બાળશિક્ષણની રીતો-૪

September 16, 2009 at 7:35 pm Leave a comment

ઘરમાં બૂમાબૂમ થઈ રહી હતી. નાનકડી રીતુના ઘરમાં આ જ માહોલ જોવા મળતો.રીતુના પપ્પા તો વહેલા વહેલા સર્વીસ કરવા જતા રહેતા.ઘરમાં રીતુ અને તેની મમ્મી બે જ જણ હોય તો ય આવી જ બૂમાબૂમ જોવા મળતી. કેમ???

કારણકે રીતુ કાંઇને કાંઇ પરાક્રમ કર્યા કરતી અને તેની મમ્મી તેને ટોકતી. રીતુ માનતી નહીં અને તેની મમ્મી બૂમાબૂમ કરતી.

ચાલો જોઇએ ઘરનો માહોલ…..

(૧)

મમ્મી-રીતુ, આ શું કર્યં???તેં કેટલું દૂધ ઢોળ્યું?? આટલી મોટી થઈ તો ય સમજતી જ નથી.ચાલ જલદી જલદી રસોડામાંથી પોતુ લઈ આવ અને લૂછી નાંખ.

રીતુ પોતાની રમતમાં જ મગ્ન છે અને સાંભળતી જ નથી.બાજુમાં દૂધ ઢોળાયેલું છે . કપ રકાબી પડ્યા છે અને રીતુ બહેન પોતાના ટેડીબેરને રમકડાની કાર પર બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મમ્મી વધુને વધુ બૂમો પાડી રહીછે.

(૨)

મમ્મી-અરે રીતુ, આ તેં શું કર્યં???? ડ્રોઇંગરૂમમાં કેટલું પાણી ઢોળ્યું?? તને જરા પણ ભાન પડતું નથી. મમ્મી આખો દિવસ આ બધા કમો કરવામાંથી જ નવરી પડતી નથી.

રીતુ તેના રમકડા બસ્કેટમાંથી બહાર કાઢી રહી  હતી.અને મસ્તીથી કાંઈક ગણગણી રહીછે.મમ્મી વધુને વધુ ગુસ્સે થઈ બૂમો પાડી રહી છે.

(૩)

મમ્મી- અરે ઓ રીતુ, તેં તો જો આખા રૂમમાં રમકડાનો પથારો કરી મૂક્યો છે. રમકડા પાથરીને પાછી ચિત્ર દોરવા બેસી ગઈ છે. પહેલા રમકડા ભરી લે ને..

નાનકડો રૂપ દોડતો આવે છે અને રમકડા પર પગ પડવાથી લસરે છે અને ધબાક દઈને પડે છે. તેને માથામાં વાગે છે અને જોર જોરથી રડવા લાગે છે.

મમ્મી વધુને વધુ બૂમો પાડે છે.

(૪)

રીતુના પપ્પા પૌલિનભાઈ પ્રવેશે છે અને રીતુને વહાલથી ઉંચકી લે છે.

રીતુ- પપ્પા, જુઓને મમ્મી મને આખો દિવસ

બૂમો પાડે છે.

(૪)

લદ્યા જ કરે છે. તમે મમ્મીને કાંઇ કહેતા નથી. પૌલિનભાઈ રીતુની મમ્મી પલકને પૂછે છે કે શું થયું???

પલકબહેન રીતુના આખા દિવસના પરાક્રમોની કથા કહે છે.

(૫)

પપ્પા-રીતુ, તને ખબર છે?? જમીન પર જો દૂધ,ચા,નાસ્તો ઢોળાય તો શું થાય???

રીતુ- ના પપ્પા, શું થાય??

પપ્પા-કીડીઓ અને મંકોડાને આ બધું ખૂબ ભાવે એટલે જો દૂધ,ચા કે નાસ્તો ઢોળાય તો કીડીઓ અને મંકોડા દોડી આવે. પછી આપણું ધ્યાન ન રહે તો આપણને ચટકે પણ ખરા. તને યાદ છે તે દિવસે તને મંકોડો કરડ્યો હતો અને તેં ચીસો પાડી હતી….

રીતુ-હા,પપ્પા મને યાદ છે.

પપ્પા- એટલે આવું ન થય તે માટે ચા,દૂધ સાચવીને પીવા જોઈએ અને જો ઢોળાઈ જાય તો તરત પોતું કરવૂં જોઇને ને?

અને જો નાસ્તો વેરાઈ જાય તો તરત ભરી લેવો જોઈએ અને પછી પોતું ફેરવવું જોઇએ ને???

રીતુ- હા, પપ્પા, હવે હું તેમ જ કરીશ.

પપ્પા- રીતુ, રમકડા અને બીજી વસ્તુઓનો પથારો કરીએ અને રૂપ ભઈલા જેવો વહાલો ભઈલો પડી જાય તો તને ગમે??? તેને વાગે, લોહી નીકળે તો તને ગમે?? વહાલી દીદી તો ભઈલાનું ધ્યાન જ રાખે ને???

રીતુ- પપ્પા, હવે હું રમકડાનો પથારો નહી કરું.

રીતુ પપ્પાને વહાલ કરી રમવા દોડી ગઈ.

આ પ્રસંગો પછી રીતુ ખૂબ જ સુધરી ગઈ. પલક્બહેનને નવાઈ લાગી કે પૌલિનભાઈએ શું જાદુ કર્યો???

જાદુ તો કાંઇ જ ન હતો પણ

બાળકથી થયેલી કોઈ ભૂલ બદલ તેને ઠપકો આપવાને બદલે તેને કાર્ય-કારણ સમજાવીએ તો આપણી મરજી પ્રમાણે કામ કરાવી શકાય છે અને તેને યોગ્ય તાલીમ પણ આપી શકાય છે.

Advertisements

Entry filed under: બાળશિક્ષણની રીતો.

2 x 2 સાથિયા ઝૂલોઝૂલો પારણીયામાં લાલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,667 વાંચકો

દિવસવાર ટપાલ

September 2009
M T W T F S S
« Aug   Oct »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: