Archive for જુલાઇ, 2010

વૃક્ષારોપણ

ઉનાળાની સખત ગરમીમાંથી મુક્તિ આપતી તથા  ધરતી અને માનવને શાતા આપતી એવી વર્ષાૠતુ શરૂ થઇ. માહોલ આખો જ બદલાઇ ગયો. લોકો આનંદમાં આવી ગયા.ખેડૂતો રાજી રાજી થઇ ખેતીના કામમાં લાગી ગયા. કુદરતનાં ચાહકો, રક્ષકો,  વૃક્ષારોપણ માટે ક્યારના ય તૈયાર થઇને બેઠેલા જ હતા. વરસાદ પડતાંની સાથે જ બધા સક્રિય થઇ ગયા. વિદ્યાવિહાર શાળાનાં શિક્ષકો પણ પોતાના ધોરણના બાળકોને લઇને વૃક્ષારોપણ માટે વનવિભાગમાંથી રોપ લઇ આવ્યા.પાવડા,ત્રિકમ,ખાતર,રોપાઓ વિગેરે વિગેરે સામગ્રી એકઠી કરી બધા જ આગોતરા આયોજન મુજબ વૃક્ષારોપણ કરવા જવાના હતા. (વધુ…)

Advertisements

જુલાઇ 31, 2010 at 12:01 એ એમ (am) Leave a comment

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

 

ગુજરાતનાં તમામ લોકો ગૌરિવ્રતથી માહિતગાર જ છે. નાજુક, નાનકડી  બાળાઓ અતિ ઉત્સાહથી આ વ્રત મનાવે છે. પાંચ દિવસ સુધી વહેલી સવારે સજીધજીને મંદિરમાં પૂજા કરવા જતી નાની બાળઓનાં દર્શન કરવા એ પણ એક લહાવો જ છે. આ નાનકડી કુમળી ઉંમરથી જ કન્યઓ ભાવિનાં પડકારો માટે ઘડાવાનું શરૂ કરે છે. એક નાના તપની આ શરૂઆત છે. આખો દિવસ ભૂખ્યા રહીને સાંજે મીઠા વગરનું અન જમે છે. આવી લાડકડીઓને માતા-પિતા સાંજે ફરવા લઇ જાય છે. જુદા જુદા મંદિરોમાં દેવદર્શન કરાવે છે. આ સમયગાળા બાદ આખી રાતનું જાગરણ હોય છે. આ પ્રસંગ એક ઉત્સવ બની રહે છે. ઘરનાં સભ્યો તો તેમાં શામેલ હોય જ પણ શેરી કે મહોલ્લાનાં લોકો પણ તેમાં સક્રિય ભાગ લે છે. આ વ્રતનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કવિશ્રી રમેશ પારેખની રચના અત્રે વાંચીએ…..

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ (વધુ…)

જુલાઇ 28, 2010 at 7:44 એ એમ (am) 1 comment

ચોરનો પસ્તાવો

એક દિવસ સમી સાંજે એક ઘેરમાં ચોર પેઠો.પલંગ પર એક ભાઈ માથે કપડું ઢાંકીને સૂતા હતા. ઘરમાં બીજું કોઇ જ નહતું. ચોર ચારેબાજુ વસ્તુઓ ફંફોસતો હતો પણ તેને કાંઇ જ મળતું નહતું. આ બધી ધમાલમાં થોડો અવાજ આવ્યો એટલે પેલા ભાઇની ઉંઘ ઉડી.તેમણે જોયું તો એક માણસ બધું અસ્તવ્યસ્ત કરી કાંઇ કિંમતી વસ્તુ કે પૈસા મળે તે માટે શોધખોળ કરતો લાગ્યો. પેલા ભાઈ ઉભા થયા અને પેલા ચોરને બોલાવ્યો. ચોર તો બિચારો ગભરાઇ જ ગયો. તે પેલા ભાઇને પગે લાગવા માંડ્યો અને બોલ્યો,”ભાઇસાબ, મને માફ કરજો. તમે પોલીસને ના બોલાવતા.” (વધુ…)

જુલાઇ 24, 2010 at 5:17 પી એમ(pm) 1 comment

આંગળીઓની કરામત

દોસ્તો આજે આપણે હાથની આંગળીઓની કરામત જોઇએ. આ ફોટા  જુઓ. આપણી આંગળીઓ કેવા સંદર દેખાવો આપી શકે છે?????

જુલાઇ 23, 2010 at 11:14 પી એમ(pm) 3 comments

મગજની કસરત

અહીં છ ગ્લાસ છે જેમાં પહેલા ત્રણ ગ્લાસમાં નારંગીનો રસ ભરેલો છે. અને પછીના ત્રણ ગ્લાસ ખાલી છે.માત્ર એક જ વખત એક ગ્લાસ ઉઠાવીને તમે એવી ગોઠવણી કરી આપો કે ભરેલો ગ્લાસ અને ખાલી ગ્લાસ એકાંતરિક રીતે ગોઠવાય. (એક ભરેલો, એક ખાલી, એક ભરેલો એક ખાલી, એક ભરેલો એક ખાલી) તે રીતે….

(2)

જવાબ આપો——–આ બસ્કેટમાં છ ઇંડા છે. છ માણસો છે. દરેકને ભાગે  એક એક ઇંડું છે અને તો  પણ બાસ્કેટમાં એક ઇંડું રહે છે.

કઈ રીતે??????

જુલાઇ 18, 2010 at 6:26 પી એમ(pm) 1 comment

ટામેટું

ટામેટૂં

ટામેટૂં

બાળકો, આજે એક મઝાની રમત બતાવું. કદાચ તમે તે રમતા પણ હશો.

આ રમતને ટામેટું કહેવાય છે. તેમાં બધા બાળકો કુંડાળામાં બેસે અથવા ઉભા રહે. એક બાળક વચ્ચે બેસે કે ઉભું રહે. હવે વચ્ચે ઉભેલું બાળક વારા ફરતી, એક એક પછી એક બાળકને સવાલ પૂછે. જેને સવાલ પૂછાય તેણે જવાબમાં માત્ર”ટામેટું” એમ બોલવાનું. આ જવાબ સાંભળી વચ્ચે ઉભેલા બાળકે હસવાનું નહીં. જો ટામેટું ને બદલે બીજો કોઇ જવાબ આપે તો તે આઉટ ગણાય. તેણે કુંડાળામાંથી ઉભા થઇ બહાર નીકળી જવાનું. જેના જવાબથી વચ્ચે ઉભેલું બાળક હસી પડે તો તેણે કુંડાળામાં બીજા બાળકો સાથે ગોઠવાઇ જવાનું અને જેના જવાબથી આ બાળક હસ્યું હોય તે બાળકે વચ્ચે આવી જઇ સવાલો પૂછવાના. આ રમત ખૂબ મઝાની છે. મોટાઓ પણ આ રમત ખૂબ આનંદથી માણે છે.

ઉદાહરણરૂપ થોડા સવાલો

સવાલ-તારા પપ્પાનું નામ શું છે???

જવાબ-ટામેટું

સવાલ-વરસાદમાં આપણે માથા પર શું પહેરીએ છીએ???

જવાબ-ટામેટું

જો જવાબમાં કોઇ ટોપી એમ બોલી દે તો તે આઉટ ગણાય.

 

જુલાઇ 4, 2010 at 2:15 પી એમ(pm) 2 comments

પ્રાણીકથાઓ-12(ઉપકારનો બદલો

એક દિવસની વાત છે અને એક છોકરીની વાત છે. તેનું નામ બદરી. સાસણ ગીરના જંગલમાં એક નેસડામાં રહે.આખો દિવસ ઢોરને ચરાવવા જંગલમાં ભટક્યા કરે. ઘેરથી સવારે શીરામણ (નાસ્તો) કરીને નીકળે. હારે બપોરનું જમણ- રોટલાને શાક પોટલીમાં બાંધતી જાય. જંગલમાં કેટલાય પશુઓ ,પક્ષીઓ,ઝાડવા હોય બધાયને મળતીજાય અને વાતો કરતી જાય.ક્યારેક દૂરથી સાવજ(સિંહ) પણ જોવાઈ જાય. પણે બહુ જ બહાદૂર…જરાય ડરે જ નહીંને. તેને ય રામરામ કરતી જાય. જો સિંહનું નાનકડું બચ્ચું રસ્તામાં મળી જાય તો તો તેને મઝા મઝા પડી જાય.બે હાથમાં ઉપાડી વહાલથી રમાડે. પણ આજે તો કાંઇક નોખું જ બન્યું. બદરી રોજના નિયમ પ્રમાણે જંગલમાં ગઇ હતી. ઢોર ચરાવતાં ચરાવતાં બપોર થઇ ગઇ. ઉનાળાની બપોર હતી એટલે તાપ તો ભયંકર હોય જ .બદરી થાકી અને એક ઘેઘૂર ઝાડ નીચે હાશ કરીને બેઠી અને ભાતાની પોટલી ખોલી રોટલો ખાવા જતી જ હતી ને હું…હું અવાજ સંભળાયો. બદરીને ખબર પડી ગઇ કે નજીકમાં જ સિંહ છે. તેણે આજુબાજુ જોયું તો થોડેક જ દૂર એક સિંહ લંગડાતો લંગડાતો ચાલતો જતો હતો. બદરીને થયું'”આ સિંહ આમ કેમ લંગડતો ચાલતો હશે???” અને ત્યાં જ સિંહની નજર બદરી પર પડી. તે સહેજવાર ઉભો રહી ગયો અને ઉંડી વેદનાથી અવાજ કરવા લાગ્યો. બદરીને થયું,” નક્કી આ ને કાંઈ થયું લાગે છે.” બદરી તો ઉભી થઈ અને સિંહ પાસે જઇને બોલી-” અરે ઓ સિંહદાદા, આમ કેમ રાડો પાડોછો?? અને આમ લંગડાતા શેના ચાલો છો???” સિંહ તેની ભાષા સ્મજતો હતો કે નહીં તે તો ભગવાન જાણે. પણ બદરીના નિષ્પાપ ભાવને અને લાગણીથી બોલાયેલા શબ્દોને પામી ગયો હશે તેથી તે બદરી પાસે પહોંચ્યો અને પોતાનો લંગડાતો પગ ઉંચો કર્યો–જાણે કશું ક બતાવવા જતો હતો. બદરીને થોડો ડર તો લાગ્યો પણ હતી બહાદૂર એટલે તે સિંહ પાસે પહોંચી ગઇ અને તેનો ઉચકેલો પગ પોતાના નાનકડા હાથમાં લીધો અને જોયું તો તેના પંજામાં મૉટો ખીલો પેંસી ગયો હતો. બદરીને થયું ,”મારે આ ખીલો ખેંચી જ કાઢવો જોઈએ”. તે ડરતાં ડર્તાં બોલી-“જુઓ સિંહદાદા, તમારા પગમાં ખીલો ઘૂસી ગયો છે. હું તેને ખેંચીને કાઢી આપું પણ મને મારતાં નહીં..હોં ને !!!” સિંહ જાણે સમજી ગયો હોય તેમ શાંત ઉભો રહી ગયો. બદરીમાં હવે હિંમત આવી ગઇ.તણે હળવેકથી ખીલો ખેંચ્યો. પછી તો ધડધડાટ લોહી વહેવા લાગ્યું..બદરીની નજર ચારેબાજુ ભમવા લાગી થોડેક જ દૂર ઘાબાજરિયાનો છોડ હતો.તેમાંથી થોડું ઘાબાજરિયું લઈ સિંહના ઘાપર મૂકી દીધું અને પોતાની ઓઢણીમાંથી એક લાંબો લીરો કાપ્યો અને સિંહના પગ પર બાંધી દીધો.સિંહે માથું હલાવ્યું અને નીચું માથું કરી ધીમે ધીમે દૂર ચાલ્યો ગયો. જાણે કહેતો નાહોય કે “થેન્ક યુ વેરી મચ” આ વાતને ઘણાય મહિનાઓ પસાર થઈ ગયા. એક દિવસ બદરી તેના બાપા સાથે જંગલમાં ગઈ.તેના બાપા ઝાડના લાકડા કાપતા હતા અને બદરી ઢોર ચરાવતી હતી. બપોરનો સમય હતો. બદરી આજે થાકી ગઈ હતી. તે એક ઝાડ નીચે સહેજ લાંબો વાંહો કરવા ગઈ. એટલામાં એક વરૂ બદરી પાસે પહોં ચી ગયું અને તે બદરી પર કૂદવા જ જતું હતું. બદરીના બાપાએ દૂરથી જોયું અને તે ડાંગ લઈને એકદમ દોડ્યા, વરૂને લાકડીથી ટીપવા જતા હતા ત્યાં જ એક કૌતુક થયું. એક વિકરાળ સિંહ વરૂ પર ત્રટક્યો અને તેણે વરૂને મારી નાંખ્યું. આ બધી ધમાલને લીધે બદરી જાગી ગઈ અને આજુબાજુનો માહોલ જોઈ હજી કાંઇ વિચારે ત્યાં જ તેના બાપાને ડર લાગ્યો કે નક્કી હવે સિંહ મારી બદરીને ફાડી ખાશે એટલે તે સિંહ તરફ ડૉગ ઉપાડવા જ જતા હતા ત્યાં સિંહ બદરીની સાવ નજીક જઇ તેના શરીર સાથે પોતાની પીઠ ઘસી હળવેથી ચાલતો થયો. બદરી સમજી ગઇ કે આ તો પેલો જ ઘાયલ સિંહ હતો. તેણે પોતાના બાપાને બનેલી બધી વાત કરી. તેના બાપા પણ નવાઇ પામી ગયા. કેમ દોસ્તો, મઝા પડીને વાર્તા વાંચવાની?? આ ખરેખર બનેલી વાત છે. પ્રાણીઓ પણ પ્રેમ, સ્નેહ,વહાલ,કાળજીની ભાષા સમજી શકે છે.

જુલાઇ 4, 2010 at 1:57 પી એમ(pm) Leave a comment

Older Posts


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 230,162 વાંચકો

દિવસવાર ટપાલ

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ