Archive for જૂન, 2009

કેરીના રસનો આઠડૉ

મમ્મી ધ્રુવને જમાડતી હતી. કેરીનો રસ ખવાની તેને ખૂબ જ મઝા આવતી હતી. વાડકીમાંથી જાતે જ ચમચીથી રસ લઈ પીતો હતો. અને બે ટીપા

જમીન પર પડ્યા. બે ય ટીપા એકબીજાને અડીને પડ્યા હતા.

મમ્મી બોલી,” ધ્રુવ, આમ રસ ઢોળાય?? ”

તે તો તેની મસ્તીમાં જ હતો.

મમ્મીની વાત તેણે સાંભળી પણ નહીં અને બોલ્યો,”આને એઇટ કહેવાય હોં….પપ્પા, જુઓ કેવો સરસ એઈટ બન્યો છે !!!!

Advertisements

જૂન 25, 2009 at 6:20 પી એમ(pm) Leave a comment

વાહ રે ધ્રુવભાઈ

 023

અમારો નાનકડો ધ્રુવ હવે તો ઘણું બધું બોલે છે. એક દિવસ મમ્મી-પપ્પા  તેને બહાર ફરવા લઈ જતા હતા. તેણે રસ્તામાં એક કારમાં એક ભાઈને જોઅયા તેમણે સફેદ ટી શર્ટ પહેર્યં હતુ જેની ઉપર જાડી કાળી લીટીઓ હતી તેમની બાજુમાં એક બહેન બેઠા હતા. તેમણે લાલ ટી શર્ટ પહેર્યંહતું જેની ઉપર જાડી કાળી લીટીઓ હતી. ધ્રુવ તરત જ બોલ્યો,” જુઓ જુઓ અંકલ ઝેબ્રા છે  અને આન્ટી ટાઈગર છે.”

જૂન 25, 2009 at 6:09 પી એમ(pm) Leave a comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 218,959 વાંચકો

દિવસવાર ટપાલ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

મહિનાવાર ટપાલ