દેડકાનું જીવનચક્ર

October 12, 2008 at 4:41 pm 3 comments

તમને ખબર છે દેડકાનાં અન્ય નામ કયા છે ??/

દેડકાને અંગ્રેજીમાં ફ્રોગ કહેવાય પણ તેનું શાસ્ત્રીય નામ  રાના ટાઈગ્રીના (Rana tigrina) છે.

આજે આપણે જોઈએ કે દેડકાનો જન્મ કેવી રીતે થાય

તમને બધાને ખબર છે કે ઉનાળામાં કે શિયાળામાં દેડકા જમીન પર જોવા મળતા નથી પણ જેવો વરસાદ પડે કે તરત ઢગલાબંધ દેડકા જમીન પર કુદાકુદ કરતા જોવા મળે છે. આવું કેમ??????

દોસ્તો, દેડકો શીત રૂધિરવાળું Coldblooded animal પ્રાણી છે એટલે કે ઉનાળામાં જ્યારે સખત ગરમી પડતી હોય ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય છે જો આ વખતે કાંઈ ના કરે તો તેના શરીરનું લોહી ઉકળવા માંડે.અને શિયાળામાં સખત ઠંડી પડે ત્યારે તેના શરીરનું તાપમાન એકદમ નીચું જતું રહે છે.આ સમયે પણ જો તે કાંઈ ના કરે તો તેનું લોહી થીજી જ જાય. પણ ભગવાને દરેક પ્રાણીને બદલાતા વાતાવરણમાં ટકી રહેવા માટે કાંઈ ને કાંઈ બક્ષીસ આપી જ હોય છે. દેડકાને ખબર હોય છે કે જમીનની નીચે તેના પેટાળમાં બહાર કરતાં અલગ જ તાપમાન હોય છે. જમીનની ઉપર ગરમીએ હોય તો તેના પેટાળમાં ઠંડક હોય છે અને જો જમીનની ઉપર ઠંડક હોય તો તેનાં પેટાળમાં હુંફાળું વાતાવરણ હોય છે. એટલે તો દેડકા ઉનાળામાં જમીનની નીચે જતા રહે છે જેને તેમની ગ્રીષ્મનિદ્રા કે ગ્રીષ્મસમાધિ કહે છે. અને શિયાળામાં પણ તે જમીનની નીચે જતા રહે છે જેને તેમની શીતનિદ્દ્રા કે શીતસમાધિ કહે છે. આ સમયે એટલેકે ગ્રીષ્મસમાધિ દરમ્યાન અને શીતસમાધિ દરમ્યાન તેઓ કશું જ ખાતા નથી.ચૂપચાપ એક જ જગ્યાએ બેઠા રહે છે.

બોલો આને સમાધિ જ કહેવાય ને ???????

જ્યારે ચોમાસું આવે ત્યારે બધા જ દેડકા ડ્રાઉં…ડ્રાઉં અવાજ કરતા જમીનની ઉપર આવી જાય છે. આ સમયે તેઓ ખવાય તેટલો ખોરાક ખાય છે. અને સાથેસાથે પ્રજનન પણ કરે છે. તમે જો દેડકાના અવાજને બરાબર ધ્યાનથી સાંભળ્યો હોય તો કેટલાક અવાજ ખૂબ મોટા અને લાંબા હોય છે અને કેટલાક અવાજો ધીમા અને ટૂંકા હોય છે. જે મોટા અને લાંબા અવાજો હોય તે નર દેડકાના હોય અને ધીમા તથા નાના અવાજો હોય તે માદા(દેડકીના) હોય. નર આવા અવાજો કરીને માદાને આકર્ષે છે આ ઉપરાંત નરની ચામડીનો રંગ પણ ચળકતો પીળૉ બની જાય છે.જ્યારે માદાનો ઘેરો -મેલો લીલો રંગ હોય છે. નર કોઈ પણ જળાશયની નજીકમાં જ રહીને આવા અવાજો કરે છે. જે માદા પરિપક્વ થઈ હોય તે આ અવાજની દિશામાં જાય છે. પછી નર કૂદકો મારીને માદાની પીઠ પર ચઢી જાય છે અને પોતાના બે આગલા ઉપાંગો વડે માદાનું પેટ દબાવે છે. આ વખતે માદા નરને પોતાની પીઠ પર લઈને પાણીમાં તરે છે. ઘણી વખત આ સવારી 3થી4 દિવસ સુધી ચાલુ રહે છે.ત્યાર પછી માદા ઢગલાબંધ ઈંડા મૂકે છે અને નર તે ઈંડા પર પોતાના શુક્રકોષોનો સ્ત્રાવ કરે છે. આ પછે નર અને માદા બંને ચાલ્યા જાય છે.તે જોવા રોકાતા નથી કે ઈંડામાંથી બચ્ચા બન્યા કે નહીં…

હવે દેડકાના આ ફલિત થયેલા ઈંડામાંથી સૌ પ્રથન નાના ઈયળ જેવા નવજાત ટેડપોલ બને છે અને તે પાણીમાં  ઉગેલી વનસ્પતિનાં પા6દડાને ચોંટી જાય છે. આ અવ્સ્થાને દેડકાની નવજાત ટેડપોલ અવસ્થા Newly born tadpole કહેવાય છે.ઠોડા દિવસો બાદ આ નવજાત ટેડપોલ થોડા લાંબા થાય છે અને નાનકડી માછલી જેવા લાગે છે તેને નાની પૂંછડી હોય છે અને માથા જેવા ભાગ પર ત્રણ જોડ પીંછા જેવી બાહ્યઝાલરો હોય છે. આ અવસ્થાને દેડકાની બાહ્યઝાલર અવસ્થાExternal gill stage  કહેવાય છે.આ પછી બાહ્યઝાલરો ખરી પડે છે અને 4 જોડ અંત:ઝાલરો વિકસે છે. આ વખતે ટેડપોલની લંબાઈ વધે છે. આ અવસ્થાને દેડકાની અતઝાલર અવસ્થા Internal gill stage કહેવાય છે. ત્યાર બાદ તેના ધડના પાછળના ભાગમાંથી બે લાંબા પશ્ચઉપાંગો ફૂટે છે જેને દેડકાની પશ્ચપાદ અવસ્થા Hind limb stage  કહેવાય છે. ત્યારબાદ બે આગલા તૂંકા અગ્ઉપાંગો ફૂટે છે. જેને દેડકાની ચતુષ્પાદ અવસ્થા કહેવાય છે. જેમાં ચાર ઉપાંગો અને પૂંછડી હોય છે. અત્યાર સુધીની બધી જ અવસ્થાઓ માત્ર પાણીમાં જ જોવા Tetrapoda stage મળે છે. હવે દેડકો ઉપવાસી બને છે.કાંઈ જ ખાતો નથી. ધીમેધીમે તેની પૂંછડી નાની થતી જાય છે અને છેવટે તે નાશ પામે છે. આ અવસ્થાને દેડકાની પૂચ્છવિલોપન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાણી ઉપરાંત જમીન પર પણ જોવા મળે છે. અને છેવટે પૂર્ણ દેડકો  Adult frog બને છે.

Advertisements

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

બાલ રમત-1નદી કિનારે ટામેટુ ખજૂર રોલ્સ

3 Comments Add your own

 • 1. Neela  |  November 16, 2008 at 11:02 am

  ભણવામાં આવતુ6 હતું આપે રિફ્રેશ કરાવ્યું.

  Reply
 • 2. Neela  |  November 16, 2008 at 11:03 am

  ભણવામાં આવ્યુ હતુ.

  Reply
 • 3. ધર્મેન  |  February 22, 2009 at 11:43 am

  એક વિનંતી: ગુજરાતીઓનુ સૌથી મોટું ઇ-મેઇલ ગ્રુપ
  fun_4_amdavadi-Gujarati
  [http://groups.yahoo.com /group/Fun_4

  _Amdavadi_Gujarati ] છે, [members 26000] ,એમા આપ જયારે

  -જયારે બ્લોગ અપડેટ કરો ત્યારે જાણ કરતા

  રહેશો તો મારા જેવા અસંખ્ય ચાહકો અહીં દોડતા આવીને રસના ઘૂંટડા ભરી શકશે!

  અત્યારે પણ ઘણા બ્લોગ અપડેટની જાણકારી ત્યાંથી જ મળે છે.
  થેંક યૂ!
  અહીં આવવામા મદદ મળી ફન એન ગ્યાન ગુજરાતી ટુલબારની:
  http://funngyan.com/toolbar

  અભિપ્રાય લેખન- ફાયરફોક્સમા લિપિકાર એડ-ઓન એક્સટેન્શન ની મદદ થી

  http://www.lipikaar.com/download/firefox

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

October 2008
M T W T F S S
« Sep   Nov »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: