
ધ્યાનને રોજ તેની મમ્મી નવી નવી વાર્તઓ કહે. ક્યારેક રાજાની તો ક્યારેક પરીની
ક્યારેક રામની તો ક્યારેક કૃષ્ણની. ક્યારેક હનુમાનજીની તો ક્યારેક ભીમની.
એક દિવસ મામ્મી બોલી-“દીકરા, આજે તો વાર્તા કહેવાનો વારો તારો…..તું મને વાર્તા કહી સંભળાવ.”
અને ધ્યાને વાર્તા શરૂ કરી…..
એક જંગલ હતું. તેમાં ઘણા બધા વાંદરાઓ રહેતા હતા પણ એક નાનકડુ વાંદરું બહુ જ તોફાની હતું. મોટા વાંદરા તેને વારંવાર ટોકતા પણ તે તો માનતું જ નહીં. એક દિવસ તે ઝાડ પર કૂદાકૂદ કરતું હતું ત્યાં તેણે જોયું તો એક માણસ કુહાડી લઈને ઝાડની ડાળીઓ કાપતો હતો. આ
વાંદરાને તો જોવાની મઝા આવી ગઈ. વાહ ભાઈ વાહ કેવો સરસ મઝાનો ખટ….ખટ અવાજ આવે છે??? મને આમ કરવા મળે તો કેવું સારું???
થોડીવાર પછી પેલો માણસ થાક્યો અને દૂર ઝાડ નીચે આરામ કરવા સૂતો અને ઘસઘસાટ ઉંઘી ગયો.
હવે વાંદરાભાઈ ધીમેથી નીચે ઉતર્યા અને બાજુમાં પડૅલી કુહાડી હાથમાં લઈ ઝાડ કાપવા મંડ્યા. તે બોલ્યો-“વાહ…વાહ… આ તો બહુ જ મઝાનું કામ છે..”
તે થોડા ફટકા મારે અને આમથી તેમ કૂદે.
આમ કરતાં કરતાં તે તો કામમાં એવો તલ્લીન થઈ ગયો કે તેને ભાન જ ના રહ્યું.
તેની પૂંછ્ડી ઝાડની લાંબી ફાચરમાં ફસાઈ ગઈ.
વાદરાએ તો ખેંચાખેંચ કરવા માંડી પણ પૂછડી નીકળે જ નહીં ને…. તે તો રડવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો-“કોઈ મારી પૂંછડી બહાર ખેંચી આપો….ખેંચી આપો”
પેલો માણ સ જાગ્યો અને વાંદરાને ફસાયેલો જોયો. તેણે વાંદરાની પુંછડી ખેંચીને બહાર કાઢવા પ્રયત્ન કર્યો પણ તે પુંછડી ના નીકળી. તે બોલ્યો-“વાંદરાભાઈ, હવે તો તમારી પૂંછડી કાપવી જ પડશે.”
વાંદરો બોલ્યો-“ભલે,ભાઇ ભલે. તને ગમે તેમ કર પણ મારી પુંછડી બહાર કાઢી આપ”
પેલા માણસે કુહાડીથી પુંછડી કાપી નાંખી. વાંદરાને હાશ થઈ. તેની પુંછડી હવે સાવ જ નાની થઈ ગૈ.
તે જ્યારે રમવા જાય ત્યારે બીજા વાંદરાઓ તે ખીજવવા લાગ્ય.
“વાંદરાની પૂંછડી નાની…નાની
વાંદરો તો બાંડો…બાંડો’
હવે આ વાંદરાને રડવું આવી જતું પણ શું થાય??? તે તો હવે સાવ એકલો એકલો જંગલમાં રખડવા લાગ્યો. જંગલમાં હનુમાનજી રોજ ફરવા આવે. તેમણે નાનકડા વાંદરાને રડતો જોયો અને પૂછ્યું-” અરે નાના નાના વાંદરા તું કેમ રડૅ છે???”
વાદરાએ તો બધી વાત કરી. અને ખૂબ મોટેથી રડવા લાગ્યો.
હનુમાનજીને દયા આવી ગઈ. તે બોલ્યા-” અરે, તેમાં આમ રડૅ છે શું, મારી પૂછડી તો જો કેટલી લા…….બી છે. તું કહેતો હોય તો મારી પુંછડી કાપીને તારી પુંછડી સાથે ચોંટાડી આપું.”
વાંદરો તો તરત જ તૈયાર થઈ ગયો.
હનુમાનજીએ તો કુહાડીથી પોતાની પુંછડી કાપી અને વાદરાની પુંછડી સાથે ચોંટાડી દીધી.”
હવે તો આ વાંદરાની પૂંછડી સૌથી લાંબી થઈ ગઈ. તે તો રાજી રાજી થઈ ગયો.
હવે તે રમવા જાય તો બધા વાંદરાઓ તેની પૂંછડી જોઇને તેને ખીજવવાનું તો ભૂલી જ ગયા પણ તેમને તેની ઈર્ષા થવા લાગી.
તેમણે આ નાનકડા વાંદરાને પોતાનો સરદાર બનાવી દીધો. તેને ખૂબ માન આપવા લાગ્યા.
બોલો, બજરંગબલીની જય…….
બોલો, હનુમાનજીની જય…
ઓક્ટોબર 29, 2009 at 9:32 પી એમ(pm) rajeshwari
ચકલી બોલે ચીં ચીં
ટીપું પાણી પી પી
કાગડો બોલે કા કા
મોટે સાદે ગા ગા
કોયલ બોલે કૂ કૂ
હોલો બોલે ઘૂ ઘૂ
કૂકડો બોલે કૂકડે કૂક
ગાડી બોલે છૂક છૂક છૂક
બકરી બોલે બેં બેં
આલોપાલો લે લે
મીની મીની મ્યાંઉ મ્યાઉં
ઓરી આવ તો દૂધ તને પાઉં
ઉંદર્મામા ચૂં ચૂં સામો ઉભો હું છું
ઓક્ટોબર 22, 2009 at 10:44 એ એમ (am) rajeshwari
1-કજિયાનું મોં કાળું
2-કમળો હોય તેને પીળું દેખાય
3-કમાઉ દીકરો સૌને વહાલો
4-કરમ કોડીના અને લખણ લખેશરીના
5-કરો તેવું પામો, વાવો તેવું લણો
6-સકર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
7-કાકા મટીને ભત્રીજા ન થવાય
8-કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
9-કાગડા બધે ય કાળા હોય
1૦-કાગડો દહીંથરું લઈ ગયો
ઓક્ટોબર 14, 2009 at 6:27 એ એમ (am) rajeshwari

હવે તો અમારા ધ્રુવભાઈ મોટા મોટા થઈ ગયા છે.જાન્યુઆરીની ૧૭ મી તારીખે ત્રણ વર્ષના થશે. ઘણી બધી વાર્તાઓ, બાળગીતો મોઢે આવડે છે. બોર્ડ પર અને કાગળ પર ચિત્રકામ પણ કરે છે. કયારેક પપ્પા પાસે તો ક્યારેક મમ્મી પાસે ચિત્રો દોરાવે છે. જેમકે ચાલો, શિયાળ દોરો, ઝાડ પર કાગડો દોરો, કાગડાબી ચાંચમાં પૂરી આપો, હવે પૂરી પડતી દોરો, હવે શિયાળ પૂરી લઈને ભાગતું દોરો. એક દિવસ પપ્પાએ સૂરજ દોર્યો. આગલા દિવસે જ મમ્મીએ કેપીટલ લેટર “ઓ” અને સ્મોલ લેટર “ઓ” શીખવ્યો હતો એટલે તરત જ પપ્પાને કહેવા લાગ્યો-“પપ્પા, તમે સ્મોલ સૂરજ દોર્યો… હવે કેપીટલ સૂરજ દોરો.”
ઓક્ટોબર 6, 2009 at 6:23 પી એમ(pm) rajeshwari
વાંચકોનો ઉમળકો