Archive for મે, 2010

રમતા રમતાં શીખીએ

બાળકો અંગ્રેજીભાષાના સ્પેલિંગો રમતાં રમતાં શીખે અને તેની સાથે સાથે શારિરીક કસરત પણ મળી રહે તે હેતુથી આ રમત રમવાની છે.

તેમાં એક લીડર નક્કી કરે છે કે ફૂલોનાં નામ-

રમનાર ધારોકે પાંચ જણ હોય તો લીડર ગુજરાતીમાં ફુલોનાં નામ આપી દે છે જેમકે  ગુલાબ,ચંપો,મોગરો,સૂરજમુખી વિગેરે..

હવે દરેકે ફુલનાં અંગ્રેજી નામ બોલવાનાં-જેમકે

ગુલાબ-ROSE—રોઝ

ચંપો-CHAMPA—-ચમ્પા

મોગરો-MOGRA—-મોગરા

સૂરજમુખી-SUNFLOWER—–સનફ્લાવર

હવે પાંચેય જણ એક લીટી પર ઉભા રહે અને સામે એક ધ્યેય બિંદુ નક્કી કરેલું હોય ત્યાં દોડીને જવાનું ,તેને અડીને બોલવાનું આર પાછા વાવી ફરી ધ્યેયબિંદુ પર જઈ અડીને બોલવાનું ઓ ,પછી બોલવાનું એસ, પછી બોલવાનું ઇ….આમ કોણ પહેલાં દોડીને બધા જ સ્પેલીંગ પૂરાં કરે છે????તે વિજેતા….

આ જ રીતે વાહનોનાં નામ, શાકભાજીનાં નામ,જંગલી પ્રાણીઓનાં નામ,પાંલતુ પ્રાણીઓનાં નામ, ઘરેલુ પ્રાણીઓનાં નામ,  પક્ષીઓનાં નામ વિગેરે વિગેરે રમત સાથે પાકા કરી શકાય.

આ ઉપરાંત આ જ રીતે અઠવાડિયાનાં દિવસોનાં નામ, મહિનાનાં નામ, આંક વિગેરે પણ પાકા થઈ શકે….

Advertisements

મે 30, 2010 at 7:24 એ એમ (am) 2 comments

ચકરી

સામગ્રી :-

૫૦૦  ગ્રામ ઘઉંનો લોટ
૧ ચમચો મલાઈ  
૧ ચમચો આખુ જીરુ, તલ અને અજમા
૧ ટી સ્પૂન લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ 

રીત :-

ઘઉંના લોટને એક પાતળા કપડામાં બાંધી કૂકરમાં વરાળથી બાફવા મૂકો. 

આ રીતે બાફવા માટે કૂકરમાં પાણી મૂકીને તેમાં ઊંચું સ્ટેન્ડ કે કાંઠો મુકી તેના પર કાણાવાળી ડિશ અથવા જાળી મૂકીને તેના પર લોટ બાંધેલી પોટલી મૂકીને ૧૦ મિનિટ સુધી બાફી લો.

ત્યારબાદ કપડામાંથી લોટ કાઢીને તેને ઝીણી ચાળણીથી ચાળી લો.

પછી લોટમાં મલાઈ, ૧/૨  ચમચો તેલ, લાલ મરચું, જીરુ, અજમા, તલ, મીઠું અને પાણી નાખી રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ બાંધી લો. 

 હવે સંચામા લોટ ભરીને એક છાપા કે કાગળ પર ચકરી પાડી લેવી અને પછી ગરમ તેલમાં તળી લેવી.

ચકરી નાના– મોટા સહુને ભાવે છે .

ચકરી ઘણી અલગ અલગ રીતે બને છે,

વિવિધ દાળની ચકરી, ચોખા અને અડદની ચકરી,  માત્ર ચોખાના લોટની ચકરી વગેરે…  

પરંતુ આ સૌથી સહેલી રીતે અને ઝડપથી બને છે.

મે 29, 2010 at 4:49 પી એમ(pm) Leave a comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 218,959 વાંચકો

દિવસવાર ટપાલ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ