અમે ચાંદો સૂરજ રમતા’તા

સપ્ટેમ્બર 12, 2008 at 5:09 પી એમ(pm) 3 comments

અમે ચાંદો સૂરજ રમતા’તા

રમત રમતા કોડી જડી

કોડી મેં ગાયને બાંધી

ગાયે મને દૂધ આપ્યું

દૂધ મેં મોરને પાયું

મોરે મને પીંછું આપ્યું

પીંછું મેં ગોવાળને આપ્યું

ગોવાળે મને બળદ આપ્યો

બળદ મેં બાવળે બાંધ્યો

બાવળે મને શૂળ આપ્યું

શૂળ મેં ટીંબે ખોસ્યું

ટીંબાએ મને માટી આપી

માટી મેં કુંભારને આપી

કુંભારે મને ઘડો આપ્યો

ઘડો મેં નદીને આપ્યો

નદીએ મને પાણી આપ્યું

પાણી મેં માળીને આપ્યું

માળીએ મને ફૂલ આપ્યા

ફૂલ મેં નહાદેવને ચઢાવ્યા

મહાદેવ મને ભાઈ આપ્યો

ભાઇ મેં બાને આપ્યો

બાએ મને લાડુ આપ્યો

લાડુ હું ખાઇ ગયો

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

જીવન જ્યોત જગાવો સુડોકુ-3(પઝલ)

3 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  સપ્ટેમ્બર 12, 2008 પર 6:53 પી એમ(pm)

    બાળકોને પ્રિય લાડવા અંગેનો પ્રસંગ
    અમારા પૌત્રને ડબ્બામાંથી એક લાડવો લેવાનો કહ્યો
    તો તે કહે YES,ONE AT A TIME

    જવાબ આપો
  • 2. jayeshupadhyaya  |  સપ્ટેમ્બર 16, 2008 પર 6:18 એ એમ (am)

    બચપણ યાદ આવ્યું આજ જોડકણાં ગાઇને મોટા થયા છીએ

    જવાબ આપો
  • 3. nehajesal  |  ડિસેમ્બર 1, 2009 પર 8:12 પી એમ(pm)

    vachine chheraper muskan avigai avujkai gai ne ame mota thya,pan have to bus tutlu futluj mand yad hatu.thx 4 reminding us old is gold………..

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 286,886 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ