ચોરનો પસ્તાવો

જુલાઇ 24, 2010 at 5:17 પી એમ(pm) 1 comment

એક દિવસ સમી સાંજે એક ઘેરમાં ચોર પેઠો.પલંગ પર એક ભાઈ માથે કપડું ઢાંકીને સૂતા હતા. ઘરમાં બીજું કોઇ જ નહતું. ચોર ચારેબાજુ વસ્તુઓ ફંફોસતો હતો પણ તેને કાંઇ જ મળતું નહતું. આ બધી ધમાલમાં થોડો અવાજ આવ્યો એટલે પેલા ભાઇની ઉંઘ ઉડી.તેમણે જોયું તો એક માણસ બધું અસ્તવ્યસ્ત કરી કાંઇ કિંમતી વસ્તુ કે પૈસા મળે તે માટે શોધખોળ કરતો લાગ્યો. પેલા ભાઈ ઉભા થયા અને પેલા ચોરને બોલાવ્યો. ચોર તો બિચારો ગભરાઇ જ ગયો. તે પેલા ભાઇને પગે લાગવા માંડ્યો અને બોલ્યો,”ભાઇસાબ, મને માફ કરજો. તમે પોલીસને ના બોલાવતા.”

પેલા ભાઇ ઉભા થઇને ટેબલ પાસે ગયા અને તેના ખાનામાં હાથ નાંખીને પોતાની પત્નીની એક કિંમતી વીંટી ત્યાં પડી હતી તે લઈને ચોરને આપી અને બોલ્યા,”દોસ્ત,મારા ઘરમાં કોઇજ કિંમતી વસ્તુ નથી. મારી પત્ની પાસે આ માત્ર એક વીંટી છે. જો તને કામ લાગે તેમ હોય તો લઇ જા” પેલો ચોર તો આભો બની જોઇ જ રહ્યો. વીંટી  લઇ  ચાલવા માંડ્યો. થોડીવારમાં પેલા ભાઇના પત્બી આવ્યા. ઘરમાં બધી વસ્તુઓ વેરવિખેર જોઇને  સમજગયા કે ચોર આવ્યો લાગે છે. ઘરમાં બીજું તો કાંઇ જ કિંમતી હતું જ નહીં.તેમને પોતાની વીંટી યાદ આવી એટલે ટેબલના ખાનામાં જોયું તો વીંટી ગાયબ હતી. તે તો રડવા લાગ્યા અને બોલ્યા,”અરેરે, મારી પાસે એક જ ઘરેણું હતું આ વીંટી ૫૦૦૦ રૂપિયાની હતી. તમે તે કેવા ઉંઘણશી છે????મારી વીંટી ચોરાઇ ગઇ તોય સૂતા જ રહ્યા!!!!!” પેલા ભાઇ કશું જ બોલ્યા વગર એકદમ ઘરની બહાર જૈને દોડવા લાગ્યા. પેલા ચોરને શોધતા હતા. સદનસીબે તે ચોર તેમને મળી ગયો.તેનો હાથ પકડી, હાંફતા હાંફતા બોલ્યા,’અરે યાર, મારે કેટલુ દોડવું પડ્યું. સારું થયું કે તમે મળી ગયા નહીંતર મારો ધક્કો માથે પડત. તે બોલ્ય,”ભાઇ, તું આ વીંટી વેચવા જાય તો ધ્યાન રાખજે. તે ૫૦૦૦ રૂપિયાની છે.પેલો ખરીદનારો શેઠિયો તને છેતરે નહીં. ૫૦૦૦ થી એક પાઇ ઓછી ન લેતો.” પેલો ચોર તો સજ્જડ  ગયો.”આ તે કેવો માણસ છે?? મને પોલીસને સોંપવાને બદલે ઉલટાનો મને ફાયદો થાય તેવી વાત કરે છે.” તેને પોતાના આ અધમ કામ બદલ ખૂબ જ શરમ આવી. તે પેલા ભાઇના પગમાં પડી ગયો. તેને પારાવાર પસ્તાવો થયો. પેલા ભાઇ બોલ્યા,” અરે, તું મારા પગે શું કામ પડૅ છે??? તને ચોરી કરવાનો શોખ થોડો હોય??? તારી પણ કોઇ મજ્બૂરી હશે તો જ તું ચોરી કરતો હશેને???” આ પછી તે ચોરે ચોરી કરવાનું છોડી દીધું. પેલા ભાઇ તે કોણ ખબર છે????

તે હતા……..

ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર…..

Advertisements

Entry filed under: બાળવાતો , Kids Stories. Tags: .

આંગળીઓની કરામત ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

1 ટીકા Add your own

  • 1. purvi punatar  |  ફેબ્રુવારી 26, 2011 પર 7:47 એ એમ (am)

    sarsh che

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,318 વાંચકો

દિવસવાર ટપાલ

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: