Archive for સપ્ટેમ્બર, 2009

પ્રભુ.

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,

તો તને આવીને મળાય પ્રભુ.

તેં’ય ધિંગામસ્તી તો બહુ કરેલી, નહીં ?

કેમ મારાથી ના કરાય પ્રભુ ?

આ શું ટપટપથી રોજ નહાવાનું ?

પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખ્ખી દુનિયાને તું રમાડે છે;

પારે દહીં દૂધમાં રમાય પ્રભુ ?

રોજ રમીએ અમે એ મેદાને

કેમ ત્યાં મંદિર નવું ચણાય પ્રભુ ?

મમ્મી-પપ્પા રોજ ઝગડે છે;

તારાથી તેમને ના વઢાય પ્રભુ ?

બળથી બાળક તને વંદે તો;

બાળ મજૂરી ના ગણાય પ્રભુ ?

-પ્રણવ પંડ્યા

સપ્ટેમ્બર 30, 2009 at 5:28 પી એમ(pm) 1 comment

ઝૂલોઝૂલો પારણીયામાં લાલ

હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

અગર ચંદનની ચોટી, ગિરધરથી રાધા મોટી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

સાવ સોનાની ઝારી, ગિરધરને રાધા પ્યારી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

રાધાને હાથે ચૂડો, ગિરધરવર છે રૂડો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

વ્રજની ગોપી આવે, એના ઝભલા ટોપી લાવે
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધરને માખણ વ્હાલું, એ તો બોલે કાલુ કાલુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

એના મુખમાં સાકર આપું, ગિરધરને ઉરથી ચાંપુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

હું રમકડાં બહુ માંડુ, ગિરધરને આંજણ આંજુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ઘુઘરડો વગાડું, મારા ગિરધરને જગાડું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

કુમુદિનીના પ્યારા, લાડકડા મોહન પ્યારા
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

સપ્ટેમ્બર 23, 2009 at 5:11 પી એમ(pm) 1 comment

બાળશિક્ષણની રીતો-૪

ઘરમાં બૂમાબૂમ થઈ રહી હતી. નાનકડી રીતુના ઘરમાં આ જ માહોલ જોવા મળતો.રીતુના પપ્પા તો વહેલા વહેલા સર્વીસ કરવા જતા રહેતા.ઘરમાં રીતુ અને તેની મમ્મી બે જ જણ હોય તો ય આવી જ બૂમાબૂમ જોવા મળતી. કેમ???

કારણકે રીતુ કાંઇને કાંઇ પરાક્રમ કર્યા કરતી અને તેની મમ્મી તેને ટોકતી. રીતુ માનતી નહીં અને તેની મમ્મી બૂમાબૂમ કરતી. (વધુ…)

સપ્ટેમ્બર 16, 2009 at 7:35 પી એમ(pm) Leave a comment

2 x 2 સાથિયા

આજે આપણે સાવ પ્રારંભિક કક્ષાથી સાથિયાની શરૂઆત કરીએ. મોટા ખાના હોય તેવો ગ્રાફ પેપર લો અને માત્ર ચાર જ ખાના વાપરી ને મૂળ આકારો બનાવો અને આ આકારોનો ઉપયોગ કરી સાથિયા બનાવો. અહીં કેટલાક મૂળ આકારો દર્શાવ્યા છે. તમે આવા માત્ર ચાર ખાનાવાળા આકારો વાપરી સરસ મઝાની ડીઝાઈન બનાવી અમને મોકલશો ??????

sathiya2x2

2 X 2

સપ્ટેમ્બર 9, 2009 at 6:28 પી એમ(pm) Leave a comment

સર્વધર્મ પ્રાર્થના

પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું,માન્યા પોતા સમ સહુને;

પૂર્ણ અહિંસા આચરનારા,નમન તપસ્વી મહાવીરને.

જનસેવાના પાઠ શિખાવ્યા,મધ્યમ માર્ગ બતાવીને;

સંન્યાસીનો ધર્મ ઉજળ્યો,વંદન કરીએ બુદ્ધ તને.

એક પત્નીવ્રત પૂરણ પાળ્યું,ટેક વણીને જીવતરમાં;

ન્યાય નીતિમય રામ રહેજો,સદા અમારા અંતરમાં.

સઘળાં કામો કર્યા છતાંયે,રહ્યા હંમેશાં નિર્લેપી;

એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડાં ખૂંપી.

પ્રેમ રૂપ પ્રભુપુત્ર ઇસુ જે ક્ષમાસિંધુને વંદન હો;

રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહંમદ દિલે રહો

સહિષ્ણુતા ને ઐક્ય ભાવના નાનકનાં હૈયે વસજો;

સત્ય અહિંસા ગાંધીજીનાં અમ જીવનમાં વિસ્તરજો.

જરથોસ્તીનાં પરમ ગુરુની પવિત્રતા જગમાં વ્યાપો;

સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વશાંતિમાં ખપ લાગો.

 

સપ્ટેમ્બર 2, 2009 at 4:54 પી એમ(pm) Leave a comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ