જાતમહેનત ઝિંદાબાદ

November 4, 2008 at 6:48 pm 2 comments

ishwar_chandra_vidyasagar1

 ઇશ્વરચદ્ર વિદ્યાસગરનાં નામથી કોણ અજાણ હોય ? તેઓ મૂળ બંગાળના.

તેમના પિતા ખૂબ જ ગરીબ હતા.નાંનપણમાં તેમન પોતાની અને ઘરનાં માણસોની રસોઈ જાતે જ બનાવવી પડતી.આટલું જ નહીં પણ ઘરની સફાઈ વાસણ કપડાની સફાઈ પણ જાતે જ કરવી પડતી.કામ પૂરું કરીને બાકીનો જે સમય મળે તેમાં તેઓ અભ્યાસ કરતા.ભણવામાં તે ખૂબ જ હોંશિયાર હતા.મોટા થઈને તેઓ જે કમાયા તેમાંથી લાખો રૂપિયા ગરીબોની સેવામાં વાપર્યા. આખા ભારતમાં તેમનું નામ રોશન થાય તેવા કાર્યો તેમણે કર્યા. આટલા મહાન હોવા છતાં તેમને પોતાના ધન કે ગ્ન્યાનનું સહેજ પણ અબિમાન નહતું.

અહીં એક પ્રસંગ આપું છું જે આપણને ઘણી જ પ્રેરણા આપી જાય છે.

એક રાત્રે તેઓ ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતર્યા.આ જ વખતે એક શહેરી બાબુ પણ ટ્રેનમાંથી ઉતર્યા અને તેમણે ઇશ્વરચંદ્રને જોયા અને “કુલી…કુલી  અહીં આવ. આ સામન ઉપાડી લે. “

આમ બૂમ પાડી તેમને બોલાવ્યા. ઇશ્વરચંદ્ર તો ઘણી જ નમ્રતાથી તેમની પાસે જઈ બોલ્યા-” હુકમ સરકાર. “

શહેરી બાબુ બોલ્યા-” લે ચાલ, આ સામાન માથે ઉપાડી બહાર સુધી લઈ જા.” ઇશ્વરચંદ્રે તો ચૂપચાપ તેમનો સામાન માથા પર મકી ચાલવા માંડ્યું.સ્ટેશન બહાર રીક્ષામાં સામાન મૂકી બોલ્યા-સરકાર હજી બીજું કાંઈ કામ છે

શહેરીબાબુએ તેમની કામ કરવા બદલ્ મજૂરી ચૂકવવા માંડી તો તે બોલ્યા-માફ કરજો સાહેબ મજૂરી તો હું નહીં લઉં.મારો એક ભાઈ પોતનું કામ જાતે કરી શકતો નથી.તેનો સામાન મેં ઉપાડ્યો તેમાં મેં કોઈ મહાન કામ નથી કર્યું.તમારે જો મને આપવું જ હોય તો એક વચન આપો કે તમે તમારું કામ પોતાની જાતે જ કરશો.

શહેરી બાબુએ ધ્યાનથી જોયું તો તેમણે ઇશ્વરચંદ્રને ઓળખી કાઢ્યા. તે તેમને જ મળવા આવ્યા હતા.

બિચારા ખૂબ જ શરમાઈ ગયા અને ભવિષ્યમાં પોતાનું કામ જાતે જ કરવાનો સંકલ્પ કર્યો.

Advertisements

Entry filed under: પ્રેરકવાતો.

અકબર બિરબલ(10)બાજરીનું દોરડું ઓબામાથી હાલા સુધીની વાત..

2 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  November 12, 2008 at 11:48 pm

  બહુ જ પ્રેરક પ્રસંગ…

  Reply
 • 2. anjalee  |  November 13, 2008 at 1:28 pm

  really very nice story.such stories build our culture

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

November 2008
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: