ઓબામાથી હાલા સુધીની વાત..
નવેમ્બર 9, 2008 at 7:19 પી એમ(pm) rajeshwari 7 comments
અમેરિકામાં ઓબામાના જ્વલંત વિજયે ઘણાને આનંદિત કરી દીધા. આખું અમેરિકા જાણે ઉત્સવના રંગે રંગાઈ ગયું. સમાચાર જોવા ટીવી ચાલુ કરીએ અને ઓબામા તેમની પત્ની અને બે માસુમ બાળકીઓ જોવા મળે.
અમારા નાનકડા ધ્રુવભાઈ (ઉંમર-22 માસ)
ટીવી સામે જુએ અને થોડાક જ સમયમાં તે ઓબામાને બરાબર ઓળખી ગયા અને તે દેખાય કે તરત બોલવા માંડે ઓબામા….ઓબામા
તેમાં તેણે થોડો ફેરફાર કર્યો અને બોલવા માંડ્યું..ઓબામામા…ઓબામામા
અમે પૂછીએ કે તેમની જોડે કોણ છે??
તો કહે- મામી
અને તેમની વચ્ચે કોણ છે ??
તો કહે- બે બે દીદી.
આમ વાત વધતી ગઈ…
પછી પૂછીએ કે દીદી શું કરે???
તો જમણો હાથ બતાવીને કહે -રાખાડી બાંધે
પછી શું કરવાનું???
તો કહે -જે…જે..કરવાના
પછી શું ખાવાનું ???
તો કહે- મીંઠાઈ
પછી શું કરવાનું ??
તો કહે- પોટી
પછી શું કરવાનું ???
તો કહે નીના(નહાવાનું)
પછી શું કરવાનું ???
તો કહે દુધુ પીવાનું અને
પછી શું કરવાનું ???
તો કહે હાલા….હાલા…
આમ ધ્રુવ ભાઈની યાત્રા ઓબામાથી શરૂ કરીને હાલા સુધી પહોંચી જાય
એટલે જો ટીવી પર ઓબામા દેખાય કે તરત જ આખી સીરીઝ શરૂ થઈ જાય….
બાળકની આ નરી નિર્દોષતા કેવી નિરાળી હોય છે…
તેને બોલતો સાંભળીને બધા જ ખુશખુશ થઈ જાય છે.
Entry filed under: શિશુ મુખેથી.
1.
સુરેશ જાની | નવેમ્બર 10, 2008 પર 2:33 એ એમ (am)
ઓ બા રે!
મજા આવી ગઈ.
2.
chetu | નવેમ્બર 10, 2008 પર 2:14 પી એમ(pm)
🙂
3.
pragnaju | નવેમ્બર 10, 2008 પર 3:20 પી એમ(pm)
હંમણાના બાળકો મોમ કે મમ્મી કહે
તેને યાદ અપાવે ઓ—- બા……….મા
મજા આવી
4.
nilam doshi | નવેમ્બર 11, 2008 પર 3:45 એ એમ (am)
આજે સવારે જ નયનાબેન સાથે બેઠી હતી ત્યારે તમને ખૂબ યાદ કર્યા. અને ધ્રુવની વાત તો ખૂબ મજા કરાવી ગઇ. તેના ઓબા મામા અને મામી…વાહ…!
રાહ જોઇએને મળવાની ?
5.
Dhwani Joshi | નવેમ્બર 12, 2008 પર 10:40 પી એમ(pm)
🙂 અરે વાહ… મજા આવી ગઇ.. પણ આમ તો ખરેખર ઓબામામા નુ ઘર જ એનુ મોસાળ થાય ને..!! )
6.
chandravadan | નવેમ્બર 20, 2008 પર 3:03 પી એમ(pm)
Enjoyed the Post ….Blessings to the YOUNG & INNOCENT !
PLEASE do visit my Blog & read a Post on OBAMA & other Posts .
http://www.chandrapukar.wordpress.com See you there & a COOMENT appreciated !
7.
Bina | ડિસેમ્બર 2, 2008 પર 3:04 પી એમ(pm)
Very nice! Wah! I liked the way an innocent child talks. Nice blog!
http://binatrivedi.wordpress.com/
http://www.vrindians.com