Archive for એપ્રિલ, 2010

વાહ બોસ વાહ !!!

લગભગ ૭૦ જેટલા વૈજ્ઞાનિકો એક તાકીદના મહ્ત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. લગભગ બધાજ વૈજ્ઞાનિકો કામના ભારણ અને પોતાના બોસની કામને લગતી માગણીઓને કારણે થાકી ગયા હતા અને હતાશ થઈ ગયા હતા. પરંતુ બધા જ પોતાના બોસને અત્યંત વફાદાર હતા અને તેથી જ તો તેઓ પોતાના કામને છોડીને ભાગવા ઇચ્છતા ન હતા.

એક દિવસ એક વૈજ્ઞાનિક બોસ પાસે ગયા અને તેમને કહ્યું, “સર, આજે મેં મારા બાળકોને આપણા શહેરમાં ચાલતું પ્રદર્શન જોવા લઈ જવાનું વચન આપ્યું છે. તેથી આજે મારે ઓફિસ ૫-૦૦ વાગે છોડવી પડે તેમ છે.” બોસે કહ્યું,  “હા, હા કેમ નહીં??? તમે ૫-૦૦ વાગે જઇ શકો છૉ.” આ વૈજ્ઞાનિકે કામ શરૂ કરી દીધું. બપોરે જમ્યા પછી પણ કામ ચાલુ જ રાખ્યું અને અને તેમાં ખોવાઇ ગયો.તે જયારે કામ પૂરું કરવાની અણી પર હતો ત્યારે એકાએક તેનું ધ્યાન ઘડીયાળ તરફ ગયું. ત્યારે રાત્રિના ૮-૩૦ વાગ્યા હતા.

એકાએક તેને પોતાના બાળકોને આપેલું વચન યાદ આવ્યું અને તે હાંફળો-ફાંફળો ઘર તરફ દોડ્યો. તેને પોતાને અંદરથી    શરમ આવતી હતી અને પોતે બાળકોને નારજ કર્યા તે બદલ પોતાની જાતને દોષિત માનતો હતો. તેને થતું હતું કે આજે તો ઘેર જતાંની સાથે જ પત્નીનો

ગુસ્સો આસમાને પહોંચેલો હશે અને બાળકો મો ચઢાવીને બેઠા હશે.

તે ઘેર પહોંચ્યો ત્યારે તેની પત્ની આરામ ખુરશીમાં બેસીને મેગેઝીન વાંચી રહી હતી. તેની પત્નીએ નમ્રતાથી પૂછ્યું,”તમારા માટે કોફી બનાવું કે ભૂખ લાગી હોય તો સીધા જમવાનું જ પીરસું???” પતિએ કહ્યું,”જો, તારે કોફી પીવાની મરજી હોય તો પહેલાં કોફી જ બનાવ. પણ બાળકો કેમ દેખાતા નથી. તેઓ ક્યાં ગયા??” પત્ની બોલી,”તમને ખબર નથી??? ૫-૧૫ વાગે તમારા મેનેજર આવ્યા હતા અને તેઓ બાળકોને પ્રદર્શન જોવા લઇ ગયા છે.

” ખરેખર શું થયું હતું???

બરાબર ૫-૦૦ વાગે મેનેજર જોવા ગયા તો આ વૈજ્ઞાનિક ગળાડૂબ કામમાં ખોવાયેલ હતા. તેમને ખ્યાલ આવી ગયો કે તે પોતાનું કામ નહીં છોડી શકે અને વચન પાળી નહીં શકે. બોસને થયું મારા આ કાર્યનિષ્ઠ વૈજ્ઞાનિક ખોટા પડે તે બરાબર નહીં. આથી તેઓ જાતે જ વૈજ્ઞાનિકના ઘેર ગયા અને બાળકોને પ્રદર્શન જોવા લઈ ગયા. બોસને થયું” આવું કામ કાંઈ વારંવાર કરવાનું હોતું નથી અને મારા આ પગલાથી મારી પોતાની પ્રામાણિકતા સ્થાપી શકાશે. તમે જાણો છૉ??? આ પ્રસંગ થુમ્બામાં કામ કરતા વૈજ્ઞાનિકોને છે અને તે પ્રેમાળ મેનેજર તે બીજા કોઈ નહીં પણ અબ્દુલ કલામ હતા. ” . 

એપ્રિલ 30, 2010 at 8:36 પી એમ(pm) 2 comments

ગુજરાતી શીખીયે-શીખવીયે-2

એપ્રિલ 19, 2010 at 3:52 પી એમ(pm) Leave a comment

ચકલીઘર

આપણે જેનાથી ખુબ જ માહિતગાર છીએ તેવી ઘર ચકલીની આ વાત છે. સવાર પડતાં જ જેનો અવાજ આપણને જગાડી દે છે તેવી ઘર ચકલી એક માણસવલું પક્ષી છે, તેને માણસો રહેતા હોય તેમની સાથે રહેવું ખૂબ ગમે છે. આપણાં ઘરોમાં જ જુદીજુદી જગ્યાએ માળો બનાવવાનું તે વધુ પસંદ કરે છે.પણ માણસજાત વધુને વધુ આપખુદ બનતી જાય છે. તેને ચકલીઓ ઘર બગાડે તે પસંદ નથી.ઘરને બરાબર પેક રાખે છે અને બિચારી ચકલી….ક્યાં પોતાનું ઘર બનાવે????તે માણસોથી દૂર ને દૂર જતી ગઈ અને નોબત એટલી હદે આવી ગૈ કે આપણી આસપાસ ચકલીઓની સંખ્યા ઘટતી જ જાય છે. આ વાત ઘણા પ્રકૃતિપ્રેમી લોકોની નજરમાં આવી અને આ ઘરચકલીને આધુનિક ચક્લીઘર પૂરા પાડવાની ઝૂંબેશ ઉપાડી.દાહોદ નગરમાં પણ અજયભાઇ દેસાઇની નેતાગીરી હેઠળ કાર્યરત પ્રકૃતિમિત્ર મંડળે પણ આ માટે હજારોની સંખ્યામાં ચકલીઘર તથા તેને પાણી પીવા માટેનાં પાત્રો બનાવડાવ્યા અને તેનું નિઃશુલ્ક વિતરણ પણ કર્યું.

લોકોએ આ ચકલી ઘરો પોતાના ઘરના ટોડલા પર, બગીચામાં, વાડામાં લગાવ્યા

અને હવે ધીમે ધીમે ચકલી તેના આ  નવા ચકલીઘરમાં વસતી પણ થઇ.

દાહોદના સારવ દેસાઇએ પોતાના ઘેર મૂકેલા આવા ચકલી ઘરનાં ફોટા જુઓ….

ચાલો આપણે પણ માણસજાતના આ નાનકડા દોસ્ત માટે ચકલી ઘર રાખીએ….

એપ્રિલ 18, 2010 at 5:24 પી એમ(pm) 1 comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

મહિનાવાર ટપાલ