Archive for ઓગસ્ટ, 2009

અપશુકનિયાળ મોંઢું

akabarbirabala

શેઠ હુકમચંદ જમવા બેસતા હતા.સોનાની થાળી અને સોનાના વાટકા,સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓ…કારણકે હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા.જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો(પંખો) પકડી શેઠની સેવામાં હાજર હતા.દાસ-દાસીઓ પીરસવા તૈયાર ઉભા હતા ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા-“શેઠ,ચાલો રાજા હમણાંને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ઘાલી દેજો.માટે શેઠ, તમે તરત આગળ ચાલવા માંડો.” (વધુ…)

ઓગસ્ટ 24, 2009 at 7:45 પી એમ(pm) 1 comment

કોલાજ એક સર્જનાત્મક કળા-૧

simple collage-1simple collage-2 simple collage-3

(કોલાજ કળાનાં થોડા નમૂના)

કોલાજ શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી ઉતરી આવ્યો છે. જે કોલર એટલે કે ચોંટાડવું  એવો અર્થ આપે છે. આ કળાને દ્રશ્યકળા તરીકે ઓળખવામાં આવે છે.તેમાં સમાચારપરોનાં ટૂકડા, રંગીન કાગળોનાં ટૂકડા, ચિત્રો,ફોટા,દોરા,રૂ,ધાતુનાં તાર, વનસ્પતિનાં પર્ણો-પુષ્પો, લાકડાનાં પાતળા પડ વિગેરેનો ઉપયોગ થાય છે. આવી જે પણ વસ્તુ મળે તેને યોગ્ય રીતે કાપી ચોંટાડી, અદભુત સર્જન કરાય છે.

ઈ.સ.પૂર્વે ૨૦૦ માં આ કળા ચીનમાં જન્મ પામી.દસમી સદી સુધી આ કળા અતિ અલ્પ પ્રમાણમાં ચીન અને જાપાનમાં વિકસી.આ સમયે કેલીગ્રાફર્સ શબ્દો ચોંટાડવા માટે અને કવિતાઓ લખવા માટે તેનો ઉપયોગ કરતા.૧૩ મી સદીમાં યુરોપમાં આ કળા પ્રસરી.સોનેરી પર્ણોનો ઉપયોગ કરીને કોલાજ રચાવા લાગ્યા.૧૫ મી અને ૧૬ મી સદીમાં કિંમતી ધાતુઓ. ક્રીસ્ટલ્સ, મોંઘા જેમ સ્ટોન્સ વિગેરેનો ઉપયોગ થવા લાગ્યો.અને અતિ આકર્ષક કૃતિઓ રચાઈ જે ગોથીક કેથેડ્રલમાં (ચર્ચ )અને વિવિધ ધાર્મિક સ્થળોએ મૂકવામાં આવી.૧૯ મી સદીમાં કોલાજકળાનો કલાકારોએ પુષ્કળ વિકાસ કર્યો અને અનેક યાદગાર આલ્બમ્સ તથા પુસ્તકો પ્રકાશિત

૨૦ મી સદીમાં આ કળાને જ્યોર્જ બ્રેક અને પબ્લો પિકાસોએ અનેક ક્રૂતિઓ રચી અને તેને  “કોલાજ “નામ આપ્યું અને તે મોડર્ન આર્ટની એક મહત્વની દ્રશ્યકળા બની ગઈ.તેનો જુદીજુદી રીતે તથા ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ઉપયોગ થવા લાગ્યો. નીચે તેની માહિતી આપી છે.

(૧)આધુનિકરણમાં કોલાજકળાનો ઉપયોગ

(૨)ચિત્રકામમાં

(૩)કાષ્ઠ દ્વારા થતી કોલાજકળા

(૪)સ્થાપ્યમાં કોલાજકળાનો ઉપયોગ

(૫)ડેકોપેઈજમાં કોલાજકળા

(૬)ફોટો માઉન્ટીંગમાં

(૭)કાયદાકીયક્ષેત્રમાં ઉઅપયોગ

(૮)આર્ટ ગેલેરીમાં ઉપયોગ

(૯)સંગીતમાં ઉપયોગ

(૧૦)ડીજીટલ કોલાજકળા

(૧૧)સાહિત્યમાં કોલાજકળા

આ બધા જ વિષે આપણે એક પછી એક માહિતી મેળવીશું.દોસ્તો અહીં કોલાજ કળાનાં થોડા નમૂના આપું છું. તમે પણ આવા નમૂના બનાવશોને???

તે માટે આટલું કરજો.

૧-ચિત્રો કે ફોટાઓ હોય તેવા નકામા મેગેઝીન્સ ભેગા કરજો

૨-રૂ,દોરા,ધાતુનાં વાયર્સ, રંગીન કાગળનાં નકામા ટૂકડા ભેગા કરજો

૩- છાપામાં કે મેગેઝીન્સમાંથી સરસ શબ્દો,વાક્યો, કાવ્યો કાપી લેજો

ચોક્કસ માપના ડ્રોઈંગ પેપર તૈયાર રાખી તેની પર આમાંથી તમને જે ગમે તે અને ગમે તે રીતે ફેવીકોલ કે ગુંદરથી તે ને ચોંટાડજો

અને પાછા ધ્યાન રાખજો કે તેમાંથી કંઈક સરસ અર્થ નીકળતો હોય.

બાળકોમાં આ કળાનો વિકાસ કરવામાં આવે તો આપણે તેમની મૌલિકતા,સર્જનશક્તિ,કલ્પનાશક્તિને અકલ્પ્ય રીતે વિકસાવી શકીએ. અને જાગરૂક માતાપિતા,મોટેરા તરીકે આપણા બાળક્ની આવી કૃતિ જો ડ્રોઇંગરૂમમાં લગાવી શકીએ તો તેમનો આત્મવિશ્વાસ વધશે અને પ્રોત્સાહન પણ મળશે.

ઓગસ્ટ 18, 2009 at 9:23 એ એમ (am) Leave a comment

બાળશિક્ષણની રીતો-3

કંદર્પભાઈની કાપડની  દુકાન હતી. ધંધો ધમધોકાર ચાલતો હતો.તે રોજ સવારે પરવારીને,ચા-નાસ્તો કરીને આઠ વાગે ઘેરથી નીકળી જતા. નાનકડા કૌશલને તે સમયે સ્કૂલે જવાનું  હોય એટલે તેની મમ્મી રચિતા ખૂબ દોડાદોડ કરતી હોય. કૌશલને સ્કૂલબસ સુધી પહોંચડી આવે પછી જ રચિતાને હાશ થતી. પછી તે તરત કંદર્પભાઇના ચા નાસ્તાની તૈયારી કરતી. કંદર્પભાઈ દુકાને જવા નીકળે પછી તે તૈયાર થઈ ઘરનું કામકાજ પતાવતી. બપોરે કંદર્પભાઈ ઘેરથી ટીફીન મંગાવી દુકાન પર જ જમી લેતા.

કૌશલ બપોરે  બે વાગે ઘેર આવતો. જમીને થોડીવાર સૂઇ જતો. ચાર વાગે ઉઠીને દૂધ-નાસ્તો કરી લે પછી રચિતા તેને લેસન કરાવતી. આમ કરવામાં ક્યાં છ વાગી જતા તેની ખબર જ ના પડતી. પછી કૌશલ ટી.વી પર ટોમ અન્ડ જેરી જોતો અને ત્યારબાદ ફ્લેટનાં તેનાં મિત્રો સાથે રમતો.

કંદર્પભાઈ રાત્રે નવ વાગે દુકાનેથી આવતા, જમતા,થોડીવાર ટી.વી જોતા, રચિતા સાથે ઘરને લગતા કામોની, દિવસ દરમિયાન બનેલી ઘટનાઓની વાતો કરતા,થોડીવાર કૌશલ સાથે રમતા અને પછી સૂઈ જતા.

આમ કૌશલને પપ્પા સાથે બહુ સમય વિતાવવા મળતો નહીં. રવિવારે સગાવહાલા, મિત્રો મળવા આવતા અથવા તેમને પણ  બધાને મળવા જવું પડતુ.

કયારેક કૌશલ મમ્મી-પપ્પા સાથે બગીચામાં કે બજારમાં જતો.

કંદર્પભાઈને પણ લાગતું કે તેઓ કૌશલને પૂરતો સમય નથી આપી શકતા.

બહુ વિચાર કર્યા પછી તેમણે નક્કી કર્યું કે તેઓ બે કલાક દુકાન બંધ રાખશે….ચાર થી છ. અને તે સમયે ઘેર આવી ઓજ કૌશલ સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનાવશે.

કૌશલભાઈ તો ખૂશ ખૂશ થઈ ગયા.

રોજ તે પપ્પા સાથે બગીચામાં જવા લાગ્યો. થોડીવાર તે હીંચકા,લપસણી, ચકરડા વિગેરેની મઝા માણતો અને પછી પપ્પા તેને જુદાજુદા ઝાડ અને છોડવાનો પરિચય આપતા. ક્યારેક પક્ષીઓની માહિતી આપતા. ક્યારેક તે બંને ચિત્ર પ્રદર્શન જોવા જતા. ત્યાં પપ્પા તેને ચિત્રોની, ચિત્રકારની માહિતી આપતા.

કૌશલભાઈને મઝા મઝા પડી જતી.

એકવાર કંદર્પભાઈનાં ઘણા બધા મિત્રો સાથે પિકનીક પર જવાનું થયું બધાનાં બાળકો હળીમળીને ખૂબ ખૂબ રમ્યા. પણ બધાએ જોયું કે કૌશલ બધાથી અલગ જ તરી આવતો હતો. તે ફટાફટ બધા ઝાડને,પક્ષીઓને ઓળખતો. તેની કાલીઘેલી ભાષામાં ઝાડની, પક્ષીઓની ખાસિયતો કહેતો.

બધાને બહુ જ નવાઈ લાગી કે આટલો નાનો કૌશલ આ કેવી રીતે કહી શકે છે????

કંદર્પભાઈએ કરેલા નાનકડા પ્રયત્નનું કેટલું સુંદર પરિણામ આવ્યું????

બાળકની સાથે થોડો સમય પસાર કરી તેને નવી નવી માહિતી આપવાથી તેને ખબર પણ ન પડે તે રીતે અતિ સહજ રીતે શિક્ષણ આપી શકાય છે

ઓગસ્ટ 12, 2009 at 6:45 એ એમ (am) 1 comment

અમ્મર રાખડી

 

રક્ષાબંધનપર્વ નિમિત્તે બહુ પ્રચલિત અને પ્રશંસનીય કાવ્ય

rakhadi

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. (વધુ…)

ઓગસ્ટ 4, 2009 at 6:11 એ એમ (am) 1 comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ