઁ હાજર રહી શકીએ.

જ્યારે પુસ્તકમાઁ શ્રી.મોહનલાલ શાહે નીચે લખેલુઁ લખાણ વાઁચ્યુઁ ત્યારે લાગ્યુઁ કે મારી વાત સાચી છે. કદાચ તમે બધા જ આવુઁ જ માનતા હશો.

શાળાના માત્ર બે ટકા જ બાળકો કલાકાર બનવાનાઁ છે એમ જાણવા છતાઁ સહુને ચિત્રકળાનુઁ શિક્ષણ આપવુઁ જોઇએ.દરેક બાળકના હ્રદયમાઁ સૌન્દર્ય માટે પ્રેમ જાગે અને નાનીનાની ચીજોમાઁ રહેલા સૌન્દર્ય સાથે એ તાદાત્મ્ય સાધે તે ચિત્ર શિક્ષણનો પ્રથમ હેતુ છે.વળી એની અવલોકનશક્તિનો પણ એ રીતે વિકાસ થાય. એની વાણી વર્તનમાઁ કાર્યમાઁ  અને ચારિત્ર્યમાઁ સુઘડતા સઁવાદિતા અને ચેતના લાવવી એ ચિત્રકળાનુઁ જ કામ છે.

Entry filed under: હોબી, Hobby.

આધુનિક પ્રાણીકથાઓ-5(અળસિયું અને ઉધઇ) અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો

1 ટીકા Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 4, 2008 પર 9:09 પી એમ(pm)

  અપનાવવા જેવું સૂચન
  બાળ માનસના અભ્યાસીઓ
  અને
  કેળવણીકારો તો બાળકોને
  ચિત્રકામથી જ શરુઆત કરાવવામાં માને છે!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 224,368 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: