જનીનવિદ્યા પરિચય-2

સપ્ટેમ્બર 28, 2008 at 4:57 પી એમ(pm) 1 comment

 એકસંકરણ પ્રમાણ  MONOHYBRID RATIO -મેંડેલનો એકસંકરણ પ્રમાણ દર્શાવતો પ્રયોગ

આપણે આગળ જનીજવિદ્યા પરિચય્-1 માં જોઇ ગયા તેમ મેંડેલે વટાણાના છોડમાં જે લક્ષણો જોયા અને પોતાની ડાયરીમાં નોંધ્યા તેના આધારે તેણે સમજુતી આપી કે જો   બે ઉંચા છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે તો અનેક પેઢી સુધી ઉંચા છોડ જ ઉત્પન્ન થાય છે અને જો બે નીચા છોડ વચ્ચે સંકરણ કરવામાઁ આવે તો અનેક પેઢી સુધી નીચા છોડ જ ઉત્પન્ન થાય છે. આથી તેમણે તેને અનુક્રમે શુધ્ધ ઉંચા છોડ અને શુધ્ધ નીચા છોડ એમ ઓળખ આપી.

હવે જ્યારે તેમણે એક શુધ્ધ ઉંચો છોડ અને એક શુધ્ધ નીચો છોડ લઇ તેમની વચ્ચે સંકરણ કર્યું તો પહેલી પેહીમાં (F1  Generation) માં  ઉંચો છોડ મળ્યો.આ છોડ મિશ્ર લક્ષણો ધરાવતો હતો ( ઉંચાઇ + નીચાપણાનું લક્ષણ) હવે આ પહેલી પેઢીના બે મિશ્ર ઉંચા છોડ વચ્ચે સંકરણ કર્યુ તો બીજી પેઢી( F2 Generation) માં ત્રણ ઉંચા અને એક નીચો છોડ મળ્યા. જેને તેમણે 3 : 1 નું પ્રમાણ કહ્યું. આ પરિણામ બાહ્ય લક્ષણોને આધારે આપેલું હોવાથી તેને તેમણે ફીનોટીપીક પ્રમાણ (Phenotypic ratio)કહ્યું પણ આંતરિક રીતે ,  જનીનિક રીતે જોતાં તેમાં એક છોડ શુધ્ધ ઉંચોૢ બે છોડ મિશ્ર ઉંચા અને એક છોડ શુધ્ધ નીચો હતો. એટલેકે 1 :2 : 1 પ્રમાણ હતું જેને તેમણે જીનોટીપીક પ્રમાણ ( Genotypic ratio) કહ્યું.

તેમણે આ પ્રયોગમાં માત્ર એક જ લક્ષણ (ઉંચાઇનું) ધ્યાનમાં લીધું હોવાથી તેને એક સંકરણ પ્રમાણ કહેવાય છે.

આ પ્રયોગ પરથી તેમણે સૂચવ્યું કે

1- જો પિતૃઓ શુધ્ધ લક્ષણોવાળા હોય તો અનેક પેઢી સુધી શુધ્ધ લક્ષણો જ મળે છે. (Law of purity of gametes.)

2- જો પિતૃઓ અલગ અલગ લક્ષણોવાળા હોય તો પહેલી પેઢીમાં તેમના  પ્રભાવી લક્ષણો અલગ દેખાઇ આવે છે પણ પ્રચ્છન્ન લક્ષણો દબાયેલા રહે છે. (Law of dominance)

3-બીજી પેઢીમાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો સ્પષ્ટ રીતે જુદા પડે છે (Law of segregation)

 તેનું બાહ્યલક્ષણો આધારિત પ્રમાણ  Phenotypic ratio-3 :1 હોય છે જ્યારે જનીનિક પ્રમાણ Genotypic ratio – 1 : 2 : 1  હોય છે.

આ તમામ માહિતી માટે નીચેનો ચાર્ટ મદદરૂપ થઈ શકશે.

 

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

ભાવભીનું આમંત્રણ..GujaratiBloggers community પ્રાણીકથાઓ-10(દ્રાક્ષ તો ખાટી છે)

1 ટીકા Add your own

  • 1. pragnaju  |  સપ્ટેમ્બર 28, 2008 પર 8:41 પી એમ(pm)

    સાંપ્રત સમયનો ખૂબ માહિતીપૂર્ણ લેખ
    આવનારા દિવસોમાં કોઇ પણ રોગની સારવારમાં જનીન-ચિકિત્સાનું મહત્ત્વ વધુ હશે એમાં બેમત નથી. દા.ત. આજે જનીન ઇજનેરીના માઘ્યમથી માનવજન્ય ઇન્સ્યુલિનનું ઔધોગિક ઉત્પાદન શકય બનતા ડાયાબિટીસથી પીડાતા કરોડો લોકોને રાહત મળી છે. આ અભ્યાસથી વ્યકિતની રોગવશતા નો કયાસ કાઢી શકાય છે.
    ૧૯૧૦માં ગુરુવર રવીન્દ્રનાથ ટાગોરે ભારતવીર્ય નામની લખેલી આ કવિતા જનીન ચિત્રણનો સંકેત આપતી શ્રેષ્ઠ કૃતિ છે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,368 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: