Archive for ઓક્ટોબર, 2008

અકબર બિરબલ(10)બાજરીનું દોરડું

અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઇર્ષા કરતા. એક દિવસ બધાએ  ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું. તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા.દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો.

મહાવત તો રાજા પાસે  ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમે બોલ્યો. રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેંપ ઇલાજ કરવા કહ્યું. રાજવૈદે પણ તેને સમ્જાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડૂંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે. (વધુ…)

ઓક્ટોબર 31, 2008 at 5:33 પી એમ(pm) 3 comments

સુડોકુ-4(પઝલ)

સુડોકુ રમત કઈ રીતે રમાય તે જોઈ લઈએ

1-તેમાં ઉભી અને આડી 9-9 ખાનાની હરોળ છે કુલ 81 ખાના છે

2-9-9 ખાનાના 9 ચોરસ આપેલા છે.

3-દરેક ચોરસમાં 1 થી 9 નો આંકડો મૂકવાનો.એક પણ અંકનું પુનરાવર્તન ન થવું જોઈએ

4-દરેક ઉભી અને આડી હરોળમાં પણ 1 થી 9 અંક આવવો જોઈએ

તો ચાલો શરૂ કરી દો નીચેની સુડોકુ પઝલ……

જવાબ તમને 15 દિવસ પછી મળશે.

ઓક્ટોબર 21, 2008 at 12:04 પી એમ(pm) 1 comment

વહાલા બાળકને…..

ભગવાન એક નાનકડા બાળકને કહે છે……..

તું સવારે પથારીમાંથી ઉઠ્યો ત્યારે હું તારા ઓશિકા પાસે જ ઉભો હતો. મને થયું તું મને યાદ કરીશ્ પણ તું ઉતાવળમાં હતો કેમેકે ઉઠવામાં મોડું થઈ ગયું હતું મને થયું કશો વાંધો નહીં … તું મારું નાનકડું બાળક છે. તું તારા સવારના નિત્યકર્મ પતાવી ટેબલ પર નાસ્તો કરવા બેઠો ત્યારે મને થયું તું મને યાદ કરીશ.પણ તારે સ્કુલે જવાનું મોડુ થતું હતું એટલે તું મને ભૂલી ગયો. સ્કુલમાં ગયો ત્યારે પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. તું તે સમયે પણ મને યાદ ના કરી શક્યો. સ્કુલથી ઘેર આવી જમવા બેઠે ત્યારે મને થયું આ વખતે તો તું મને યાદ કરીશ જ પણ તને સખત ભૂખ લાગી હતી એટલે તું ઝડપથી જમવા માંડ્યો અને મને ભૂલી ગયો. સાંજે નાસ્તો કરતી વખતે મને થયું તું કદાચ મને યાદ કરીશ પણ તારા દોસ્તો બહારથી તને રમવા માટે બોલાવતા હતા એટલે તારો જીવ રમવામાં હતો અને મને તું ભૂલી ગયો. રાત્રે જમવા માટે જ્યારે બધા ખુરશી પર ગોઠવાયા ત્યારે મને થયું કે આ વખતે તો તું જરૂર મને યાદ કરીશ જ. પણ તું રમીને આવ્યો હતો એટલે સખત ભૂખ્યો થયો હતો અને મમ્મીએ સરસ જમવાનું બનાવ્યું હતું એટલે તું ફટાફટ જમવા લાગ્યો અને મને ભૂલી ગયો. રાત્રે તું પથારીમાં સુવા ગયો ત્યારે મને થયું હવે તો તું મને યાદ કરીશ જ્ પણ તને સખત ઉંઘ આવતી હતી એટલે તું તરત જ સુઈ ગયો. બેટા કશો વાંધો નહીં. હું એમ થાકું તેમ નથી. કાલે સવારે તો હું તારી સામે હાજર જ હોઈશ. મને યાદ કરીશ ને. મને ચોક્કસ ખાતરી છે કે એક દિવસ તો તું મને જરૂર યાદ કરીશ જ કેમકે તું મારું ખૂબ ખૂબ વહાલું બાળક છે.

 

 

ઓક્ટોબર 17, 2008 at 2:35 પી એમ(pm) 3 comments

ખજૂર રોલ્સ

 

ખજૂર, શીંગદાણા, કોપરાના રોલ્સ

100 ગ્રામ ખજૂર

100 ગ્રામ શેકેલા(ફોતરા દૂર કરેલા)શીંગદાણા

200ગ્રામ સુકા કોપરાનું છીણ

બે ચમચા ઘી

2 કપ દૂધ

100ગ્રામ ખાંડ (વધુ…)

ઓક્ટોબર 13, 2008 at 4:05 પી એમ(pm) 3 comments

દેડકાનું જીવનચક્ર

તમને ખબર છે દેડકાનાં અન્ય નામ કયા છે ??/

દેડકાને અંગ્રેજીમાં ફ્રોગ કહેવાય પણ તેનું શાસ્ત્રીય નામ  રાના ટાઈગ્રીના (Rana tigrina) છે.

આજે આપણે જોઈએ કે દેડકાનો જન્મ કેવી રીતે થાય

તમને બધાને ખબર છે કે ઉનાળામાં કે શિયાળામાં દેડકા જમીન પર જોવા મળતા નથી પણ જેવો વરસાદ પડે કે તરત ઢગલાબંધ દેડકા જમીન પર કુદાકુદ કરતા જોવા મળે છે. આવું કેમ??????

દોસ્તો, દેડકો શીત રૂધિરવાળું Coldblooded animal પ્રાણી છે એટલે કે ઉનાળામાં જ્યારે સખત ગરમી પડતી હોય ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય છે જો આ વખતે કાંઈ ના કરે તો તેના શરીરનું લોહી ઉકળવા માંડે.અને શિયાળામાં સખત ઠંડી પડે ત્યારે તેના શરીરનું તાપમાન એકદમ નીચું જતું રહે છે.આ સમયે પણ જો તે કાંઈ ના કરે તો તેનું લોહી થીજી જ જાય. પણ ભગવાને દરેક પ્રાણીને બદલાતા વાતાવરણમાં ટકી રહેવા માટે કાંઈ ને કાંઈ બક્ષીસ આપી જ હોય છે. દેડકાને ખબર હોય છે કે જમીનની નીચે તેના પેટાળમાં બહાર કરતાં અલગ જ તાપમાન હોય છે. જમીનની ઉપર ગરમીએ હોય તો તેના પેટાળમાં ઠંડક હોય છે અને જો જમીનની ઉપર ઠંડક હોય તો તેનાં પેટાળમાં હુંફાળું વાતાવરણ હોય છે. એટલે તો દેડકા ઉનાળામાં જમીનની નીચે જતા રહે છે જેને તેમની ગ્રીષ્મનિદ્રા કે ગ્રીષ્મસમાધિ કહે છે. અને શિયાળામાં પણ તે જમીનની નીચે જતા રહે છે જેને તેમની શીતનિદ્દ્રા કે શીતસમાધિ કહે છે. આ સમયે એટલેકે ગ્રીષ્મસમાધિ દરમ્યાન અને શીતસમાધિ દરમ્યાન તેઓ કશું જ ખાતા નથી.ચૂપચાપ એક જ જગ્યાએ બેઠા રહે છે.

બોલો આને સમાધિ જ કહેવાય ને ??????? (વધુ…)

ઓક્ટોબર 12, 2008 at 4:41 પી એમ(pm) 3 comments


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ