Archive for નવેમ્બર, 2008

સુડોકુ-4(ઉકેલ)

Advertisements

નવેમ્બર 17, 2008 at 3:52 પી એમ(pm) Leave a comment

આધુનિક પ્રાણીકથાઓ-6(સત્યમેવ જયતે)

monkey-and-dolphin

એક જહાજમાં ઘણા માણસો મુસાફરી કરતા હતા. તેમાં મોહન નામનો મદારી પણ હતો.તે તેના મનુ નામના વાંદરા સાથે મુસાફરી કરતો હતો. મનુ આમે ય ખૂબ ધમાલિયો હતો અને તેમાં વળી તેને આ એક નવા વાહન(જહાજ)માં જવાનું થયું એટલે તે તો બરાબર ચગ્યો હતો. તેને દોરી વડે એક કડા સાથે બાંધેલો હતો પણ મનુભાઈ સીધા રહે ખરા તે તો કૂદાકૂદ મંડ્યા હતા. મોહન મદારી આમ તો બહુ જ ચોક્કસ હતો પણ આ વખતે તેનાથી દોરીની ગાંઠ થોડી ઢીલી વળી હતી. મોહન તો મનુને બાંધીને નિરાંતે સૂતો હતો. હવે થયું એવું કે કૂદાકૂદ કરતાં કરતાં ગાંઠ છૂટી ગઈ અને મનુ વાદરો છૂટો થઈ ગયો. (વધુ…)

નવેમ્બર 14, 2008 at 5:53 પી એમ(pm) 3 comments

ઓબામાથી હાલા સુધીની વાત..

obama_family_essence_575

અમેરિકામાં ઓબામાના જ્વલંત વિજયે ઘણાને આનંદિત કરી દીધા. આખું અમેરિકા જાણે ઉત્સવના રંગે રંગાઈ ગયું. સમાચાર જોવા ટીવી ચાલુ કરીએ અને ઓબામા તેમની પત્ની અને બે માસુમ બાળકીઓ જોવા મળે.

અમારા નાનકડા ધ્રુવભાઈ (ઉંમર-22 માસ)

obama-dhruv

ટીવી સામે જુએ અને થોડાક જ સમયમાં તે ઓબામાને બરાબર ઓળખી ગયા અને તે દેખાય કે તરત બોલવા માંડે ઓબામા….ઓબામા (વધુ…)

નવેમ્બર 9, 2008 at 7:19 પી એમ(pm) 7 comments

જાતમહેનત ઝિંદાબાદ

ishwar_chandra_vidyasagar1

 ઇશ્વરચદ્ર વિદ્યાસગરનાં નામથી કોણ અજાણ હોય ? તેઓ મૂળ બંગાળના.

તેમના પિતા ખૂબ જ ગરીબ હતા.નાંનપણમાં તેમન પોતાની અને ઘરનાં માણસોની રસોઈ જાતે જ બનાવવી પડતી.આટલું જ નહીં પણ ઘરની સફાઈ વાસણ કપડાની સફાઈ પણ જાતે જ કરવી પડતી.કામ પૂરું કરીને બાકીનો જે સમય મળે તેમાં તેઓ અભ્યાસ કરતા.ભણવામાં તે ખૂબ જ હોંશિયાર હતા.મોટા થઈને તેઓ જે કમાયા તેમાંથી લાખો રૂપિયા ગરીબોની સેવામાં વાપર્યા. આખા ભારતમાં તેમનું નામ રોશન થાય તેવા કાર્યો તેમણે કર્યા. આટલા મહાન હોવા છતાં તેમને પોતાના ધન કે ગ્ન્યાનનું સહેજ પણ અબિમાન નહતું. (વધુ…)

નવેમ્બર 4, 2008 at 6:48 પી એમ(pm) 2 comments


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 218,959 વાંચકો

દિવસવાર ટપાલ

નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

મહિનાવાર ટપાલ