આધુનિક પ્રાણીકથાઓ-6(સત્યમેવ જયતે)

November 14, 2008 at 5:53 pm 3 comments

monkey-and-dolphin

એક જહાજમાં ઘણા માણસો મુસાફરી કરતા હતા. તેમાં મોહન નામનો મદારી પણ હતો.તે તેના મનુ નામના વાંદરા સાથે મુસાફરી કરતો હતો. મનુ આમે ય ખૂબ ધમાલિયો હતો અને તેમાં વળી તેને આ એક નવા વાહન(જહાજ)માં જવાનું થયું એટલે તે તો બરાબર ચગ્યો હતો. તેને દોરી વડે એક કડા સાથે બાંધેલો હતો પણ મનુભાઈ સીધા રહે ખરા તે તો કૂદાકૂદ મંડ્યા હતા. મોહન મદારી આમ તો બહુ જ ચોક્કસ હતો પણ આ વખતે તેનાથી દોરીની ગાંઠ થોડી ઢીલી વળી હતી. મોહન તો મનુને બાંધીને નિરાંતે સૂતો હતો. હવે થયું એવું કે કૂદાકૂદ કરતાં કરતાં ગાંઠ છૂટી ગઈ અને મનુ વાદરો છૂટો થઈ ગયો. તે તો બેફામ કૂદતો હતો એટલે દરિયામાં પડ્યો અને મોટા મોટા મોજાઓએ મનુને ક્યાંનો ક્યાં ફંગોળી દીધો. મનુને તરતાં તો આવડતું ન્હોતું એટલે એ તો ડૂબવા લાગ્યો અને જોરજોરથી ચીસો પાડવા લાગ્યો. આ સાંભળીને એક ડોલ્ફીનને દયા આવી. તેણે મનુને પોતાની પીઠ પર ચઢી જવા કહ્યું.મનુભાઈ તો કૂદકો મારીને ડોલ્ફીન પર ચઢી ગયા. હવે તેના જીવમાં જીવ આવ્યો. તે બોલ્યો હાશ બચી ગયા. ડોલ્ફીન ઘણી જ દયાળુ હતી તેને થયું આ વાદરો બિચારો ડૂબીને મરી જ જાત. હવે તેને હું કોનારે પહોંચાડી દઉં. નજીકમાં જ કાલિકટ બંદર હતું તેણે મનુને પૂછ્યું તને કાલિકટ શું છે તેની ખબર છે. મનુ હવે ડંફાસ મારવા લાગ્યો તે બોલ્યો હા હા કેમ નહીં મને ખબર છે કે કાલિકટ શું છે ડોલ્ફીનને થયું આ વાંદરાને બચાવ્યો પણ તે તેને લાયક નથી લાગતો તે બોલી કહે તો કાલિકટ શું છે મનુ બોલ્યો અરે ડોલ્ફીન તને એટલી ય ખબર  નથી કાલિકટ એક મહાન માણસનું નામ છે. તે મારા ઘરની નજીક જ રહે છે અને મારો સારો એવો દોસ્ત છે. ડોલ્ફીન ઘણી જ નારાજ થઈ તેણે ઉલટી ગુલાંટ ખાઇ મનુને પાણીમાં પછાડ્યો અને બોલી મનુ તને ખબર ન્હોતી તો તું જૂઠું કેમે બોલ્યો કાલિકટ એક બંદરનું નામ છે. તે મોટું શહેર છે. હું તને ત્યાં પહોંચાડવા લઈ જતી હતી પણ તું તારી હોંશિયારીમાં જૂઠું બોલ્યો એટલે હવે તું જાતે જ તરીને ત્યાં પહોંચ. હું તને ત્યાં પહોંચાડવા નવરી નથી. આમ કહી ડોલ્ફીન તો દૂર દૂર જતી રહી. મનુભાઈ ડૂબકા ખાતાખાતા રડવા લાગ્યા.

બોધ્

ક્યારેય જૂઠું ના બોલવું જોઈએ. સત્યનો જ હંમેશાં વિજય થાય છે.  ખોટી બડાશ મારવાથી કોઈવાર જાનનું જોખમ ઉભું થઈ શકે. સરળ સાચા માણસો હંમેશાં બધાને વહાલા લાગે છે.

Entry filed under: આધુનિક પ્રાણીકથાઓ. Tags: .

ઓબામાથી હાલા સુધીની વાત.. સુડોકુ-4(ઉકેલ)

3 Comments Add your own

  • 1. pragnaju  |  November 15, 2008 at 5:12 pm

    સરળ સાચા માણસો હંમેશાં બધાને વહાલા લાગે છે. સુંદર વિચારની વાર્તા રુપે સરસ રજુઆત

    Reply
  • 2. Rakesh Patel  |  November 29, 2008 at 3:28 pm

    A nice blog….Very few persons work in this direction.
    To make gujarati primery teaching and society healthy..I have created a blog named : nvndsr.blogspot.com
    PLz visit and share your thoughts.
    Iam waiting for somebody’s support!

    Reply
  • 3. manoj jethwa  |  December 22, 2008 at 4:51 pm

    very good thought

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

November 2008
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: