બાળશિક્ષણની રીતો-3

August 12, 2009 at 6:45 am 1 comment

કંદર્પભાઈની કાપડની  દુકાન હતી. ધંધો ધમધોકાર ચાલતો હતો.તે રોજ સવારે પરવારીને,ચા-નાસ્તો કરીને આઠ વાગે ઘેરથી નીકળી જતા. નાનકડા કૌશલને તે સમયે સ્કૂલે જવાનું  હોય એટલે તેની મમ્મી રચિતા ખૂબ દોડાદોડ કરતી હોય. કૌશલને સ્કૂલબસ સુધી પહોંચડી આવે પછી જ રચિતાને હાશ થતી. પછી તે તરત કંદર્પભાઇના ચા નાસ્તાની તૈયારી કરતી. કંદર્પભાઈ દુકાને જવા નીકળે પછી તે તૈયાર થઈ ઘરનું કામકાજ પતાવતી. બપોરે કંદર્પભાઈ ઘેરથી ટીફીન મંગાવી દુકાન પર જ જમી લેતા.

કૌશલ બપોરે  બે વાગે ઘેર આવતો. જમીને થોડીવાર સૂઇ જતો. ચાર વાગે ઉઠીને દૂધ-નાસ્તો કરી લે પછી રચિતા તેને લેસન કરાવતી. આમ કરવામાં ક્યાં છ વાગી જતા તેની ખબર જ ના પડતી. પછી કૌશલ ટી.વી પર ટોમ અન્ડ જેરી જોતો અને ત્યારબાદ ફ્લેટનાં તેનાં મિત્રો સાથે રમતો.

કંદર્પભાઈ રાત્રે નવ વાગે દુકાનેથી આવતા, જમતા,થોડીવાર ટી.વી જોતા, રચિતા સાથે ઘરને લગતા કામોની, દિવસ દરમિયાન બનેલી ઘટનાઓની વાતો કરતા,થોડીવાર કૌશલ સાથે રમતા અને પછી સૂઈ જતા.

આમ કૌશલને પપ્પા સાથે બહુ સમય વિતાવવા મળતો નહીં. રવિવારે સગાવહાલા, મિત્રો મળવા આવતા અથવા તેમને પણ  બધાને મળવા જવું પડતુ.

કયારેક કૌશલ મમ્મી-પપ્પા સાથે બગીચામાં કે બજારમાં જતો.

કંદર્પભાઈને પણ લાગતું કે તેઓ કૌશલને પૂરતો સમય નથી આપી શકતા.

બહુ વિચાર કર્યા પછી તેમણે નક્કી કર્યું કે તેઓ બે કલાક દુકાન બંધ રાખશે….ચાર થી છ. અને તે સમયે ઘેર આવી ઓજ કૌશલ સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનાવશે.

કૌશલભાઈ તો ખૂશ ખૂશ થઈ ગયા.

રોજ તે પપ્પા સાથે બગીચામાં જવા લાગ્યો. થોડીવાર તે હીંચકા,લપસણી, ચકરડા વિગેરેની મઝા માણતો અને પછી પપ્પા તેને જુદાજુદા ઝાડ અને છોડવાનો પરિચય આપતા. ક્યારેક પક્ષીઓની માહિતી આપતા. ક્યારેક તે બંને ચિત્ર પ્રદર્શન જોવા જતા. ત્યાં પપ્પા તેને ચિત્રોની, ચિત્રકારની માહિતી આપતા.

કૌશલભાઈને મઝા મઝા પડી જતી.

એકવાર કંદર્પભાઈનાં ઘણા બધા મિત્રો સાથે પિકનીક પર જવાનું થયું બધાનાં બાળકો હળીમળીને ખૂબ ખૂબ રમ્યા. પણ બધાએ જોયું કે કૌશલ બધાથી અલગ જ તરી આવતો હતો. તે ફટાફટ બધા ઝાડને,પક્ષીઓને ઓળખતો. તેની કાલીઘેલી ભાષામાં ઝાડની, પક્ષીઓની ખાસિયતો કહેતો.

બધાને બહુ જ નવાઈ લાગી કે આટલો નાનો કૌશલ આ કેવી રીતે કહી શકે છે????

કંદર્પભાઈએ કરેલા નાનકડા પ્રયત્નનું કેટલું સુંદર પરિણામ આવ્યું????

બાળકની સાથે થોડો સમય પસાર કરી તેને નવી નવી માહિતી આપવાથી તેને ખબર પણ ન પડે તે રીતે અતિ સહજ રીતે શિક્ષણ આપી શકાય છે

Entry filed under: બાળશિક્ષણની રીતો. Tags: .

અમ્મર રાખડી કોલાજ એક સર્જનાત્મક કળા-૧

1 Comment Add your own

  • 1. પ્રવિણ શ્રીમાળી  |  September 8, 2009 at 5:20 am

    Very Nice & True !
    ખુબ જ સરસ, હૈયાં ને ઝંકૃત કરી દેતી આ વાર્તા સમજવાલાયક. બાળક એટલે સાહજિક રીતે જ નવું નવું જાણવા માટે ની જિજ્ઞાસા હોય જ એટલે તે વારંવાર સવાલો કરે, કેટલાંક સવાલને તમે કદાચ ફાલતું બકવાશ ગણી કંટાળીને ઉડાઉ જવાબ પણ આપી દો. પરંતુ એવું થવું જોઈએ નહીં તેને સંતોષકારક અને સરળ રીતે સમજી શકે તેવો જવાબ આપવો જોઈએ!

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

August 2009
M T W T F S S
« Jul   Sep »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: