વહાલા બાળકને…..
ઓક્ટોબર 17, 2008 at 2:35 પી એમ(pm) rajeshwari 3 comments
ભગવાન એક નાનકડા બાળકને કહે છે……..
તું સવારે પથારીમાંથી ઉઠ્યો ત્યારે હું તારા ઓશિકા પાસે જ ઉભો હતો. મને થયું તું મને યાદ કરીશ્ પણ તું ઉતાવળમાં હતો કેમેકે ઉઠવામાં મોડું થઈ ગયું હતું મને થયું કશો વાંધો નહીં … તું મારું નાનકડું બાળક છે. તું તારા સવારના નિત્યકર્મ પતાવી ટેબલ પર નાસ્તો કરવા બેઠો ત્યારે મને થયું તું મને યાદ કરીશ.પણ તારે સ્કુલે જવાનું મોડુ થતું હતું એટલે તું મને ભૂલી ગયો. સ્કુલમાં ગયો ત્યારે પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. તું તે સમયે પણ મને યાદ ના કરી શક્યો. સ્કુલથી ઘેર આવી જમવા બેઠે ત્યારે મને થયું આ વખતે તો તું મને યાદ કરીશ જ પણ તને સખત ભૂખ લાગી હતી એટલે તું ઝડપથી જમવા માંડ્યો અને મને ભૂલી ગયો. સાંજે નાસ્તો કરતી વખતે મને થયું તું કદાચ મને યાદ કરીશ પણ તારા દોસ્તો બહારથી તને રમવા માટે બોલાવતા હતા એટલે તારો જીવ રમવામાં હતો અને મને તું ભૂલી ગયો. રાત્રે જમવા માટે જ્યારે બધા ખુરશી પર ગોઠવાયા ત્યારે મને થયું કે આ વખતે તો તું જરૂર મને યાદ કરીશ જ. પણ તું રમીને આવ્યો હતો એટલે સખત ભૂખ્યો થયો હતો અને મમ્મીએ સરસ જમવાનું બનાવ્યું હતું એટલે તું ફટાફટ જમવા લાગ્યો અને મને ભૂલી ગયો. રાત્રે તું પથારીમાં સુવા ગયો ત્યારે મને થયું હવે તો તું મને યાદ કરીશ જ્ પણ તને સખત ઉંઘ આવતી હતી એટલે તું તરત જ સુઈ ગયો. બેટા કશો વાંધો નહીં. હું એમ થાકું તેમ નથી. કાલે સવારે તો હું તારી સામે હાજર જ હોઈશ. મને યાદ કરીશ ને. મને ચોક્કસ ખાતરી છે કે એક દિવસ તો તું મને જરૂર યાદ કરીશ જ કેમકે તું મારું ખૂબ ખૂબ વહાલું બાળક છે.
Entry filed under: પ્રેરકવાતો.
1.
pragnaju | ઓક્ટોબર 18, 2008 પર 9:25 પી એમ(pm)
મોટાને પણ એટલું જ લાગે!
2.
pradip shah | મે 14, 2009 પર 6:36 એ એમ (am)
I have read all the articles on your guj.blog.I belong to Dahod and currently live in USA.You are doing a good work for young children,keep it up !
pradip shah
3.
HETVI THACKER_Ht. | ઓગસ્ટ 21, 2020 પર 9:27 એ એમ (am)
દૂધડૂ્સદ્દીફફફ.